Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 38
________________ બાપુ કહે : યાચક આવે છે એટલે હું આપું છું. દીવાન કહે : એ તો ગોળ છે તો માખી આવે જ ને ! બાપુના સ્વભાવમાં દાન આપવાનું વણાઈ ગયું હતું. સ્વભાવને કારણની શી જરૂર ? આપ્યા વિના ચેન ન પડે તેવો સ્વભાવ હતો. એક રાત્રે ડાયરો બરાબર જામ્યો હતો. છેક મોડે સુધી ચાલતો રહ્યો. છેવટે બગાસાંએ તેડું મોકલ્યું અને ડાયરો વિખરાયો. આછા અજવાળાં વેરતા દીવા ટમટમતા હતા. બાપુએ દીવાનને નજીક બોલાવ્યા. અહીં આવો તો ! જુઓ, આ શું ૧૯. ઝેલ કા વિન્સકીની દાન ભાવના સેવક પાસે કપડું આવું કરાવ્યું જોયું તો ગોળનો રવો ! : બાપુ ! ગોળ છે ! આલા ખાચર કહે : તો માખી કાં નથી ? દીવાન કહે : એ તો દિવસ હોય ત્યારે આવે ! બાપુએ આ સાંભળતાં જ કહ્યું : હું પણ એ જ કહું છું. મારા. પણ દિવસો છે, તો યાચકો આવે છે ! ચતુર દીવાન મર્મ સમજી મૂછમાં મરકી રહ્યા. બાપુને મનોમન પ્રણામ કર્યા. આપણે અબજોપતિ બિલ ગેટ્સની સખાવત વિષે પહેલા વાંચેલું. હમણાં એક નવા દાનવીરનું નામ જાણવા મળ્યું. ઝેલા કાવિન્સકી, પેન્સિલવાનીયાનાં જેકિન ટાઉનના આ ધનાઢયે પોતાની લગભગ બધી ધન-સંપત્તિ-કરોડો ડોલર્સ પોતાનાં મા-બાપના અને અંગત મિત્રોની અનિચ્છા છતાં દાનમાં આપી દીધી છે. આ કુટુંબ એક મધ્યમવર્ગની કોલોનીમાં વસે છે, અને બાળકો. ઓછી ફી વાળી પબ્લિક સ્કૂલમાં જ ભણે છે. પત્ની એમિલી પોતાની ડાક્ટરી પ્રેક્ટીસ પાર્ટટાઈમ જ કરી શકે છે. આ પરિવાર પાસે ગાડીઓમાં બે મીની વાન છે, તે પણ જરીપુરાણી ! સિવાય કોઇ વાહન પણ નથી. કુટુંબે હંમેશા સાદું જીવન ગુજાર્યું છે. ખોટો ખર્ચ કે વૈભવ દેખાડો કદી કર્યો નથી. ઝલની આકાંક્ષા એક જ હતી...ખૂબ દોલત કમાઈને કુબેરપતિ થવું અને પછી એ બધો ખજાનો દાનમાં વહેંચી નાખવો. ઘરમાં એ p

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48