________________
૨૩ પઢિ છે; એટલે એ ઉપદેશો જે ભાષામાં અપાયા કે લખાયા, તેનું નામ પણ પા૪િ પ્રચલિત થયું; એટલો આ “ઝિ' શબ્દનો ઇતિહાસ છે. ધમ્મપદની ભાષા માગધી છે અને બુદ્ધના ઉપદેશની દષ્ટિએ તેને “૪િ' શબ્દથી પણ કહી શકાય; બાકી ભાષાનું નામ તે પકિ નથી જ. આ સાથે “ધમ્મપદના સમય વિશે પણ થડે વિચાર કરી લઈએઃ ખરષ્ટી લિપિમાં લખેલું એક પ્રાકૃત ખંડિત (હસ્તલિખિત) ધમ્મપદ ચિની તુર્કસ્તાનમાં ખોટાન પાસે મળી આવેલ છે. અતિહાસિકનો એવો મત છે, કે તેનો સમય ઈ. સ. ત્રીજા સૈકાનો છે ભાગ લેવો જોઈએ. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે, કે આ માગધી ભાષાનું ધમ્મપદ એ પ્રાકૃત ધમ્મપદ કરતાં ઘણું પ્રાચીન હોવું જોઈએ.
ધમ્મપદનાં પ્રકરણે: આ મુદ્દામાં ધમ્મપદમાં વર્ણવેલી હકીકત અને તેનાં પ્રકરણો વિશે વિચારવાનું છે. ધમ્મપદના આરંભમાં જ જણાવેલ છે, કે “બધા વિચારમાં મન આગેવાન છે”. “કઈ દુષ્ટ મનથી બેલે કે બીજી કોઈ પ્રવૃત્તિ કરે, તેની પાછળ દુઃખ ચાલ્યા કરે છે.” આમ કહીને બુદ્ધ ગુરુ મનશુદ્ધિની અગત્ય ઉપર વિશેષ ભાર મૂકે છે. વૈદિક પરંપરામાં અને જનપરંપરામાં પણ “મન પુર્વ મનુષ્યાri #ર વધ-મોક્ષયોઃ” કહીને સંકલ્પશુદ્ધિ ઉપર સવિશેષ ભાર મૂકેલો છે. સંકલ્પ શુદ્ધિ સિવાય શુદ્ધ પ્રવૃત્તિ થઈ શક્તી નથી અને તે વિના વ્યક્તિને કે સમૂહને સુખ સંતોષ મળવાને સંભવ નથી. એ માટે સત્ય, સંયમ, સંતોષ, અપરિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, પ્રજ્ઞાવિકાસ વગેરે ગુણે ખીલવવા જોઈએ. અને ક્રોધ, દ્રોહ, ઈર્ષા, વૈર, લોભ, મોહ, હિંસા, અસત્ય વગેરે દુર્ગુણોને છોડી દેવા જોઈએ. આ જ હકીકત આરંભથી અંત સુધી આ ગ્રંથમાં વર્ણવાયેલી છે. કોઈ વિવેકી સંગ્રહકારે આ હકીકતને આ ગ્રંથમાં છવ્વીશ વર્ગોમાં ગોઠવેલી છે. અને વર્ગમાં આવતી હકીકત ઉપરથી કે વર્ગના આરંભમાં આવતા શબ્દો ઉપરથી વા વર્ગની રચના પદ્ધતિને આધારે અમુક અમુક ગાથાના સમૂહને અમુક અમુક વર્ગનાં નામ અપાયેલાં માલૂમ પડે છે. પહેલા વર્ગનું નામ “યમ” વર્ગ છે. તેમાં બબે ગાથાદ્વારા સામસામા વિરોધી વિષયોનું નિરૂપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org