________________
યમકવર્ગ
બધા વિચારેમાં * મન આગેવાન છે, મન શ્રેષ્ઠ છે અને વિચાર માત્ર મનોમયે છે. જે કોઈ દુષ્ટ મનથી બેલે કે પ્રવૃત્તિ કરે, તેની પાછળ જેમ વાહને જોડેલા પ્રાણીનાં પગલાં પાછળ પૈડું ચાલ્યા કરે છે, તેમ દુ:ખ ચાલ્યા કરે છે. ૧
બધા વિચારમાં મન આગેવાન છે, મન શ્રેષ્ઠ છે અને વિચાર માત્ર મનમય છે. પ્રસન્ન મનથી ખેલનાર કે પ્રવૃત્તિ કરનારની પાછળ, જેમ પડછાયો સાથે છેડચા વિના સાથે ને સાથે ચાલ્યા કરે છે તેમ સુખ ચાલ્યા કરે છે. ૨
** મૂળમાં આ માટે ધર્મ (ધર્મ) શબ્દ છે પાલિશબ્દકોશ “અભિધાનપ્પદીપિકા' માં “ધર્મ' શબ્દના સ્વભાવ, પ્રજ્ઞા, ગુણ વગેરે અનેક અર્થો જણવેલા છે.
આ ગાથામાં “મનનો મુખ્ય સંબંધ છે; માટે તદનુસાર “ધર્મ' શબ્દ તેને એક “વિચાર” અર્થમાં સ્વીકારેલ છે. પ્રવૃત્તિમાત્રના મૂળમાં “વિચાર-સંકલ્પ જ પ્રધાન કારણ છે અને તેનું મૂળ “મન”માં જ છે; માટે “વિચારમાં મન આગેવાન છે', “વિચારોમાં મન એ છે' અને “વિચારો મનમય છે” એમ કહી મનને પ્રધાનપણું આપેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે, કે મન દુષ્ટ હશે તે વિચાર દુષ્ટ રહેવાના, અને વિચારો દુષ્ટ હશે તો પ્રવૃત્તિ પણ દુષ્ટ–દુઃખકર જ થવાની; એથી ઊલટું મન પ્રસન્ન-વિશુદ્ધ હશે, તો વિચાર પ્રસન્ન રહેવાના, અને વિચાર વિશુદ્ધ હશે તો પ્રવૃત્તિ પણ પ્રસન્ન-વિશુદ્ધ– " સુખકર થવાની. આ ક્રમ પ્રમાણે જોતાં વિશુદ્ધ-પ્રસન્ન-સુખકર પ્રવૃત્તિમાં રહેવાની વૃત્તિવાળા મનુષ્ય સૌથી પ્રથમ મનને જ કેળવવું જોઈએ. આમ કર્યા સિવાય બીજી ગમે તેટલી બહારની વિધિઓ (ક્રિયાકાંડે) જાય, તે બધી લગભગ નકામી જાય છે, અને કેટલીક વાર તો તે બધી બહારની વિધિઓ ભારરૂપ વ્યસન જેવી બની જઈ મનુષ્યને મૂઢ અને જડ પણું બનાવી મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org