Book Title: Dhanyakumar Charitra Bhashantar Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ પ્રસ્તાવના: કજ છે. બીજા પણ દાનનાં અનેક પ્રકારે છે, પણ અને ખાસ કરીને સુપાત્રદાનને જ અધિકાર હોવાથી તે સંબંધી જ ચર્ચા કરવાની ધારણા રાખી છે. સુપાત્રદાન તે યોગ્ય પાત્ર જોઈને આપવું તે દાન છે. તે માટે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય લખે છે કે “આ દાનના દાયકશુદ્ધ, ગ્રાહક શુદ્ધ, દેય શુદ્ધ, કાળ શુદ્ધ અને ભાવ શુદ્ધ એવા પાંચ પ્રકાર છે. તેમાં વ્યાપાર્જિત દ્રવ્યવાળે, સારી બુદ્ધિવાળે, આશંસા વિનાને, જ્ઞાનવાનું તથા આપીને પશ્ચાત્તાપ નહિ કરનારે દાન આ પિ તે દાયકશુદ્ધ દાન કહેવાય છે. આવું ચિત્ત, આવું વિત્ત અને આવું પાત્ર મને પ્રાપ્ત થયું તેથી હું કૃતાર્થ થયે છું - એમ માનનારે તે શુદ્ધ દાયક છે. સાવદ્ય વેગથી વિરકત, ત્રણ ગૈરવથી વજિત, ત્રણ ગુપ્તિ ધારક, પાંચ સમિતિ પાળનાર, રાગદ્વેષથી વર્જિત, નગર, નિવાસસ્થાન, શરીર, ઉપકરણાદિમાં મમતા રહિત, અઢાર હજાર શીલના ભેદને ધારણ કરનાર, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીને ધારનાર, ધીર, સુવર્ણ અને લેહમાં સમદષ્ટિવાળા, ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં સ્થિતિ કરનાર, જીતેન્દ્રિય, કુક્ષી સંબળ, હમેશાં સત્યનુસાર જુદી જુદી તપસ્યા કરનાર,. અખંડિતપણે સંયમને પાળનાર, નવ વાડથી શુદ્ધ બ્રહ્મચર્યને પાળનાર–આવા શુદ્ધ ગ્રાહકને દાન દેવું તે ગ્રાહકશુદ્ધ દાન કહેવાય છે. બેંતાળીશ દેષથી રહિત અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય અને વસ્ત્ર, પાત્ર તથા શયન માટે સંથારાદિનું જે દાન તે દેશુદ્ધ દાન કહેવાય છે. યોગ્ય કાળવખત બરાબર હોય ત્યારે યોગ્ય પાત્રને દાન દેવું તે કાળક્રુહ દાન કહેવાય છે અને કોઈ પણ જાતની ભાવી કામના, ઈચ્છા કે 1 રસ ગારવ, ઋદ્ધિ ગારવ, સાતા ગારવ, 2 મન ગુમિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. 3 ઇર્ષા સમિતિ, ભાષા સમિતિ. એષણ સમિતિ, આવનનિપણ સમિતિ, પરિકોપનિકા સમિતિ. 4 ઉદરપૂર્તિ જેટલો જ આહાર કરનાર-ભાતું સાથે નહિ રાખનાર.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 748