Book Title: Dharmakathanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તાવના આગમ કથા-સાહિત્ય મીમાંસા છે. પ્રેમ સુમન જેન (અધ્યક્ષ, જેનવિદ્યા અને પ્રાકૃત વિભાગ, સુખડિયા વિશ્વવિદ્યાલય, ઉથપુર) આગમ પરિચય – પ્રાકૃત ભાષામાં જે સાહિત્ય રચાયું છે તેમાં આગમ સાહિત્યનું મહત્વપૂર્ણ સ્થાન છે. જેન પરમ્પરામાં ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ જ્ઞાન માટે આગમ શબ્દ અધિક પ્રચલિત થઈ ગયો છે, જેને પ્રાચીન કાળમાં શ્રત અથવા સમ્યક શ્રત કહેવામાં આવતું, આપ્તવચન, પ્રવચન, જિનવચન, ઉપદેશ આદિ અનેક શબ્દ આગમ માટે પ્રયુક્ત થયા છે. મહાવીરને ઉપદેશ તત્કાલીન લોક ભાષા અર્ધમાગધીમાં પ્રચલિત થયો હતો. આથી આગમોની ભાષા પણ મુખ્યતવે અર્ધમાગધી છે. મહાવીર પાસેથી તેમના શિષ્ય ગણધરોએ જે સાંભળ્યો હતો તેવા અર્થને પિતાના શબ્દોમાં નિબદ્ધ કરી લીધો હતો. પછી તે શબ્દ અને અર્થરૂપ ઉપદેશ પિતાના શિષ્યોને કહ્યો હતો. આ રીતે શ્રત પરંપરા વડે મહાવીરના ઉપદેશને આગમ રૂપે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ આગમમાં માત્ર મહાવીરના જ શબ્દો નથી, પરંતુ તેમાં ગણધર અને તેમના શિષ્યોનું પ્રસ્તુતીકરણ પશુ સંમિલિત છે. છતાં પણ આગમાના વિષય વસ્તુના અવલોકનથી એ સ્પષ્ટ છે કે આગમોના મૂળ રૂપમાં ઘણું ડું પરિવર્તન થયું છે. આગમો વર્તમાન યુગને મહાવીરની વાણ સાથે જોડવામાં એક સેતુનું કામ કરે છે. આગમોના સંકલનમાં તેમ જ તેમને સુનિશ્ચિત સ્વરૂપ પ્રાપ્ત કરવામાં લગભગ ૧૦૦૦ વર્ષને સમય લાગ્યો હતે. આ વિશે દિગબર અને શ્વેતામ્બર પરંપરામાં બે વિચારધારાએ પ્રવર્તે છે. દિગમ્બર પરંપરા અનુસાર ભગવાન મહાવીરના નિર્વાણ પછી બસો વર્ષ બાદ શ્રુતકેવળી ભદ્રબાહુ થયા. તેઓ મહાવીરના સમસ્ત શ્રુતજ્ઞાનના અંતિમ ઉત્તરાધિકારી હતા. ચન્દ્રગુપ્ત મૌર્યના સમયમાં ભીષણ દુકાળ પડવાના કારણે શ્રમણ સંઘ અસ્તવ્યસ્ત થઈ ગયો. આથી દેશકાળની સ્થિતિના કારણે મહાવીર દ્વારા કથિત આગમાનું જ્ઞાન ક્રમશઃ ક્ષીણ થઈ ગયું. વીર-નિર્વાણુના ૬૮૩ વર્ષ પછી બારમા અંગ દષ્ટિવાદનો કેટલોક અંશ જ બાકી બચે હતો. તેના આધારે ધરસેન આચાર્યના તત્ત્વાવધાનમાં પખંડાગમ અને ગુણધર આચાર્યના તરવાવધાનમાં કષા પ્રાભત નામક આગમસૂત્ર ગ્રંથ રચવામાં આવ્યા. આ ગ્રંથની ભાષા શીરસેની પ્રાકૃત છે. આગળ જતાં આ જ ગ્રંથોના આધારે આચાર્ય કુન્દકુન્દ આદિ દિગમ્બર પરંપરાના આચાર્યોએ જૈન દર્શનના સ્વતંત્ર ગ્રંથ રયા. આ ગ્રંથને શોરસેની આગમ તરીકે ઓળખવામાં આવે છે. શ્વેતામ્બર સંપ્રદાયની પરંપરા અનુસાર ભગવાન મહાવીરના ઉપદેશને મૂળ રૂપમાં સુરક્ષિત રાખવા માટે જૈન મુનિઓએ અનેક વાચનાઓ કરી છે. મહાવીરના નિર્વાણ પછી ૧૬૦ વર્ષ બાદ પાટલિપુત્રમાં રસ્થૂલભદ્ર આચાર્યની સ્મૃતિના આધારે અગિયાર અંગોનું સંકલન કરવામાં આવ્યું. પરંતુ ત્યાં ઉપસ્થિત આચાર્યોને બારમાં અંગ ગ્રંથ દષ્ટિવાદનું સ્મરણ ન હોવાથી તેનું સંકલન થઈ શકયું નહીં. આ પ્રથમ વાચનામાં વ્યવસ્થિત આગમ સાહિત્ય જ્યારે ફરી છિન્ન-ભિન્ન થવા લાગ્યું ત્યારે વીરનિર્વાણુ વર્ષ ૮૨૭-૮૪૦ વચ્ચે આચાર્ય દિલે મથુરામાં મુનિસંઘનું એક સંમેલન બોલાવ્યું, જેમાં તે જ અગિયારે આગમોને ફરી વ્યવસ્થિત કરવામાં આવ્યા. વીર-નિર્વાણુ વર્ષ ૮૮૦ માં વલભીનગરમાં દેવાદ્ધ ગણિના १. सुयसुत्तगथ सिद्ध तपवयणे आणवयण उवएसे । पण्णवण आगमे या एगठा पज्जवा सुते ॥ -અનુiદ્વાર ૪, વિરોષાવરમાણે નાથા ૮૧૭. २. भगव' च ण' अद्धमागहीए भासाए धम्ममाइक्खड ।-समवायांगसूत्र, पृ ६०. રૂ. ટોશો, ૧. વેરહારઃ જૈન સાહિયાં ઇહર તિરૂાસ, મા. ૨, પૃ. ૧૧. ४. जन, डो. हीरालाल : भारतीय संस्कृतिमे जैन धर्म का योगदान. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 538