Book Title: Chaityaparipatini Vicharna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 7
________________ વિવિધતીર્થકલ્પ' વિગેરે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સકભાષામાં લખાયેલા ઉપયુક્ત લક્ષણવાલા સ્તવનેની કેટિના અનેક પ્રબન્ધો આજે દષ્ટિગોચર થાય છે. ચૈત્યપરિપાટી સ્તવનનું લક્ષણ એ થયા કરે છે કે કોઈ પણ ગામ કે નગરનાં યાત્રાના સમયમાં ક્રમવાર આવતાં દેહરાસરેનાં નામ, તે તે વાસનાં નામ, તેમાં રહેલી જિનપ્રતિમાઓની સંખ્યા વિગેરે જણાવવા પૂર્વક મહિમાનું વર્ણન કરવું અને તેની સ્તુતિ કરવી. વિજયસેનસૂરિને રેવંતગિરિરા,૧૦ હેમહંસગણિની ગિરિનારઐયપરિવાડી, સિદ્ધપુરમૈત્યપરિવાટી, નગાગણિની જાલેરચૈત્યપરિવાડી ૯. સંસ્કૃત અને પ્રાકૃતમાં બનેલા આ તીર્થક પ્રસિદ્ધ છે. એના કર્તા જિનપ્રભસૂરિખરતરગચ્છની લઘુશાખામાં થઈ ગયા છે. તેમણે આ તીર્થકલ્પસંગ્રહ વિક્રમની ૧૪ મી સદીના ઉત્તરાર્ધમાં બનાવ્યો છે. ૧૦. આ રાસે પ્રાચીન ગુજરાતી ભાષામાં લખાએલો છે, એના કર્તા વિજયસેનસૂરિ નાગેન્દ્રગચ્છમાં પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલના સમયમાં અર્થાત વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે. વસ્તુપાલના સંધ સાથે ગીરનારની યાત્રાએ ગયા તે સમયે તેમણે આ રાસ બનાવ્યો હતો. ૧૧. હેમહંસગણિ પ્રસિદ્ધ આચાર્ય મુનિસુંદરસૂરિના શિષ્ય હતા, તેઓ સેળમી સદીના પ્રથમ ચરણમાં વિદ્યમાન હતા, આરંભસિદ્ધિવાતિક, ન્યાયમંજૂષા વિગેરે અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ એમણે બનાવ્યા છે. આ ચૈત્યપરિવાડી તેમણે કયારે બનાવી તે જણાવ્યું નથી પણ સોળમી સદીની શરૂઆતમાં જ બનાવી હોવાનો સંભવ છે. ૧૨. આ ચૈત્યપરિવાડીના કર્તા કે સમયને પત્તો લાગ્યું નથી, પરિવાર બની હોવાનો સંભવ છે.' ૧૩. આ ચૈત્યપરિવાડી સં.૧૯૫૧ ના ભાદરવા વંદિને દિને લાહેરમાં બની હતી, એના કર્તા નગા વા નગષિગણિ આચાર્ય શ્રીહીરવિજયસૂનિટ શિષ્ય કુશલવર્ધનગણિના શિષ્ય હતા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 230