________________
વિહાર કરતાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન હસ્તિનાપુર નગરીમાં પધારે છે. નગરીના રાજા શ્રેયાંસકુમાર પોતાના પ્રતાપી પ્રપિતામહ ઋષભદેવનગરીમાં પધારતા આનંદિત થાય છે. સાથે સાથે તેમને જાતિસ્મરણ-જ્ઞાન થતાં સુપાત્રદાનની વિધિના જ્ઞાતા થતાં પ્રભુને નિર્દોષ શેરડીનો રસ વહોરાવે છે.
એટલે ભિક્ષાપાત્રમાં દાન આપે છે. એ પ્રસંગે આ પુત્રના પ્રથમ સુપાત્રદાનનું ‘અહોદાન’ ‘અહોદાન’ના દિવ્ય ધ્વનિથી સ્વાગત થાય છે. વૈશાખમાસની અક્ષય તૃતીયાને દિવસે આપેલું દાન અક્ષય થયું તેથી ભગવાનના સહજ તપની પાવન સ્મૃતિરૂપે અક્ષયતૃતીયાનો દિવસ આજે પણ તપ મહોત્સવ રૂપે ઉજવાય છે.
ચરમ તીર્થંકર ભગવાન મહાવીર એકવાર કૌશામ્બી નગરીમાં તેર બોલે અભિગ્રહ (ધ્યેય અનુકૂળ સંકલ્પ) કરીને વિચરણ કરી રહ્યાં હતાં. પરંતુ અભિગ્રહ પૂર્ણ ન થવાથી તેઓ (ભિક્ષા) ગોચરી વહોરાવતા ન હતા. એટલે આહારનું દાન ન લેતા હોવાથી તેમને સહજ રીતે પાંચ મહિના અને પચ્ચીસ દિવસના ઉપવાસ થઇ ગયા. આખરે ભગવાન, ધનાવહ શેઠને ત્યાં પધાર્યા. ત્યાં રાજકુમારી ચંદનબાળા મુંડાવેલ માથા સાથે, હાથમાં, પગમાં બેડી સાથે ત્રણ દિવસની ઉપવાસીના હાથમાં સૂપડામાં રહેલા અડદના બાકુળા જોયા. પ્રભુ જયારે ચંદનબાળા તરફ આવી રહ્યાં હતા. ત્યારે ચંદનબાળા વિચારે છે કે, મારા ધન્યભાગ્ય કે હું આજે તીર્થંકર જેવા મહાન આત્માને દાન દઇ શકીશ. પરંતુ બીજી જ ક્ષણે એને એવો વિચાર આવે છે કે હું કેટલી કમનસીબ છું કે આવા મહાત્માને દાન દેવા માટે મારી પાસે આજે તુચ્છ વસ્તુ સિવાય કશું જ નથી. તેથી તેને પોતાની આ પરિસ્થિતિ પર આંખમાં આંસુ આવી જાય છે. આંખમાં આંસુ આવતાની સાથે જ
૧૫
ભગવાનનો તેર બોલનો અભિગ્રહ પૂર્ણ થાય છે અને તે રાજકુમારી પાસેથી અડદના બાકુળા વ્હોરાવે છે. આજે પણ ચંદનબાળાના આ ઉત્કૃષ્ઠ દાનનો આપણે મહામા ગાઇએ છીએ.
જેમની પાસે થોડી જ સંપત્તિ હોય અને તે એ થોડી સંપત્તિનું ભાવપૂર્વક દાન કરે તેવી ગરીબ વ્યક્તિનું દાન ખૂબ જ પ્રશંસનીય છે.
ગુજરાતના ચતુર જૈનમંત્રી વાહડ (વાગ્ભટ) સંઘપતિ હતા. તેમણે ધર્મપ્રભાવના ના કાર્યક્રમની બધાને વાત કરી. બધા શ્રેષ્ઠીઓ ધર્મના કાર્યક્રમમાં સુવર્ણ મુદ્રાઓ ફાળામાં આપતા હતા. ભીમાશાહ નામનો એક ગરીબ માણસ ઊભો થાય. થોડો આગળ આવે ને પાછો બેસી જાય. ચતુર મંત્રી વાગ્ભટ સમજી ગયા કે ભીમાશાહને કંઇક આપવું છે. પરંતુ સંકોચ થાય છે. તેમણે બધા વચ્ચે ભીમાશાહને પૂછ્યું કે ભીમાભાઇ ! તમે સંઘના ફંડમાં કંઇ આપવા માગો છો ? તો અહીં આવી આપો. ભીમાશાહ પાસે પોતાની સંપત્તિમાં માત્ર સાત દમડી હતી. તે બંધ મુઠ્ઠીમાં વાહડ (વાગ્ભટ) મંત્રીને આપી દીધી. ચતુર મંત્રીએ બધાની સામે મૂઠ્ઠી ખોલી સાત દમડી બતાવી જાણે પૂરી ધર્મસભા વિચારતી હતી કે, આટલી મોટી રકમનું ફંડ થઇ રહ્યું છે, ત્યાં માત્ર સાત દમડી લેવાથી શું ? તે ન લઇએ તો ? એટલામાં મંત્રીએ મુનિમજીને બોલાવ્યા અને જાહેરમાં કહ્યું કે, ‘પહેલા તો આપણે દાનવીરોની યાદી લખવી ન હતી, પરંતુ હવે આ ભીમાશાહે દાન આપ્યું છે એટલે યાદી બનાવો અને તેમાં પ્રથમ નામ દાનવીર ભીમાશાહનું લખો. બીજું મારું નામ લખો અને પછી અહીં બેઠેલા દાનવીરોમાંથી એક એક કરીને બધાનાં નામ લખતા જાવ.' કેટલાક લોકો સભામાંથી બોલ્યા કે, ‘માત્ર સાત દમડીનું દાન દેવાવાળાનું પહેલું નામ કેમ ? અમે તો એનાથી કેટલુંય વધુ દાન આપ્યું છે.' ચતુર મંત્રીએ જવાબ આપ્યો
૧૬