Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 184
________________ બ્રાહ્મણવર્ગ હું બ્રાહ્મણ કહું છું. ૨૮ જે લાલચ વિનાને છે, સત્યને જાણ્યા પછી શંકા વિનાને છે, અમૃત સાથે એકમેક થઈ જવાની દશાને પામે છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૯ જે આ જગતમાં પુથ અને પાપ બન્નેના સંગથી પર થઈ ગયેલો છે, શોક વગરને, મેલ વગરને અને શુદ્ધ છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૦ જે ચંદ્રની પેઠે વિમળ, શુદ્ધ, પ્રસન્ન અને નિર્મળ છે, જેનાં તૃષ્ણ અને સંસાર નાશ પામી ગયેલાં છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૧ જે આ દુર્ગમ માર્ગને પસાર કરી ગયેલ છે, સંસારના ફેરા અને મોહથી અતીત થયેલ છે–તરી ગયેલ છે, પાર પામી ચૂકેલ છે, ધ્યાની છે, અકંપ છે, શંકા વગરનો છે, બંધન રહિત બનીને નિર્વાણ પામેલ છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૨ જે આ જગતમાં કામવાસનાઓને છોડીને અનગાર થઈને ચાલી નીકળેલ છે, જેની કામવાસનાઓ અને સંસાર નાશ પામી ગયેલાં છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૩ જે આ જગતમાં તૃષ્ણાને તજી દઈને અનગાર થઈને ચાલી નીકળેલ છે, જેનાં તૃષ્ણ અને સંસાર નાશ પામી ગયેલાં છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૪ માનવી બંધનાથી અને દિવ્ય બંધનોથી જે અતીત થયેલ છે અને સર્વ પ્રકારનાં બંધનોથી વિમુક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૫ જે મોહમય આનંદ અને દ્રષમય તિરસ્કારને છોડીને શીતળ–સમભાવી થઈ ગયેલ છે, ઉપાધિ વગરને છે, સર્વલોક ઉપર વિજય મેળવનારે વીર છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194