________________
નાગવગ
આ મન પહેલાં પોતાના છંદ પ્રમાણે ઈચ્છામાં આવે ત્યાં-મરજી પડે ત્યાં અને મોજ ફાવે તેમ ભટક્યા કરતું હતું, પરંતુ માવત જેમ મદમસ્ત હાથીને અંકુશ વડે તાણે કરે છે, તેમ એ મનને હું હવે વિવેક વડે તાબે કરીશ. ૭
અપ્રમાદી રહે, પિતાના ચિત્તને સાચવી રાખે એટલે ભટકતું ન રાખે. જેમ હાથી કાદવમાં ખેંચી જાય, તેમ આ. આતમાં આ પ્રપંચના કાદવમાં ખેંચી ગયેલો છે; તેને તેમાંથી ઉદ્ધાર કરે. ૮
સારી રીતે વર્તનારે એવો કોઈ અનુભવી ધીર પુરુષ સહચારી તરીકે મળી જાય, તો પછી તમામ વિદ્યાની સામે થઈને પણ તેની સાથે પ્રમુદિત મન રાખીને અને સ્મૃતિમાન બનીને રહેવું જોઈએ. ૯
સારી રીતે વર્તનારે કોઈ અનુભવી ધીર પુરુષ સહચારી તરીકે ન મળે તે જેમ રાજા હારેલા રાજયને છોડીને ચાલ્યો જાય છે, તેમ સાધકે સમૂહને તજી દઈને મતંગજ-હાથી એકલે વનમાં ફર્યા કરે છે તેવી રીતે એકલા જ રહેવું. ૧૦
એકલા રહેવું સારું છે, પરંતુ અજ્ઞાની મૂઢને સહચારી કરવો તે સારું નથી. એકલું રહેવું, પાપને ન કરવાં, ઉત્કંઠા. ન રાખવી અને જેમ મતંગજ-હાથી એકલે વનમાં ફરે છે, તેમ સાધકે એકલા જ રહેવું. ૧૧
કામ આવી પડે, ત્યારે મિત્રો-સહાયકો સુખરૂપ લાગે છે. ગમે તેનાથી સંતોષ માનવો એ પણ સુખરૂપ છે. જીવિતને ક્ષય થાય એ સુખ પુણ્યરૂપ છે અને તમામ દુઃખોને જ્યાં નાશ થઈ જાય છે, એ નિર્વાણુ સાચું સુખ છે. ૧૨
આ જગતમાં માતાની સેવા કરવી સુખરૂપ છે, પિતાની સેવા કરવી સુખરૂપ છે, શ્રમણની સેવા કરવી સુખરૂપ છે અને બ્રાહ્મણની સેવા કરવી સુખરૂપ છે. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org