Book Title: Dharmakathanuyoga Part 2 Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania Publisher: Agam Anuyog Prakashan View full book textPage 8
________________ અનુગની સાર્થકતા : એક ચિંતન જેન આગમોની વિષયાનુસારી વ્યાખ્યા શૈલીને “અણુગ” કહેવાયેલ છે. ‘આ’ને અર્થ “સક્ષમ છે. સૂત્ર' સૂક્ષમ હોય છે, આથી તાત્પર્ય એ નીકળ્યું કે સૂત્રને અભિધેય (અર્થ)ની સાથે રોગ-સંબંધ એડવો, સૂત્રાનુસારી અર્થની વ્યાખ્યા, અન્વેષણ તથા અનુયોજન કરવી તે “અનુયોગ' કહેવાય છે. પ્રાચીન કાળમાં શાસ્ત્ર-સ્વાધ્યાયની એક વિશેષ પરિપાટી હતી, કે ગુર–ગમથી જે શાસ્ત્રો શીખવામાં આવતાં તેમને અર્થ વિશેષ નય, નિક્ષેપ શાલી (અનેકાન્ત શિલી)થી સમજાવવામાં આવતું. દષ્ટિવાદ(બારમું અંગ)ની વ્યાખ્યા કરતી વેળાએ સાતે નની યોજના કરવામાં આવતી, પ્રત્યેક નય-દષ્ટિથી તેની વ્યાખ્યા કે ચિંતન કરવામાં આવતું. કાલિક શ્રત (૧૧ અંગ આગમ)ની વ્યાખ્યા કરતી વખતે પણ ઓછામાં ઓછું નગમ, સંગ્રહ અને વ્યવહાર–આ ત્રણ નવ શિલીઓ વડે વિચાર કરવામાં આવતો. કાળના પ્રભાવે મતિવાન શ્રુતજ્ઞાનની વિશેષ નિમળતા ઓછી થવા લાગી, શાસ્ત્રોના અર્થ અનુસંધાનમાં પ્રમાદ થવા લાગ્યો ત્યારે મહાન મૃતધર આર્ય વજીના શિષ્ય આર્ય રક્ષિતસૂરિએ આગમોની વ્યાખ્યા માટે અનુગ શૈલીનું પ્રચલન કર્યું. અનુગ બીજ રૂપે તે મૂળ સૂત્રોમાં વિદ્યમાન છે જ, પરંતુ જ્યાં સુધી નય–નિક્ષેપ શૈલીનું પ્રવર્તન રહ્યું ત્યાં સુધી અનુગનું વિશેષ પ્રચલન થઈ શકયું નહીં. આર્ય રક્ષિતસૂરિએ આવનાર યુગના આગમ–અવાસીઓની બૌદ્ધિક ક્ષમતા (ક્ષયોપશમ)ને ધ્યાનમાં રાખી અનુયોગ શૈલીથી આગમની વ્યાખ્યા કરો; તે યુગમાં આ શૈલી અત્યંત સુગમ ગણાઈ, એટલે અધિક લોકપ્રિય બની. આરક્ષિતસૂરિએ સૂર્ય પ્રાપ્તિ આદિ ખગોળ-ભૂગોળ વિષયક આગમોને “ગણિતાનુયોગ'માં સમાવેશ કર્યો. તેમણે આત્મા, દ્રવ્ય, પુદ્ગલ, કર્મ આદિનું ગહન વર્ણન કરતાં આગમોને ‘વાનુગ'માં અને શ્રમણાચાર, શ્રાવકાચાર સંબંધી વિષયોને “ચરણુકરણાનુયોગ'માં સમાવ્યા. આ બધા પછી જે ધર્મ કથા, રૂપક, દૃષ્ટાંત આદિ વિષય વધ્યા તે બધાં ધર્મકથાનુયોગ” (ધમ્મકહાણુગ)માં સમાવિષ્ટ માનવામાં આવ્યાં. વર્તમાન યુગના માનવીની બૌદ્ધિક ક્ષમતા, જ્ઞાનને ક્ષયોપશમ તથા આગમ વિષયોની રુચિ જોતાં આ “વગીકરણ' અત્યંત સરળ અને ઉપયોગી જણાય છે. આની વિશેષ ઉપયોગિતા જણાતાં જ “અનુયોગ વગીકરણને સંક૯૫ મારા મનમાં દઢ થયો અને હું આ શ્રુત-સમુપાસનામાં ઉદ્યત થયો. સર્વ પ્રથમ ગણિતાનુયોગનું કાર્ય ઉપાડયું. કંઈક અંશે માર્ગદર્શન કેને અભાવ, સાધનની અપતા તથા પિતાને નવો નવો જ અનુભવ હોવાના કારણે આ કાર્યમાં અનેક મુશ્કેલીઓ આવી પડી, શ્રમ અધિક અને ફળ અ૫.અતિ અધિક શ્રમ કર્યા પછીય જ્યારે લાગતું કે આ કામ ઠીક રીતે નથી થયું કે આટલી ખામી રહી ગઈ છે તો તે બધાને રદ કરીને ફરી નવેસરથી સંકલન કરવાનું શરૂ કરતો. આમ પ્રથમ કાર્યમાં અતિ અધિક શમવ્યય થયો, સમય પણ અધિક લાગે, પરંતુ કાર્ય જ્યારે મૂર્ત સ્વરૂપમાં વિદ્વાન સમક્ષ રજૂ થયું ત્યારે બધાએ પસંદ કર્યું અને મુક્તકંઠે તેની ઉપયોગિતા બધાએ સ્વીકારી. ધર્મકથાનુયોગનું કાર્ય શરૂ કર્યાને લગભગ પાંચ વર્ષ થયાં છે, સર્વ પ્રથમ મૂળ સૂત્ર માત્ર તૈયાર થયું. મૂળ સંપાદનમાં પણ અનેક બાધાઓ અને સમસ્યાઓ ઉપસ્થિત થઈ જેની ચર્ચા મેં ધમ્મકહાણુઓન મૂલ'ના મારા વક્તવ્યમાં કરી છે. સહુથી વિકટ સમસ્યા એ હતી કે આગમ-પાઠાનું સર્વ સંમત કે શુદ્ધ સંસ્કરણ હજી સુધી ઉપલબ્ધ નથી, સર્વત્ર પાઠ-ભિન્નતા, સૂત્રોક ભિન્નતા તથા પાઠોની વિવિધતા, “જાવ' વગેરે પ્રયોગોની વિચિત્રતા નજરે પડે છે. આ સમસ્યાના સમાધાનને ટકે માગ એ વિચાર્યું કે કેાઈ એક કે બે સંસ્કરાને માન્ય રાખી તેમાં મૂળપાઠ સ્વીકારો જેથી કરીને કાર્ય કરવામાં અનાવશ્યક દીર્ધ વિલંબ ન થાય. આ નિર્ણય પ્રમાણે શ્રી પુષ્ક ભિકબૂના “સુતાગમે' તથા * ધમકથાનુયોગ – હિન્દી, ભાગ-૨ માંથી ઉદ્દધૃત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 538