Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 194
________________ છેલ્લી અરધી સદીમાં મહાગુજરાત મહર્ષિ દયાનંદ સરસ્વતી, મહામા ગાંધીજી અને ભિક્ષુ અખંઠાનંદ-એ ત્રણ મહાપુરુષો આપ્યા છે. એ ત્રણે મહાપુરુષોએ જનતાના હિતના મહાન સિદ્ધાંત વિચાર્યો,જાહેર કર્યો ને પોતાના જ જીવન દ્વારા અનેક મુશ્કેલીઓનો સામનો કરીને યિોના પ્રદેશમાં એ સિદ્ધાંતને સફળ કર્યો. સંત અને કર્મયોગી એવા ભિક્ષુ અખંડાનંદે જનસેવાના ઉચ્ચ પ્રક્રાર દેખાડ્યો છે. ૧૮જ | 1942 તેમણે અજ્ઞાનરૂપી અંધાપે દૂર કરવા માટે પુસ્તક દ્વારા ઉત્તમ વાચનરૂપી રસાયન લાખો ગુજરાતીઓને પૂરું પાડયું છે. તેમણે ઋષિમુનિઓની વાણી અને વિદ્વાન લેખકોના વિચારોનો પ્રચાર કરી, જનતાને નવું જીવન આપ્યું છે. તેમણે સાહિત્યના મહાન ક્ષેત્રમાંથી ત્રણ સો જેટલાં ઉત્તમ પુસ્તકે ચૂંટીને સર્વ રીતે શુદ્ધ કરીને, સરળ અને સહેલાઈથી વાંચી શકાય તેવા મેટા અક્ષરોમાં છપાવ્યાં અને તેની લાખો પ્રતા ગરીબમાં ગરીબ માણસને પોસાય એવી સસ્તી કિંમતે ગુજરાતના ઘરેઘરમાં પહોંચાડી છે. આ અગ્રગણ્ય સંતપુરુષે જયન્તો માં નિત્યમ્' એ ગીતાસૂત્ર પ્રમાણે છેક છેવટની ઘડી સુધી ગુજરાતનાં જીવનમાં અનેક શુભ સંસ્કારી રહ્યા છે. તે શ્રેષ્ઠ કાર્ય તેમની પાછળ ચાલુ રહે તેવી વ્યવસ્થા પણ તેમણે કરી છે. જ્ઞાનનું દાન એ સૌથી ઊંચું દાન છે, અને એ પ્રદેશમાં પહેલી પતિએ બેસનાર દાતા ભિક્ષુ અખંડાનંદનું સ્થાન ગુજરાતના ગૌરવમાં–હિંદના રાષ્ટ્રજીવનમાં અપ્રતિમ રહેશે. ( રામદાવાદ ને મુંબઈ - સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય { ગુજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 192 193 194