Book Title: Dhanyakumar Charitra Bhashantar Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ પ્રસ્તાવના વાંચ્છા વગર દાન આપવું તે ભાવશુદ્ધ દાન કહેવાય છે. દેહ વિના ધર્મનું આરાધન થતું નથી અને અન્નાદિ વગર દેહ રહેતા નથી, તેથી હમેશાં ધર્મોપગ્રહઘન આપવું. " સુપાત્રદાનને ખરેખરે રહસ્યાર્થી આ લાંબું વાક્ય સમજાવે છે. સુ પાત્રને તેની ધર્મક્રિયાની શુદ્ધતા જળવાઈ રહે તે માટે ગ્ય સમયે દાન આપવાથી તેનાથી ધમકરણ સારી રીતે થઈ શકે છે, અને તે ધર્મધ્યાનમાં કાળ નિર્ગમાવે છે તેથી દેનારને પરમ લાભ મળે છે. આ દાનમાં ચતુર્ભગી પણ ગોઠવવામાં આવેલ છે. દાતા શુદ્ધ અને લેનાર શુદ્ધ, દાતા શુદ્ધ અને લેનાર અશુદ્ધ, દાતા અને * શુદ્ધ અને લેનાર શુદ્ધ, દાતા અને લેનાર બંને અશુદ્ધ. પ્રથમ તે દાતાએ ન્યાયથીજ દ્રવ્ય ઉપાર્જન કરેલું હોવું જોઈએ. તેને વ્યવસાય પાપમય ન હોય, અપ્રમાણિક ન હોય, નીતિ વિરૂદ્ધ ન હોય, પાપવૃદ્ધિ કરાવનાર ન હોય, કેઈની ઉપર ઈર્ષ્યા સંયુક્ત ન હોય. શાસ્ત્રકાર તે દરેક જીવને ચાયથી જ રહેવાની, જીવન ચલાવવાની, વ્યવહાર સાચવવાની અને વ્યાપારાદિ કરવાની ખાસ ભલામણ કરે છે તેવા ન્યાય રહિતપણે જેનું દ્રવ્ય શુદ્ધ રીતે ઉપાજન કરેલ ન હોય તેને શાસ્ત્રકાર ગણત્રીમાંથી જ બાદ કરે છે. ન્યાચોપાર્જિત દ્રવ્ય તે તો શુદ્ધ માર્ગે ચાલવા ઈચ્છનારનું પ્રથમ લક્ષણ છે. આવું દ્રવ્ય મેળવવું તે ખાસ કર્તવ્ય મનાય છે. આવી રીતે દિવ્ય ઉપાઈ તે દ્રવ્યમાંથી શુદ્ધ આહારાદિ નીપજાવી, ઉપરોક્ત લક્ષણવાળા નિમહારાજ કે સાવીને ગય સમયે દાન આપવું તે ઉત્તમોત્તમ છે, પરમ મંગળ રૂપ છે, સર્વ સિદ્ધિ આપનાર છે અને પ્રાંતે મોક્ષમાર્ગે દોરી જનાર છે. આવાં સુપાત્રને સંયમ નિર્વાહાથે જે જે વસ્તુઓની જરૂર છે તે તે શાત સવ વસ્તુઓ તેમને આપવી તે ઉત્તમ દાન છે. આ વસ્તુઓમાં ખાસ કરીને વસ, પાત્ર, ખાવાનાં પદાર્થો, રહેવાનું સ્થળ, શુદ્ધ જળ તથા સંથારો વિગેરે છે. તેમંને કંચન અને કામિનીને તે ત્યાગજ હોય છે, તેથી તે વસ્તુઓના સંબંધમાં વિચાર કરવાને નથી. તે પાત્રોને ધર્મને નિર્વાહ થાય તે માટે જ જોઈતી જરૂરની વPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 748