Book Title: Chaityaparipatini Vicharna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 6
________________ તીર્થમાલા અને ત્યપૂરિવાડિયાને વાસ્તવિક ભેદ. યાપિ તીર્થસાલા વ તીર્થમાલાસ્તવને અને ચૈત્યપ્રરિવાડી વા ચૈત્યપરિવાડી સ્તવમાં સામાન્ય રીતે ભેદ નથી ગણવામાં આવતે, તથાપિ તેનાં નામ અને લક્ષણો તપાસતાં તે બન્ને પ્રકારની કૃતિને વાસ્તવિક ભેદ ખુલ્લો જણાઈ આવે છે. તીર્થમાલા સ્તવનનું લક્ષણ એ હોય છે કે પિતે ભેટેલાં વા સાંભળેલાં કે શાસ્ત્રોમાં વર્ણવેલાં નામી નામી તીર્થોનાં ચૈત્ય વા પ્રતિમાઓનું વર્ણન, તેને સાચે વા કલ્પિત ઈતિહાસ, તેનો મહિમા અને તે સંબંધી બીજી બાબતેનું વર્ણન કરવા પૂર્વક તેની સ્તુતિ વા પ્રશંસા કરવી. આચરાંગનિયુક્તિ અને નિશીથચૂર્ણિમાં થયેલી તીર્થોની વોંધ તે આજકાલની તીર્થમાલાઓ અને તીર્થકલ્પનું મૂલ બીજક સમજવું જોઈએ. સિદ્ધસનસૂરિનું સકલતીર્થ સ્તોત્ર, મહેન્દ્રસૂરિનું તીર્થમાલાસ્તવન, જિનપ્રભસૂરિની શાશ્વતાશાશ્વત–ચયમાલા, ૬. આ સંસ્કૃત સ્તોત્ર પાટણમાં સંઘવીની શેરીના તાડપત્રના પુસ્તક ભંડારમાં છે. એના કર્તા સિદ્ધસેનસૂરિ કયારે થયા તેને નિશ્ચય નથી, છતાં સંભવ પ્રમાણે તેરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા સિદ્ધસેન જ એના કર્તા હેવા જોઈયે. ૭. આ પ્રાકૃત સ્તવન પણ તેરમી સદીમાં જ બનેલું સંભવે છે. મહેન્દ્રસૂરિ નામના બે આચાર્ય થયા છે–૧ લા પૂર્ણતલગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રજીના શિષ્ય જે ૧૨૧૪ માં વિદ્યમાન હતા. ૨ જ નાયકીયગચ્છીય જે સં. ૧૨૨૨ માં વિદ્યમાન હતા. આ સ્તવનના કર્તા આ બેમાંથી કયા તેને નિર્ચ થતો નથી. ૮. આ ચૈત્યમાલા અપભ્રંશ ભાષામાં છે, એના કર્તા જિનપ્રભસૂરિ જે ૧૪મી સદીમાં થઈ ચુક્યા છે, જેમણે અનેક ચરિત્રે અને રૂસો અપભ્રંશમાં લખેલા છે. જેથી અન્નાની કવિતા પાટતા મારામાં એસની મળે છે, તેટલી બીજા કેઇ પણ કવિની નથી મળતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 230