________________
૨૭
બાલવર્ગ
સાધકને પિતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દઢપણે એકલા જ જીવન વીતાવવું પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ૨
“પુત્રો મારા છે”, “ધન મારું છે એમ કહી કહીને મૂઢ મનુષ્ય હેરાન થાય છે, પરંતુ પિતે જ પોતાને. નથી, ત્યાં પુત્રો કે ધન પિતાનું શાનું થઈ શકે ? ૩
જે મૂઢ મનુષ્ય પોતાની મૂઢતાને જાણે છે, તેને પંડિત કહી શકાય અને જે મૂઢ પિતાને પંડિત માને છે, તેને મૂઢ કહી શકાય. ૪
મૂઢ માનવી જીવતાં સુધી પણ પંડિતનો સમાગમ સેવે છતાં જેમ કડછી દાળના રસને જાણ શકતી નથી, તેમ તે ધર્મને જાણી શકતો નથી. ૫
ડાહ્યો મનુષ્ય બે ઘડી પણ પંડિતનો સમાગમ સેવે એટલામાં જ જેમ જીભ દાળના રસને જાણે છે, તેમ તે ધર્મને સત્વર જાણી જાય છે. ૬
દુઝ બુદ્ધિવાળા મનુષ્યો શત્રુની સાથે વર્તતા હોય તેમ પોતાના આત્મા સાથે વર્તે છે. તેઓ જેનાં ફળ કડવાં હોય છે, એવાં પાપકર્મો કરતા રહે છે. ૭
જે કર્મ કર્યા પછી પસ્તાવું પડે અને જેનું પરિણામ આંસુવાળે મોઢે રેતાં રેતાં ભોગવવું પડે, તે કર્મ કરવું સારું નથી. ૮
જે કર્મ કર્યા પછી પસ્તાવું ન પડે અને જેનું પરિણામ પ્રસન્ન ચિત્ત આનંદ સાથે ભેગવવાનું આવે, તે કામ કરવું સારું છે. ૯
પાપનું ફળ જ્યાંસુધી પાકતું નથી, ત્યાંસુધી મૂઢ માણસ પાપને મધ જેવું મીઠું માને છે; પરંતુ જયારે પાપનું ફળ પાકી જાય છે, ત્યારે એ મૂઢ દુ:ખ પામે છે, ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org