Book Title: Dhanyakumar Charitra Bhashantar Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ પ્રતાના લાવી મન દયાવડે પીગળવાથી તેમને જોઈતી વસ્તુઓ આપવી અનુપાદાન છે. આ દાન પણ ઉત્તમ ફળ આપનાર છે. આ પણ સગાંસંબંધીઓને, અન્ય સ્વજન વગરને દુઃખી દેખીને અથવા ફરજ સમજીને તેઓને જે કાંઈ આપવું તે ઉચિત દાન છે. અને જગમાં યશ ફેલાય, આબરૂ વધે, રાજ્યદરબારમાં કીતિ ગવાય, સરકાર તરફથી પદવી મળે તેવી આકાંક્ષાથી અને થવા તે લેકે વાહ-વાહ બોલે, સંબંધીઓ જય જય કરે તેને વા ઐહિક ઈરાદાથી કીતિપટહ વગડાવવા માટે-યશને વિસ્તાર થાય તે માટે જે કાંઈ આપવું તે કિતિદાન છે. આ છેલા દાનનું આ લોકમાં યશ મળે તેટલા પૂરતું જ ફળ છે. આ પાંચે દાનમાં પ્રથમના બે દાને સર્વથી ઉત્કૃષ્ટ, પરમ સુખ આપનારા અને ખાસ આદરવા લાયક છે. દાનના આ સિવાય બીજી રીતે ત્રણ ભેદ પણ પાડવામાં આવેલ છે. તે (1) જ્ઞાનદાન, (2) અભયદાન અને ( 3 ) ધર્મોપગ્રહદાન છે. ધર્મને નહિ જાણનારને ધર્મ પમાડે, તેને ઉપદેશ આપ, અભ્યાસના ઈછકને અભ્યાસ કરાવ, તત્રિમિત જોઈતી સામગ્રીઓ એકઠી કરી આપવી તે બધા જ્ઞાનદાનના ભેદ છે. આ દાનથી જીવ હિતાહિત સમજી શકે છે, કરવા લાયક આદરી શકે છે અને હેય વસ્તુને ત્યાગ કરી શકે છે. મન, વચન અને કાયાથી કંઈને વધ કર નહિ, કઈને કરવાનું કહેવું નહિ, અને કરનારની અનુમોદના કરવી નહિ, વળી કેઈ જીવને દુઃખ આપવું નહિ, કેઈને કલેશ કરાવે નહિ, તે અભયદાન છે. દરેક પ્રાણીને રાજ્યપ્રાપ્તિ કરતાં પણ જીવિતવ્ય વધારે વહાલું હોય છે. કેઈ મરવાને ખુશી હેતું નથી, તેથી વન એવું રાખવું કે જેથી કોઈ જીવનું મૃત્યુ થાય નહિ તે અભયદાન છે. મર કહેવું તેમાં પણ હિંસા છે, કેઈને ત્રાસ ઉપજાવ, મન દુભાય તેમ વર્તવું તે પણ હિંસા છે. ત્રીજું ધર્મોપગ્રહદાન તે યોગ્ય સમયે સારા પાત્રને ધમકરણમાં સહાય થાય તે માટે જોઈતી વસ્તુઓ આપવી તે ધર્મોપગ્રહદાન છે. સુપાત્રદાન અને ધર્મોપગ્રહદાન બને એPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 748