________________
પિતાની પ્રાચીનકાળાનું ગૌરવ અને સૈદય સમજવાને બદલે અર્થવિહીન પશ્ચિમની કલાનું અનુકરણ કરતો જાય છે અને તેથી જ બેડોળ મકાને, સાંદર્યહીન રાચરચીલું અને અર્થવિહીન પિશાક ગ્રહણ કરતા જાય છે. આ પરિવર્તિત મને દશામાં ભારતવર્ષની બીજી કળાએાની જેમ શિલ્પકળાને પણ ભારે સહન કરવું પડયું છે. આજે સમાજના મેટા ભાગે એને ત્યાગ કર્યો છે, ફક્ત કેટલાક જૈને અને કલાભકતિ. તરફથીજ એ કળાને ઉત્તેજન મળી રહ્યું છે.
શિલ્પકળા પ્રત્યેની આ ઉદાસિનતાએ દિવસે દિવસે આપણુમાંથી સારા શિલ્પીઓને ઘટાડો કર્યો છે અને આજે તો એ સંખ્યા આંગળીને ટેરવે ગણી શકાય ત્યાં આવીને ઉભી છે. આ શોચનીય દશા હિંદીકલાના ભકતોને અસહ્યજ થઈ પડવી જોઈએ. હિંદીકળાને પુનરુદ્ધાર કરવા આજે કેટલાક સ્થળેથી પ્રયત્ન થઈ રહ્યો છે પણ એ પ્રયત્ન હજી પાશેરામાં પહેલી પૂણી જે છે. આથી જે જેઓ પ્રાચીન કળાની ભક્તિમાં માનતા હોય તેમણે તે પ્રાચીન શિલ્પકળાનું સંરક્ષણ કરવાને તથા તેને વિકાસ કરવાને કમ્મર કસવી જોઈએ.
શિલ્પશાસ્ત્ર પર અનેક ગ્રંથો રચાયા છે. એ ગ્રંથનું પદ્ધતિપૂર્વક સંશોધન થાય અને સુંદર રીતે જનતાના હાથમાં મૂકાય તે પણ પ્રાચીન શિલ્પકળાને સારું ઉત્તેજન મળવા સંભવ છે.
પરંતુ આપણા વિદ્ધ વર્ગનું હજી એ દિશામાં જોઈએ તેટલું લક્ષ ખેંચાયું નથી. આ દશામાં જેનાથી જેટલો બને તેટલો પ્રયત્ન કરી છુટવામાંજ કર્તવ્યપાલન છે એમ કહેવું જરાએ અનુચિત નથી.
ભાઈશ્રી જગન્નાથ મીસ્ત્રી જેએ જાતે કુશળ શિલ્પકાર છે અને પ્રાચીન શિલ્પશાસ્ત્ર પ્રત્યે ભારે માન અને આદરથી જોનાર છે, તેમણે પોતાની શક્તિ મુજબ થોડા વર્ષ પહેલાં બૃહદ્ શિલ્પશાસ્ત્ર ભાગ ૧લે બહાર પાડયો હતો. એ ગ્રંથમાં શિલ્પશાસ્ત્રની અનેકવિધ
૪ તેની એક વિસ્તૃત યાદિ જેનાતિના સં. ૧૯૮૯ ના ફાગણ માસના અંકમાં પ્રસિદ્ધ થઈ છે.
"Aho Shrutgyanam