________________
અધ્યક્ષપણ નીચે એક મુનિસંમેલન ફરી બોલાવવામાં આવ્યું. આ સંમેલનમાં વિભિન્ન વાચનાઓને સમન્વય કરીને આગમને પ્રથમ વાર જ લિપિબદ્ધ કરવામાં આવ્યા. વેતામ્બર સમ્પ્રદાય દ્વારા માન્ય વર્તમાન સમયે ઉપલબ્ધ અર્ધમાગધી આગ આ સંમેલનના પ્રયત્નોનું પરિણામ છે. આ સમય સુધી માં અગિયાર મુખ્ય અંગ ગ્રંથો ઉપરાંત આગમ સાહિત્યના અન્ય ગ્રંથે પણ સંકલિત થઈ ચૂક્યા હતા. કુલ આગમ ગ્રંથોની સંખ્યા ૪૫ થઈ ગઈ હતી, આ રીતે સ્થૂળ દૃષ્ટિએ તે આગમને રચનાકાળ મહાવીરને સમય છે, પરંતુ તેમને લેખન કાળ ઈસુની ૪ થી–૫ મી શતાબ્દી છે. આ એક હજાર વર્ષના ગાળાની સંસ્કૃતિ આગમમાં સમાઈ છે.
અર્ધમાગધી આગમ સાહિત્ય કેટલાક ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તેમાં અંગ મંથ ૧૧ છે જેમાં આચારાંગસૂત્ર, મૂત્રકૃતાંગસૂત્ર આદિ છે. ૧૨ ઉપાંગ ગ્રંથ છે જેમાં પપાતિક સૂત્ર, રાજ,શ્રીય આદિ છે. છેદમૂત્ર ૬ છે –નિશીથસૂત્ર, આવશ્યકસત્ર વ. મૂળ સૂત્ર ૪ છે-ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિકસુત્ર આદિ. તથા ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકા ગ્રંથ છે. આગમગ્રંથનું આ વિભાજન કેઈ એક જ સમયે નિર્ધારિત નથી કરવામાં આવ્યું, પરંતુ ઈસુની ૫ મી શતાબ્દીથી ૧૫ મી શતાબ્દી સુધી વિષયવસ્તુ અનુસાર આ વિભાજન થતું રહ્યું છે. ઉપરાંત આગમ સાહિત્યનું મુખ્ય વિષયોની દૃષ્ટિએ અનુયોગોમાં પણ વિભાજન થયું છે. આ વિભાજન પ્રાચીન છે. આર્થરક્ષિતસૂરિએ આગમ સાહિત્યના જે ચાર ભાગ કર્યા છે તે આ પ્રમાણે છે
૧, ચરણુકરણાનુયોગ - આચાર, વ્રત, ચારિત્ર, સંયમ આદિનું વિવેચન. ૨. ધર્મ ક્યાનુગ –ધર્મનું પ્રરૂપણ કરતી કથાઓનું વિવેચન. ૩. ગણિતાનુયોગ –ગણિત સંબંધી વિષયોનું વિવેચન, ૪. દ્રવ્યાનુયોગ – અને નવ પદાર્થોનું વિવેચન. દિગંબર પરંપરામાં આગમ સાહિત્યના અનુયોગેના નામ થોડાં જ છે. જેમ કે, ૧. પ્રથમાનુયોગ – મહાપુરુષોના જીવન ચરિત્ર આદિ. ૨, કરણનગ – લોકનું સ્વરૂપ તથા ગણિત આદિ. . ચરણનુગ – આચારશાસ્ત્રનું નિરૂપણ. ૪. દ્રવ્યાનુયોગ – દ્રવ્ય અને પદાર્થોનું વિવેચન.
આગમ–સાહિત્યના વિષયવસ્તુનું આ સ્થળ વિભાજન છે, કારણ કે કરણાનુયોગના ગ્રંથોમાં પણુ ધર્મકથા અને દ્રવ્યનું વિવેચન મળી આવે છે, તેમ જ દ્રવ્યાનુયેગના ગ્રંથોમાં પણ કેટલાંક દૃષ્ટાંતો અને સ્થાઓના સંકેતો પ્રાપ્ત થાય છે. છતાં પણ વિષયના અધ્યયનની દૃષ્ટિથી આ વિભાજનમાં સગવડ રહેલી છે. આ વગીકરણના આધારે અર્ધમાગધી આગમ સાહિત્યના ગ્રંથેનું વિભાજન આ રીતે કરી શકાય૧. ચરણકરણાનુયોગ– આમાં આચારાંગસૂત્ર, પ્રશ્નવ્યાકરણ, દશવૈકાલિકસૂત્ર, નિશીથ, વ્યવહાર, બૃહતક૬૫ તથા
આવશ્યકસૂત્ર આદિ ગ્રંથોનો સમાવેશ કરી શકાય. ૨. ધર્મકથાનુયોગ – આમાં જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશા, અન્તક્તદશા, અનુત્તરપપાતિકદશા, વિપાકસૂત્ર, ઓપપાતિક,
રાજપ્રક્ષીય, નિરયાવલિકા, કપાવતસિકા, પુપિકા તથા ઉત્તરાધ્યયનસૂત્ર આદિ આગમ મંથને મૂકી શકાય. ૩. ગણિતાનુયોગ– આમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રાપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરે આવે. ૪. દ્રવ્યાનુયોગ – આમાં સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યા પ્રાપ્તિ, પ્રજ્ઞાપના, નન્દી, અનુયોગ દ્વાર વ. ગ્રંથેના
સમાવેશ થાય છે.
અનુયોગેમાં આગમનું આ વિભાજન પણ ઘૂળ જ છે. કેમ કે એક જ ગ્રંથમાં અનેક વિષય મળી આવે છે. આગમ સાહિત્યના વિષયોને આ ચાર અનુગોમાં વિભાજિત કરવા માટે પ્રત્યેક આગમનું અંતરંગ અધ્યયન કરીને તેના વિષયોને આ ચાર અનુગોમાં વિભાજિત કરવા પડે, દરેક ગ્રંથની વિભાજિત સામગ્રીને અલગ-અલગ અનુયોગમાં
છે. શાસ્ત્રી, રેવેનમુનિ : નિન નાનમ રાશિ : મનન મૌર મસા, પૃ. ૨૬. ૨. ન. કે. વીવીન્દ્રઃ નિન કાળ ને મારતીય સમાન્ન. ૨. માયનિરિ, ૨૬-૨૭૭. ४. रत्नकरण्ड श्रावकाचार, अधिकार १, श्लोक ४३-४६.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org