Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 36
________________ કર્મ પતાવી પૂજા-પાઠ પ્રભુસ્મરણ કર્યું પછી પત્નીને કહ્યું ઘરમાં તમારી પાસે જે જર જવેરાત દર દાગીના છે તે મને આપી શકશો. શેઠાણીને પતિમાં સંપૂર્ણ વિશ્વાસ હતો સસ્મિત દાગીનાના દાબડા પતિના ચરણોમાં ધર્યા, શેઠે માણસને મુનિમને ઘરે જઇ મુનિમને તાત્કાલિક પેઢી પર તેડીને આવવા જણાવ્યું. મુનિમને કહ્યું કે આજે તમામ વેપાર બંધ રહેશે તમે લેતી દેતી સિલક સ્ટોકના હિસાબો તૈયાર કરો અને રોકડ શિલક માંથી ખડધી રકમ મને આપો. શેઠ રોકડ અને દાગીનાના દાબડા લઇ અનુયરો સાથે ગામમાં નિકળી પડ્યાં, જે ગરીબ ઘરમાં પરણવા લાયક જુવાના કન્યા છે તેવા દરેક ઘરોમાં જઈ અને કન્યાના માતા પિતાને દાગીના અને રૂપિયા આપતાં કહે છે કે તમારી દીકરીના લગ્ન પ્રસંગે મારા તરફથી આ ભેટ આપો. કેટલીક માંદગીથી પીડાતી વ્યકિતને શોધીને કરૂણા ભાવે ઉષ્માયુક્ત સહાનુભૂતિ વ્યક્ત કરી દવા સુષશ્રા અને ઉપચાર કરાવવા રોકડ રકમ આપે છે. પોતે જે શાળામાં ભણેલ ત્યાં જઇને ગુરુજીના હાથમાં રકમ મૂક્તા કહે છે કે ગરીબ વિદ્યાર્થીઓની વસ્ત્રો. અને પુસ્તકોના મદદ માટે આ રકમ વાપરજો પછી ગૌશાળાને પાંજરાપોળમાં ધાસ માટે, પાણી. ની પરબ માટે વધેલી રકમ આપી શેઠ પેઢીમાં પાછા ફરે છે. કે ખબર નથી આ પેઢીનું અસ્તિત્વ આવતી કાલે હશે કે નહિ દરેક અનુચર ને લગ્ન પ્રસંગ દવા કે ઘર દુરસ્ત માટે જોઇતી રકમ આપી. અને છ છ મહિનાનો એડવાન્સ પગાર આપી દીધો અનુચરોને સમજાતું નથી આશ્ચર્યમાં ડૂબી ગયા. દાના શેઠ વહેલા ઘરે આવી ગયા અને શેઠાણી ને બધી. વાત કરી આપણે કાલે સવારે આ વિશાળ હવેલીનો ત્યાગ કરવાનો. છે. શેઠાણી સાચા અર્થમાં સહધર્મચારિણી હતાં શેઠના ધર્મકાર્યમાં સાથે આપવા બહેનો દીકરીઓ સગા વહાલા મિત્રો અને જરૂરિયાત વાળાને બોલાવી રાચરચીલું અને સાધના આપી દીધાં પોતાની તમામ ગાયો પોતાનો પૂત્ર જે ગુરુકૂળમાં ભણે છે ત્યાં મોકલાવી દીધી. અને સાંજે મહાજનને બોલાવી શેઠે કહ્યું કે આ હવેલી હું મહાજનને સોપું છું. અહીં સાધકો માટેનું સાધનાલપ આરાધના ધામ બને અને સાધુસંતો માટે નું આશ્રયસ્થાન કે ધર્મ સ્થાનક બને તેવી મારી ભાવના છે. આવતી કાલે સૂર્યોદયથી આપ આપનું કામ ચાલુ કરશો તેવી મારી વિનંતી છે. પરિગ્રહનું વિસર્જન કરી શેઠ અને શેઠાણી વિશાળ ખાલી હવેલીમાં ચટ્ટાઇપર શાંતિથી નિદ્રાધીન થયો મુનિએ અલગ અલગ વખારો-ગોડાઉનો માં પડેલ અનાજ કઠોળના વિગતો આપી, શેઠે કહ્યું કે લેણદારોને ચૂકવાઇ ની જોગવાઇ જેટલું અનાજ રાખી બાકીનું તમામ અનાજ ગરીબો અને વિધવાઓના ઘરે મોકલી આપો અનાથઆશ્રમ અને વૃધ્ધાશ્રમમાં મોકલી આપો. ખૂબજ વહેલી સવારે શેઠ ઝબકીને જાગ્યા પ્રકાશપુંજમાં એક આકૃતિ હવેલી અંદર પ્રવેશી રહી છે શેઠે આંખો ચોળી તો દેખાયું કે લક્ષ્મીદેવી હવેલીમાં આવી રહ્યાં છે. દાના શેઠે વિનયપૂર્વક હાથ જોડીને દેવીના પુનઃઆગમનનું કારણ પૂછયું. દેવીએ કહ્યું કે શેઠ હવેતો તમે જયાં નિવાસ કરશો ત્યાં મારે પણ રહેવું પડશે. બધાં અનુચરો મુનિમો અને ગુમાસ્તાને બોલાવી અને કહ્યું

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48