Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 40
________________ ૨૦. દાનમાં ધનના પસીનાની સુગંધ હોય ! સમ્રાટ અશોક. કલિંગનું યુદ્ધ ખેલ્યો. પણ યુદ્ધના મહાસંહારે અશોકના અંતરને અકળાવી દીધું. સમ્રાટ અશોકને યુદ્ધના વિનાશથી પારાવાર પસ્તાવો થયો. તે સતત વિચાર કરતો કે એવું શું કરું કે જેથી મારા દુઃખનો બોજ હળવો થાય. યુદ્ધમાં મેળવેલા વિજયને કારણે સમ્રાટ અશોકનો ખજાનો સંપત્તિથી છલોછલ ઊભરાતો હતો. એણે દાન આપવાનું શરૂ કર્યું. તે રોજ બ્રાહ્મણોને દાન આપતો હતો. નગરના બધા બ્રાહ્મણો દાન લેવા માટે આવ્યા, પરંતુ એક ve ગરીબ બ્રાહ્મણ આવ્યો નહીં. એને ધનની ઘણી જરૂર હતી, પરંતુ એ દાન લેવા તૈયાર થયો નહીં. સમ્રાટ અશોકને આશ્ચર્ય થયું કે આ તે કેવો માનવી ? બધા બ્રાહ્મણો દાન લઇ ગયા પણ એ ગરીબ હોવા છતાં કેમ આવતો નથી ? સમ્રાટ, તમે ક્યાં દાન કરો છો ? તમે દાન કરતા હો તો જરૂર હું લેવા આવું. આ સાંભળી સમ્રાટ અશોકના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે કહ્યું જરા વિચાર તો કર ! આટલા બધા બ્રાહ્મણો દાન લઇ ગયા અને તું વળી આને દાન જ કહેતો નથી ! પેલા બ્રાહ્મણે કહ્યું, દાન તો એનું થી શકે જે સંપત્તિ મેળવવા માટે તમે જાતે પરસેવો પાડ્યો હોત. તમે આપો છો એ તો રાજની સંપત્તિ છે. પ્રજાનો ખજાનો છે, એમાંથી તમે આપો કે ન આપો એનો કશો અર્થ નથી. તમે જાતે પરસેવો પાડીને મેળવેલા ધનનું દાન કરો તો જ સાચા દાનેશ્વરી ગણાવ. સમ્રાટ અશોકની આંખ ખુલી ગઇ. એણે જાતે શ્રમ કરીને કમાણી કરવાનું નક્કી કર્યું. પંદર દિવસ સુધી એણે નહેર ખોદવાનો શ્રમ કર્ય અને પંદ સોનામહોર મેળવી. આ સોનામહોર લઇને સમ્રાટ અશોક ગરીબ બ્રાહ્મણ પાસે ગયો. બ્રાહ્મણ ખૂબ ખુશ થયો. એણે દાનરૂપે એક સોનામહોર સ્વીકારી અને આશીર્વાદ આપ્યા. ૪

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48