Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 41
________________ આનો અર્થ એ કે સાચું દાન તે કહેવાય કે જે ધન મેળવવા માટે માનવીએ પ્રયત્ન કર્યો હોય, સામાન્ય રીતે સમાજમાં એવું જોવા મળે છે કે માનવી ગમે તે સાધનથી ધન મેળવે અને પછી. એ ધનને ધર્મ કે સેવાને માર્ગે વાપરીને કીર્તિ મેળવે. જે ધનમાં પસીનાની સુંગધ ભળી હોય એનું દાન એ જ સાચું દાન ગણાય. કોઇનું શોષણ કરીને ધન એકઠું કરવામાં આવે અને પછી એ ધનનું દાન કરવામાં આવે તો એનો કશો અર્થ નથી. જેમ સાધ્ય શુદ્ધ હોવું જોઇએ તે જ રીતે સાધન પણ શુદ્ધ હોવું જોઇએ. ૨૧. ત્યાગ અને દાન, રંકને રાય બનાવવાની પાત્રતા પ્રગટાવે વીતરાગ વાટિકામાં સંત પધાર્યા છે. શહેરથી થોડે દૂર નગરશ્રેષ્ઠીના આ ઉપવાનનું નામ તો વસંત ઉદ્યાન, પરંતુ થોડા સમય માટે અહીં આ સંત પધારતા શેઠે આ રમણીય સ્થળનું નામ વીતરાગ વાટિકા રાખી દીધું. જનપથ પર સંતની ચર્ચા ચાલી રહી છે. દરેકના મુખ પર સંતનું નામ છે. “ભાઈ, તમે દર્શન કર્યા ? જરૂર જઈ આવજો, દર્શનથી. મનોકામના પૂરી થાય છે. જાણે કોઈ દૈવી લબ્ધિધારી સંત છે .” મંત્રીને કાને વાત જતાં વાત મંત્રીની જીભ પર સવાર થઈ. રાજાને કાને વાત પહોંચી. રાજા અને મંત્રી બંને નિઃસંતાન. મંત્રી કહે, “આ. સંત કોઈ ચમત્કારી પુરષ લાગે છે. ચાલો, આપણે પણ સંતના દર્શન કરીએ તો સંતાનપ્રાપ્તિની મનોકામના પૂર્ણ થશે.”

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48