________________
દેરાસુરને નીચે સુજબ શિલા લેખ છે.
- નમતુર્વિશતિ શ્રી જિનેન્દ્રભ્યઃ
શ્રી જખ્ખદિપ, દક્ષિણ ભરતક્ષેત્રે ગુજરદેશે સુરત બંદરે ગોપીપુરા મળે શ્રી મહાવીરસ્વામિની પોળને વિષે વીશા પોરવાડ ખાતે ભાગ્યશાળી શાસનઉદ્યોત શ્રાવક શેઠ કલાભાઈ શ્રીપતશ્રી તસ્યસ્ત શેઠ વધુ આતસ્યસૂત વૃજલાલ તસ્યસ્ત શેઠ અનુપભાજી તસ્યસ્ત શેઠ ગોરધનભાઈ મહાપ્રભાવિક નાથબુદ્ધિનિપુણ ધ્યાદાનાદિ ગુણેશભિત શેઠ અનુપશા તસ ભારની બાઈ બીજાબાઈ તત કક્ષે પ્રગટ શેઠ ગોરધનભાઈ અનુપશાજી તરફથી નવો જીનપ્રાસાદ શ્રી અષ્ટાપદજીને -બંધાવ્યો તેને વિષે ચોવીસે જિનેન્દ્ર સ્થાપિત કર્યા છે, તેની પ્રતિષ્ઠા વિક્રમસંવત્સરે ૧૯૪૭ના વશાક સુદ ૬ શુક્રવારે પુનનક્ષત્રે મિથુન રાશિસ્થિત ચં ધૃતિયોગે લગ્નને વિષે શુભ ગ્રહયોગે શુભ મૂહુર્ત પૂર્વ દીપ્તીમત્ આદીનાથજીતનાથી સ્થાપિતૌ ત સર્વ ભગવાન જનજી ભક્તિ કરવાને અર્થે શ્રી વીરનિર્વાણુથી ૨૪૧૩ વર્ષે અંગ્રેજી તારીખ ૨૫મી એપ્રીલ સને ૧૮૬૯ શુભંભવતુ. આ દેરાસરની સ્થિતિ સારી છે. અષ્ટાપદજી એ જેનાં પાંચ તીર્થોમાંનું એક છે. યતઃ
આબુ અષ્ટાપદ ગીરનાર, સમેતશીખર શત્રુંજય ગિરીસાર; પંચેતીક્ષ્ય ઉત્તમ કામ, સિદ્ધ ગાયા તેને કરું પ્રણામ.
આ તીર્થ હાલ આચર્મચક્ષુથી દેખાતું નથી. આ વાહણને આ દેરાસર ખ્યાલ આપે છે.
આ મંદિરમાં શ્રેષ્ઠ શ્રી સરસ ઉમણી હી એકલાલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com