________________
આચાર્ય શ્રી તુલસીના “અંગચુરાણિ'ના પાઠે “ધર્મકથાનુગ” માટે આધારભૂત ગણવામાં આવ્યા. જો કે આ બને સંસ્કરણની પૂર્ણ શુદ્ધતા તથા એકરૂપતા બારામાં મને અને અન્ય વિદ્વાનેને પૂર્ણ સંતોષ નથી, પરંતુ કંઈ નહીં તેના કરતાં કંઈક સારું' નીતિનું અનુગમન કરી આને સ્વીકાર કરવામાં આવ્યું.
ધમકથાનયોગને પ્રથમ ભાગ, જેનાં બે કંધ છે, તે ગયા વર્ષે પ્રકાશિત થઈ ચુકયો છે. તેમાં શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રીએ વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી છે. હવે આ બીજો ભાગ–જેમાં ૩ થી ૬ સુધીના કંધે છે–વાચકો સમક્ષ રજુ કરાય છે. આમ ધર્મકથાનુગ સંપૂર્ણ થઈ ગયેલ છે. તેની વિસ્તૃત જાણકારી વાચક વિષયસૂચિ જોઈને મેળવી શકશે.
આ ભાગની સુંદર પ્રસ્તાવના જેન કથા-સાહિત્યના વિશેષજ્ઞ ડે. પ્રેમસુમન જેને લખી છે, જેમાં અનેક જ્ઞાનવર્ધક તથા સંશોધનાત્મક ચર્ચા છે, વાચક તે મનોવેગપૂર્વક વાંચે. પં. શ્રી દલસુખભાઈ માલવણિયાનો સૌજન્યપૂર્ણ સહયોગ માર્ગદર્શક નીવડયો છે. અનુવાદ કર્યો છે. શ્રી દેવકુમાર જૈને તથા મુદ્રણ આદિની દૃષ્ટિએ બધી વ્યવસ્થા શ્રીચંદજી સુરાણુએ સંભાળી છે.
શારીરિક અસ્વસ્થતાને કારણે હું અનુવાદ આદિનું પૂર્ણ નિરીક્ષણ કરી શક્યો નથી, આથી જે કોઈ સ્થાન શંકાસ્પદ કે વિવાદાસ્પદ જણાય તે વાચક વિવેકબુદ્ધિપૂર્વક તેનું સમ્યક સંશોધન કરવાના પ્રયાસ કરે..
મારા અંતેવાસી શ્રી વિનયમુનિ “વાગીશને શારીરિક અને માનસિક સહયોગ મારા આ કાર્યમાં આધારભૂત બન્યો છે. શ્રી મહેન્દ્ર ઋષિજીને સહકાર પણ મને મળતો રહ્યો છે. આથી હું બધા જ સહગદાતાઓનું પ્રમોદભાવપૂર્વક સ્મરણ કરું છું અને આશા રાખું છું કે વાચકે આ મહાન ગ્રંથોને સ્વાધ્યાય કરી જીવનને સફળ બનાવશે.
શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર
આબુ પર્વત
–મુનિ કહેયાલાલ કમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org