________________
નરકથ
૧૩
એવા બંને પ્રકારના અસત્યવાદી માણુસા નરકમાં પડે છે. આવા ખને પ્રકારના તે હાલુકામા માસા મૃત્યુ પછી અન્ય અવતારમાં એકસરખી રીતે નરકમાં પડે છે. ૧
એવા ઘણા માણસે છે, જેએ ભગવાં વસ્ત્રો ધારણ કરીને પણ પાપમય પ્રવૃત્તિએ આચરે છે અને સચમ રહિત રહે છે. આવા પાપી લેાકા પેાતાના પાપકર્મોં વડે જ નરકમાં પડે છે. ૨ દુરાચારી બનીને અને સયંમરહિત થઈને દેશનું અન્ન જમવું એના- કરતાં તે! આગની ઝાળ જેવા લાલચેાળ તપેલે લેાઢાના ગેળા ખાવા એ વધારે સારું છે. ૩
પરસ્ત્રીસ`ગી અને પ્રમાદી માણસ દુ:ખનાં આ ચાર સ્થાનાને પામે છે: (૧) અપુણ્ય કરે છે એટલે કે પાપનું આચરણ કરે છે, (૨) નિરાંતે ઊ`ઘી શકતા નથી, (૩) લેાકામાં તેની વગેાવણી થાય છે અને (૪) નરકે જાય છે. ૪
પરસ્ત્રીસ ગીં એક તેા પાપ થાય છે; બીજી પાપી ગતિમાં જવું પડે છે; ત્રીજી એવા માનવ અને એવી સ્ત્રી હંમેશાં ભયભીત જ રહે છે; એટલે ભયભીત પુરુષ ભયભીત સ્ત્રી સાથે ઘણું। જ થેાડે! આનંદ ભેગવી શકે છે; અને ચેાથું એવા ગુના કરનારાઓને રાજા ભારેમાં ભારે દડ-સજા કરે છે; માટે પુરુષે પરસ્ત્રીંસગના ત્યાગ કરવા. પ
હાથમાં ૪ને સારી રીતે ન રાખવામાં આવે તે જેમ તે ૪ હાથને જ ચીરે છે, તેમ સારી રીતે નહિ ધારણ કરેલી દીક્ષા, દીક્ષા લેનારને જ નરક તરફ ખેંચી જાય છે. ૬
જે કાંઈ પુણ્યનું કામ ઢીલી રીતે કરેલુ હેાય અર્થાત્ જે પુણ્યનું કામ કરવામાં ઉમગ ન રહ્યો હાય એવું કામ, જે વ્રત કરતાં વિશેષ કલેશ થતા હૈાય એવું વ્રત અને જેને માત્ર યાદ કરવાથી પણ ભારે ભય પેદા થાય એવી ભૂલેાવાળુ શકિત પ્રહ્મચર્ય એ બધાં કાઈ મેટુ ફળ આપી શકતાં નથી.૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org