Book Title: Dhanyakumar Charitra Bhashantar Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ પ્રસ્તાક્તા. શકે તેવે છે અને મનુષ્યને આત્મોન્નતિ કરાવવામાં ખાસ સાધનભૂત છે. લોભ કે જે સંસારી જીવને માટે શત્રુ છે, તેને હણુંતેિને દૂર કરી યથાશક્તિ આપવું તે દાન છે. અન્ય ધર્મો શીલ, તપ અને ભાવ તે એક જ વ્યક્તિથી (પિતાથી) બને તેવા અને એકને જ (પિતાને જ) ઉપકારક થાય તેવા છે. જે શીલા આચરે, તપસ્યા કરે અને શુદ્ધ ભાવ રાખે તેને જ તેને લાભ મળે છે, અને આ દાન તે બેવડું ફળદાયી થાય છે. દેનાર અને લેનાર બંનેને આનંદજનક, લાભદાયી, હર્ષ કરાવનાર અને તૃપ્તિ અનાર આ દાનગુણ છે. દાનના પાંચ પ્રકાર જૈન શાસ્ત્રકારોએ વર્ણવેલા છે. (1) અભયદાન, (2) સુપાત્રદાન, (3) અનુકંપાદાન, (4) ઉચિતદાન, (5) કીત્તિદાન. આ પાંચ પ્રકારે સમજવા લાયક અને સમજીને અમલમાં મૂકવા લાયક છે. કઈ પણ જીવને વધ કરવો નહિ-હિંસા કરવી નહિ, કોઈનો આત્મા દુભાવ નહિ, કેઈને કલેશ થાય તેવું બોલવું નહિ કે કરવું નહિ, કોઈના જીવને અશાતા થાય તેવું વર્તન રાખવું નહિ–આ સર્વ અભયદાનના પ્રકાર છે. માણસે પોતાનું વર્તન જ એવી રીતનું રાખવું કે અન્ય મનુષ્યને તેને જોઈને પ્રીતિ થાય, પ્રેમ ઉપજે, આહાદ થાય અને ભય માત્રને-કેઈપણ જાતની શંકાને નાશ થાય તે અભયદાન છે. આ દાન બહુ ઉત્તમ છે અને સર્વોત્કૃષ્ટ ફળ આપનાર છે. બીજું દાન સુપાત્રદાન છે. ગ્ય સમયે શુદ્ધ પાત્રને જોઈને તેની ધર્મસાધનાની વૃદ્ધિ માટે-તેની જીવનયાત્રાના નિર્વાહ નિમિત્તે જે જે વસ્તુઓની તેને અપેક્ષા હોય તે સવ વસ્તુઓ તમને આ પવી અને તેની ધર્મકરણીમાં સહાયભૂત થવું તે સુપાત્રદાન છે. આ સુપાત્રદાન પણ બહુ ઉત્કૃષ્ટ દાન છે અને સર્વ પ્રકારની હિક રદ્ધિ સિદ્ધિ, ઉચ્ચ પ્રકારના ભોગપભોગ અને છેવટે સત્કૃિષ્ટ સુખ મેક્ષ આ દાનથી પામી શકાય છે. ત્રીજું દાન . અનુકંપાદાન છે. દીન, ક્ષીણ, દુઃખીને દેખીને, કેઈ નિરાધારને દેખીને, કોઈ અપંગને દેખીને, કઈ ક્ષીણ સંપત્તિવાળાને દેખીને, કોઈ અન્ય વસ્તુના અથને દેખીને તેના ઉપરદયા લાવી-કરૂણPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 748