________________
બ્રાહ્મણવ
૧૨૯
ધારી હેાય તે દીપે છે; બ્રાહ્મણ ધ્યાન કરનારા હેાય તે શેશભે છે; પણ ખુદ્ધ તેા પેાતાના તેજ વડે આખી રાત અને આખે દિવસ દીપ્યા જ કરે છે. ૫
પાપાને વહાવી નાખનાર હાય, તે બ્રાહ્મણ કહેવાય છે. શાંતિમય ચર્ચાવાળેા હાય, તે સમન-શ્રમણ-કહેવાય છે. પેાતાના મેલને ગમાવી દેનાર હાય, તે પ્રત્રજ઼િત કહેવાય છે. ૬
બ્રાહ્મણ ઉપર ઘા ન કરવેશ. ઘા કરનાર ઉપર બ્રાહ્મણે કાપ ન કરવેા. બ્રાહ્મણુ ઉપર ઘા કરનારને ધિક્ છે; અને ઘા કરનાર ઉપર કાપ કરનારને તેથી વધારે ધિક્ છે. ૭
જ્યારે બ્રાહ્મણુ મનના રાગસસ્કારના નાશ કરે છે, ત્યારે તેને કાંઈ થવું શ્રેય નથી. જેમ જેમ તે હિંસાથી પેાતાના મનને પાછું વાળે છે, તેમ તેમ તેનુ દુ:ખ શમે જ છે. ८ જેના શરીરથી, વાણીથી કે મનથી દુષ્કૃત થતું નથી, જેનાં શરીર, વાણી અને મન સચમી છે, તે પુરુષને હું બ્રાહ્મણું કહું છું. ૯
જેની પાસેથી સમ્યક્ સંબુદ્ધે ઉપદેશેલેા ધર્મ જાણવા મળે તે સત્કારવા લાયક પુરુષને, બ્રાહ્મણ અગ્નિહેાત્રને નમસ્કાર કરે તેમ આદરપૂર્વક નમસ્કાર કરવા જોઈએ. ૧૦
જટા રાખવાંથી બ્રાહ્મણ થવાતું નથી. અમુક ગેાત્રમાં પૈદા થવાથી બ્રાહ્મણુ થવાતું નથી, તેમ અમુક જાતિમાં જન્મ લેવાથી બ્રાહ્મણ થવાતું નથી; પરંતુ જેનામાં સત્ય છે અને ધર્મ છે, તે પવિત્ર છે અને બ્રાહ્મણુ છે. ૧૧
હે દુતિવાળા ! જટા વધારવાથી તારું શું વળવાનું છે? મૃગચર્મનાં કપડાં પહેરવાથી તારું શું વળવાનુ છે? તારી અંદર તેા ગહન પાપા ભરેલાં છે અને તું ખહારથી ધેાયા કરે છે. ૧૨
ધ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org