________________
ભિક્ષુવર્ગ
૧૨૫
ગુણામાં ન ભમે. પ્રમાદવાળો બનીને રાતા તપેલા લોઢાના ગોળાને ન ગળ–એ ગળાથી દાઝતો “આ દુ:ખ છે” એવી ખૂમ ન પાડ. ૧૨
પ્રજ્ઞા વગર સાધક ધ્યાન કરી શકતા નથી અને ધ્યાન વગરના સાધકમાં પ્રજ્ઞા સંભવી શકતી નથી. જેનામાં ધ્યાન અને પ્રજ્ઞા બંને સાથે છે, તે જ નિર્વાણની નજીક છે. ૧૩
જે ભિક્ષુ એકાંત સ્થાને રહેલો છે, જેનું ચિત્ત શાંત છે તે ધર્મને સારી રીતે સમજી દિવ્ય આનંદ પ્રાપ્ત કરે છે. ૧૪
સ્કોની ઉત્પત્તિ અને વિનાશ વિશે જેમ જેમ વિચાર, કરે છે, તેમ તેમ તે પ્રીતિ અને પ્રમોદ પામે છે. ખરેખર જ્ઞાનીઓ માટે તે પ્રીતિ અને પ્રમોદ અમૃત છે. ૧૫
બુદ્ધશાસનમાં આવેલા પ્રાજ્ઞ ભિક્ષુની જીવનચર્યાને પ્રારંભ આ રીતે થાય છે: પ્રથમ ઇંદ્રિયોને સંયમ, સંતોષ, અપવાદો કરવામાં સંવર-સંયમ અને પવિત્ર રીતે આજીવિકા કરનારા તથા પ્રમાદ વગરના કલ્યાણકાર મિત્રોને સમાગમ.૧૬
આદર સાથે બીજાનું સ્વાગત કરવાની વૃત્તિવાળો થા, આચારમાં કુશળ થા; તેથી વિશેષ પ્રમાદવાળા થયેલો તું – ભિક્ષુ દુ:ખને અંત કરીશ. ૧૭
હે ભિક્ષુઓ ! જેમ જૂઈની વેલ ચાં ફૂલેને ખેરવી નાખે છે, તેમ તમે રાગ અને દ્વેષને ખેરવી નાખે. ૧૮ - શરીરથી શાંત, વાણીથી શાંત, મનથી શાંત, સમાધિવાળે અને લેકની તૃષ્ણાને તજી દેનારે ભિક્ષુ “ઉપશાંત કહેવાય છે. ૧૯
આત્મા વડે આત્માની તપાસ કરવી, આત્મા વડે આમાની પરીક્ષા કરવી; જે ભિક્ષુ જાતે સંચમી અને જાગૃતિ-. વાળે છે, તે સુખે રહી શકશે. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org