Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ . , આ પ્રસ્તાવના. જાવે તેવી છે. આ કથાના પ્રસંગો સાથે જે જે સ્થળે જરૂરીઆત લાગી છે તે તે સ્થળે સામાન્ય લૅક દ્વારા અને ઉપદેશના વચને દ્વારા સંસારની અનિત્યતા, કૃપણપણાના દેવ, દાનને મહિમા વિગેરે બધ તેઓએ પ્રસંગનુસાર લખ્યો છે. ઉપદેશની ભાષા અને વિચારે પણ મનહર અને રસમય કર્તાએ ગોઠવ્યા છે, વાંચનારને આખા ગ્રંથમાં કઈ પણ વિભાગ કંટાને આપે તે અથવા વાંચતાં નિરસ લાગે તે લખેલજ નથી. ગ્રંથ શરૂ કર્યા પછી પૂર્ણ થાય ત્યારેજ ગ્રંથ વાંચવાને વિચાર અટકે છે, અને એકવાર વાંચ્યા પછી વારંવાર વાંચવાનું વિચાર રહ્યા કરે છે. આ ગ્રંથના કર્તાએ નવ પલ્લવ ( વિભાગ ) ગોઠ વ્યા છે, અને દરેક પલ્લવમાં જુદી જુદી બાબતે ગઠવી છે. દરેક પલ્લવમાં જુદા જુદા વિષયે કેવી રીતે ગોઠવ્યા છે, તે આ સાથે લખેલી વિસ્તારવાળી અનુક્રમણિકા વાંચવાથી સમજી શકાય તેમ છે. સં. ૧૯૭૪-૭૫માં પં. ચતુરવિજયજી મહારાજે સપરિવાર ભાવનગરમાં ચોમાસું કર્યું હતું. તેમના શિષ્યરત્ન મુનિ ચિત્તવિજયજીએ વ્યાખ્યાનમાં સૂયગડાંગ સૂત્રની સાથે બીજા વ્યાખ્યાનમાં આ ગ્રંથ વાંચો શરૂ કર્યો હતો. ગ્રંથ વંચાતાં દરેક સાંભળ નારને તે બહુજ આલ્હાદકારક, સાંભળવા લાયક અને અનુકરણ કરવા લાયક લાગ્યું હતું, તેથી શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી આ ઉપયોગી મોટા ગ્રંથનું ભાષાંતર કરીને છપાવવાને નિર્ણય કરવામાં આવ્યા હતા. સભા તરફથી આ ગ્રંથનું ભાષાંતર કરવાનું કાર્ય મુંબઈમાં અભ્યાસ કરતા બંધુ કાપડિયા રતિલાલ ગીરધરલાલ બી. એ. ને સોંપવામાં આવ્યું હતું. આ ગ્રંથના કેટલાક ભાગનું ભાષાંતર કર્યા પછી તે બંધુ અચાનક કાળના કર ઝપાટામાં સપડાઈ ગયા, તેથી મને આ ગ્રંથનું ભાષાંતર પૂર્ણ કરવાની સભાના અગ્રેસરે તરફથી ફરમાશ થઈ અને તદનુસાર આ ગ્રંથ સંપૂર્ણપણે ભાષાંતર કરીને બહાર પાડવામાં આવેલ છે. આ ગ્રંથ બાળકને, સ્ત્રીઓને, વૃદ્ધોને અને સામાન્ય અભ્યાસીને પણ વાંચવા લાયક હોવાથી ગ્રંથના ભાષાંતરની ભાષા