________________
સહસવર્ગ
૪૧
સંયમથી ચાલનારા તથારૂપ પુરુષની જીતને દેવ, ગાંધર્વ, માર, કે બ્રહ્મા પે તે પણ વિફળ કરી શકતા નથી. ૫,૬
જે માનવ મહિને મહિને હજારો રૂપિયાને ખરચ કરીને સે વરસ સુધી યજ્ઞો કર્યા કરે અને જે માનવ એક પવિત્ર આમાની માત્ર બે ઘડી પૂજા કરે–ઉપાસના કરે, તેમાં સે વરસ સુધી યજ્ઞ કરવા કરતાં પવિત્ર આત્માની માત્ર બે ઘડી ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. ૭
જે માનવ વનમાં રહીને સો વરસ સુધી અગ્નિની ઉપાસના કર્યા કરે અને જે માનવ એક પવિત્ર આત્માની માત્ર બે ઘડી ઉપાસના કરે તેમાં સો વરસ સુધી અગ્રિની ઉપાસના કરવા કરતાં પવિત્ર આત્માની માત્ર બે ઘડી ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. ૮
કોઈ માનવ પુણ્યની આશા રાખીને આ લોકમાં એક વરસ સુધી જે કાંઈ થજન કરે વા હે મહવન કરે, તે બધુ નિષ્કપટ એવા સંત-પુરુષના અભિવાદનના ચોથા ભાગ જેટલું પણ કલ્યાણકારી નીવડતું નથી. ૯
જે માનવ વૃદ્ધ પુરુષોને નિત્ય માન આપે છે અને તેમની નિત્ય ઉપાસના કરે છે તેના આ ચાર ધર્મો વધે છે : આયુષ્ય, વર્ણ (દેહની કાંતિ), સુખ અને બળ. ૧૦
દુરાચારી અને શાંતિસમાધિવિનાને માણસ સો વરસ જીવે તે કરતાં સદાચારી અને ધ્યાની માણસનું એક દિવસનું
શ્રેયસ્કર છે. ૧૧ - દુર્મતિવાળો અને શાંતિસમાધિવિનાને માણસ સો વરસ જીવે તે કરતાં સુમતિવાળા અને ધ્યાની માણસનું એક દિવસનું જીવું શ્રેયસ્કર છે. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org