________________
ભિક્ષુવર્ગ
૧૨૧
દોષ વગરના છે એટલે તૃષ્ણ વગરના છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૬
ચોવીશમે તૃષ્ણવર્ગ સમાપ્ત.
૨૫ : ભિક્ષવર્ગ આંખને સંયમ સારો છે. કાનનો સંયમ સારો છે. ધ્રાણુ– નાકનો સંચમ સારે છે. જીભનો સંયમ સારે છે. ૧
શરીરને સંયમ સારે છે. વાણુને સંયમ સારે છે. મનનો સંચમ સારે છે. સર્વત્ર સંયમ કરવો સારે છે. જે ભિક્ષુ બધે સ્થળે સંયમયુક્ત થઈને વર્તે છે, તે બધાં દુઃખોથી મુક્ત થઈ જાય છે. ૨
જેના હાથ, સંયત–સંયમવાળા છે, જેના પગ સંયત છે, જેની વાણું સંયત છે, જે સંયમીઓમાં ઉત્તમ છે, અધ્યાત્મપરાયણ છે, સમાધિવાળો છે અને એકલો રહીને સંતોષમાં રહેનાર છે, તેને “ભિક્ષુ” કહેવામાં આવે છે. ૩
જેનું મુખ સંયત છે, જે વિચારીને બાલનારે છે, ઉદ્ધત નથી, એવો ભિક્ષુ વ્યવહારને અને ધર્મને બન્નેને દીપાવે છે; અને તેની વાણુ મધુર હોય છે. આ
જે ભિક્ષુ ધર્મમાં આરામ પામનાર, ધર્મમાં તત્પર, ધર્મ વિશે નિરંતર વિચાર કરનારે અને ધર્મને અનુસરનારે હોય છે તે, સત્ ધર્મથી ચલિત થતો નથી. પણ
પિતાને મળતા લાભની એટલે પિતાને મળતાં ખાનપાન વગેરેની અવગણના ન કરવી. ખાનપાન વગેરેને જે લાભ અન્યને મળે છે, તેની પૃહા ન કરવી. જે ભિક્ષુ એ રીતે બીજાની સ્પૃહા કરે છે, તે સમાધિને પામી શકતા નથી. ૬
ખાનપાન વગેરે થોડું થોડું મળતું હોય તોપણ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org