Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 168
________________ તૃષ્ણવર્ગ ૧૧૯ ભોગો દુર્મતિવાળા માનવને નાશ કરે છે, સંસારના પારને શોધનારને નાશ કરતા નથી. દુર્મતિવાળો ભેગેની તૃષ્ણાને લીધે પિતાને નાશ કરે છે અને એ જ પ્રમાણે બીજાએને પણ નાશ કરે છે. ૨૨ ઘાસ ઊગી નીકળવું એ જમીનને દેાષ છે, એકબીજા ઉપર રાગ કરવો એ આ પ્રજાને દોષ છે, માટે જેઓ દોષ વગરના છે એટલે વીતરાગ પુરુષ છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૩ ઘાસ ઊગી નીકળવું એ જમીનને દોષ છે. એકબીજા ઉપર દ્વેષ કરવો એ આ પ્રજાને દેષ છે, માટે જેઓ દેષ વગરના છે એટલે ષ વિનાના છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૪ ઘાસ ઊગી નીકળવું એ જમીનને દોષ છે, એકબીજા ઉપર મેહ કરો એ આ પ્રજાને દેાષ છે, માટે જેઓ દોષ વગરના છે એટલે મોહ વગરના છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૫ * આ બધી ગાથાઓમાં “ખેતર'નું ઉદાહરણ આપીને એમ સૂચવેલું છે, કે માનવમાત્રમાં દે સહજ છે; એટલે જેમ વરસાદ પડે કે ખેતરમાં ઘાસ ઊગી જ નીકળવાનું, એ સમયે ખેતરમાં ઘાસની ઊગણીને કઈ રીતે અટકાવી શકાતી નથી, તેમ મનુષ્ય અંગત જીવનના વ્યવહારમાં કે સામૂહિક જીવનમાં આવ્યું કે તેમાં દે આવવાના જ; એટલે જેમ ઊગેલા ઘાસને કાપી નાખવાનાં સાધને શોધાયાં છે, તેમ એ અંગત જીવનમાં કે સામૂહિક જીવનમાં આવતા દેષોને કાપી નાખવાના ઉપાયો શોધી તે દોષોને જડમૂળથી ઉખેડી નાખવાના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194