Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 7
________________ પરંતુ જે પોતાના વિરૂદ્ધ આચરણ કરતો હોય તેના પ્રતિ પણ ઉદાર હતા. શ્રીરામે કહ્યું છે કે મધુર વચન સાથે દાન દેવું જોઈએ. મહાભારતમાં મહારથી કર્ણ અને યુધિષ્ઠિરની દાનભાવના સુવર્ણ અક્ષરે અંક્તિ છે. મહાકવિ કાલિદાસે ‘મેધદૂત' માં કહ્યું છે કે દાન માંગવું હોય તો. મહાન વ્યક્તિ પાસેથીજ માંગવું, હીન વ્યક્તિ પાસેથી. નહીં. વિદ્વાન વિજયમુનિ શાસ્ત્રી દાન માટે સ્વપરના કલ્યાણની વાત કરતાં કહે છે કે ભગવાન મહાવીરે દાન માટે ‘મુધાદાયી' અને 'મુધીજીવી' શબ્દનો સુંદર પ્રયોગ કર્યો છે. એજ દાન શ્રેષ્ઠ છે કે જે દેનારના મનમાં અહંભાવ ન પ્રગટે અને લેનારના મનમાં લધુતાભાવ (inferiority complet) ને પ્રગટે આવી દાનમાં લેનાર અને દેનાર બનેનું કલ્યાણ અભિપ્રેત છે. આવું દાન ધર્મદાનું કહી શકાય છે ભવપરંપરાનો અંત કરવાનું કારણ બની શકે છે. શ્રધ્ધા અને ત્યાગની ભાવના દાનક્રિયામાં ભળેલી હોયતો. તે દાન સંપૂર્ણ સફળ બને. આપણે કોઈ મંદિર, ધર્મસ્થાનક, હોસ્પિટલ વિદ્યાસંસ્થા કે સમાજ કલ્યાણની સંસ્થાઓમાં દાન આપીએ ત્યારે આપણે જે સંસ્થાને જમીન, મકાન, રૂપિયા કે ઉપકરણો આપીએ ત્યારે તેજ ધડીએ દાનમાં આપેલ વસ્તુ પરનું મમત્વ છોડી દેવું જોઇએ. વારસાગત-ટ્રસ્ટશીપ, હોસ્પિટલમાં બેડ, કોલેજમાં સીટ, હક્ક, કમીટી મેમ્બરશીપ કે હોદો વગેરે શરતી દાન આપીએ તે પાછળનો હેતુ આપણે દાનમાં આપેલા નાણા અને સાધનોનો બરાબર ઉપયોગ થાય છે તે જોવાનો કે તેનાપર આડકતરું નિયંત્રણ રાખવાનો હોય ત્યાં સુધી ઠીક પરંતુ, તેમાં અહંભાવ, માલિકી ભાવ, સ્વાર્થ કે Attachment ની લાગણી ના રાખીએ તોજ, દાન સાથે ત્યાગ કર્યો કહેવાય, જ્ઞાનીનું કથન છે કે જેમ મળત્યાગ પછી તેની સામું પણ આપણે જોતાં નથી એવો જ ત્યાગ દાન કર્યા પછી કરવો જોઈએ. દાનમાં સંપત્તિની વિસર્જનનો ભાવ દાનનું સાફલ્ય છે. આપણાં મહાકાવ્યો. રામાયણ અને મહાભારતમાં દાનનો મહીમા ઠેર ઠેર મળે છે. ઉદાર વ્યક્તિમાં જ દાતા થવાની ક્ષમતા છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ માત્ર પોતાના મિત્રો પ્રતિ જ નહીં જૈન પરંપરાના પુરાણોમાં આદિપુરાણ, હરિવંશપુરાણ ત્રિશષ્ટિશલાકા પરષ વગેરેમાં દાનસંબંધી કથાનકો અને વર્ણનો. રસપ્રદ અને પ્રેરણાદાયક છે. શાલિભદ્રચરિત્રમાં, શાલિભદ્રના આત્માએ પૂર્વના ભવમાં ખૂબજ ગરીબ અવસ્થામાં પોતાને ખૂબ ભાવતી ખીર ઘણા સમયે મળી પરંતુ, ઉત્કૃષ્ઠ દાનભાવ સાથે એ ખીર સાધુને અર્પણ કરી (વહોરાવી) જેથી તે પુણ્યકર્મ પછીના ભવમાં ઉદયમાં આવવાથી તે એવો સમૃદ્ધ અને મહાન શ્રેષ્ઠી બન્યો કે આજે પણ આપણે ચોપડામાં. દીવાળી સમયે પૂજના કરતાં લખીએ છીએ કે શાલિભદ્રની રિધ્ધિ સિધ્ધિ હજો ! સાથે સાથે આપણે શાલિભદ્ર જેવી દાનભાવના આપણા જીવનમાં પ્રગટે તેવી પણ પ્રાર્થના કરીશું તો આપણામાં ત્યાગભાવનો વિકાસ થશે. અને દાનભાવનાનું પ્રગટીકરણ પણ થશે. ભગવાન મહાવીરે વર્ષીદાનમાં પોતાની સંપત્તિનું દાન આપ્યા પછી ભગવતી દીક્ષા અંગીકાર કરી વનમાં વિહાર કરતાં હતા. તેમની પાસે કશું જ ન હતું પોતાનાં વસ્ત્રો સુધ્ધાનું દાન કરી દિગંબર બની વિહાર કરતાં હતા, ઇન્દ્ર પોતાની લબ્ધિ વડે એક રત્નકંબલ ભગવાનના દિગંબર દેહ પર ઓઢાડયું તે જ ક્ષણે સોમશર્મા નામના ગરીબ બ્રાહ્મણે પોતાને કંઇક દાન આપવા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48