________________
માહિતી હોવાથી તેણે શિલ્પશાસ્ત્રીઓમાં સારૂં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આજે એમને એ ઉત્સાહ દ્ધિંગત થતાં કરીથી તેમણે એ દિશામાં કામ વધાર્યું છે. મહિનાઓ સુધી મહેનત કરી અનેક પ્રાચીન ગ્રંથેામાંથી શિલ્પને ઉપયાગી વાતા લઈ તેમણે બૃહદ્ શિલ્પશાસ્ત્ર ભાગ રો રચ્ચે! છે આજે જનતા સમક્ષ રજુ થાય છે. એમાંના ઘણાખરા ચિત્રા પણ એમણે જાતેજ તૈયાર કર્યાં છે.
આ ગ્રંથમાં મંદિરનાં માપ, પ્રતિમાના માપ, પ્રતિમાના સ્વરૂપે, તથા છેલ્લે અપરાજિત શિલ્પશાસ્ત્રની શરૂઆત કરી છે. આ ભાગ પણ પહેલા જેટલેાજ ઉપયેાગી નિવડશે એમાં શંકા નથી.
આ ગ્રંથમાં એક વસ્તુથી મને બહુજ દુ:ખ થયું છે કે તેમાં સંસ્કૃત શ્લોકેામાં અશુદ્ધિને! પાર નથી. બીજા સ્થળે પણ ભાષાદેષ ઘણા રહી ગયા છે પરંતુ તેને દ્વેષ હું ગ્રંથકર્તાને દેવા ઇચ્છતા નથી. વિશ્ વર્ગે સેવેલી ઉપેક્ષા વૃત્તિથી ધીમે ધીમે શિલ્પનું સાહિત્ય અશુદ્ધ થતું થતું આજે આ હૃદે આવ્યું છે અને એની શુદ્ધિ માટે બહુ સારા સંસ્કૃત વિદ્વાનની જરૂર છે. હું આશા રાખું છું કે ભાઇશ્રી જગન્નાથ ત્રીજા ભાગનું કાર્ય હાથ ધરતી વેળા એવા કોઇ વિદ્વાનને સહકાર શેષશે અને આખા ગ્રંથ ખૂબ શુદ્ધિપૂર્ણાંક બહાર મૂકશે.
આવા સમયમાં આટલા પ્રયત્ન પણ જરૂર પ્રશંસાને પાત્ર છે એમ કહ્યા વિના ચાલતું નથી.
ભારતવર્ષની શિલ્પકળાના ઉદ્ધાર કરવામાં સહુ પ્રયત્નશીલ ચાવ એજ મહેચ્છા.
} ધીરજલાલ ટોકરશી શાહે.
તા. ૬-૭–૩૩. હવેલીની પેાળ, રાયપુર-અમદાવાદ.
"Aho Shrutgyanam"