________________
॥ नमो तस्स भगवतो अरहतो सम्मासम्बुद्धस्स ॥
धम्मपदं
१: यमकवग्गो मनोपुब्बङ्गमा धम्मा मनोसेट्ठा मनोमया । मनसा चे पदुढेन भासति वा करोति वा । ततो नं दुक्खमन्वेति चक्कं व वहतो पदं ॥१॥ मनोपुब्बङ्गमा धम्मा मनोसेट्ठा मनोमया । मनसा चे पसन्नेन भासति वा करोति वा । ततो नं सुखमन्वेति छाया व अनपायिनी ॥२॥
- ૧ : યમકવર્ગ [ પુરતકના પ્રારંભના પ્રકરણનું નામ યમકવર્ગ છે. “યમ” એટલે જેડું–બબેનું જોડું: પ્રથમ વર્ગમાં બબ્બે ગાથાની જોડી આપેલી છે. પહેલી ગાથા દુઃખનાં કારણ વિશે છે, તે બીજી ગાથા સુખનાં કારણ વિશે છે. એ જ રીતે, ત્રીજી ગાથા વૈરને ન શમવાનાં કારણે બતાવે છે, તો ચોથી ગાથા વૈરને શમવાનાં કારણે બતાવે છે. એ જ પ્રમાણે, સાતમી ગાથા અસંયમી વિશે છે, તે આઠમી ગાથા સંયમી વિશે છે. એમ સળંગ આ આખો વર્ગ દસ ગાથાની જોડીનો છે. એટલે આ વર્ગની વીસે ગાથાઓને એકબીજા વિરોધી વિષયને લગતી સમજવાની છે; અને આમ જેડીજેડીમાં ભાવવાહી ગાથાઓ રચાયેલ છે. માટે જ આ વર્ગનું નામ “યમકવર્ગ' સાર્થક છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org