Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 42
________________ રાજા અને મંત્રી વીતરાગ વાટિકામાં પહોંચે છે. ધર્મચર્ચા ચાલી રહી છે. હજારો ભાવિકો દિવ્યવાણીનું પાન કરી રહ્યા છે. મુનિના મુખારવિંદ પર પ્રશમભાવો છલકાઈ રહ્યા છે. એ મુખમાંથી કોમળ વ્યંજનો ભરેલાં શબ્દો સરી રહ્યાં છે. “પ્રભુનાં વચનોમાં શ્રદ્ધા રાખજો. કદી, ક્યાંય ચમત્કારો નથી થતાં. સ્વભાવ, કાળ, નિયતિ, નિમિત્ત અને પુરુષાર્થના સંયોગ વિના કશું થતું નથી. આ દાર્શનિક કર્મવિજ્ઞાનનો નિયમ છે. કર્મનું ગણિત ચોક્કસ છે. વિશુદ્ધ ભાવ અને પ્રચંડ પુરુષાર્થ જ સફ્ળતાની ચાવી છે. આ સ્થિતિ કાયમ નથી રહેવાની, દુ:ખ તો આવે ને જાય અને સ્થિતિ બદલાયા કરે." સંતના શબ્દો સંસારની બળબળતી બપોરને ચંદન જેવી શીતળતા આપે છે. મુનિનાં એક-એક શબ્દફૂલો ભાવિકો હૈયાની છાબડીમાં ઝીલી રહ્યાં છે. માંગલિક વચનો બાદ ધર્મસભા પૂરી થઈ. નગરશ્રેષ્ઠી રાજા અને મંત્રીને ગુરુચરણ સમીપ લઈ આવ્યા. રાજા અને મંત્રીએ સંતને પ્રણામ કર્યા અને કહ્યું, “ગુરુદેવ ! આપની કૃપાથી અમે ખૂબ સુખી છીએ. અમારી પાસે સુખ-સગવડસમૃદ્ધિનો કોઈ પાર નથી, પરંતુ એક વાતનું દુઃખ છે. અમારે સંતાન નથી. પુત્રના અભાવથી અમારા જીવનમાં અંધારું છે. આપની દયા અને કૃપાથી અમે જો અમારા પુત્રનું મુખ જોઈ શકીએ તો અમારું જીવન આનંદમય બની જાય." સંતે કહ્યું, “પુત્ર જોઈએ છે, તો પહેલાં પિતાનું હૃદય તો મેળવી 9 લ્યો. પિતૃહૃદય મળ્યા વિના પુત્રપ્રાપ્તિ થયેથી પણ શું લાભ ?” પુત્ર પણ સુખી નહીં થાય અને તમે પણ સુખી થશો નહીં, માટે હે રાજન ! પુત્ર મેળવવાની ચિંતા છોડો, પિતૃહૃદય મેળવવા પુરુષાર્થ કરો. રાજા કહે, “મહારાજ ! પુત્રપ્રાપ્તિ વિના પિતૃહૃદય કઈ રીતે મળી શકે ? આપની કૃપાથી પુત્રપ્રાપ્તિ થશે તો હું પિતૃહૃદય જરૂર મેળવી શકીશ. સંતે શાંત અને મધુર સ્વરમાં પૂછ્યું : રાજન ! આ સમગ્ર પ્રજા શું તારી સંતાન નથી. જ્યારથી તું સિંહાસન પર બેઠો છે ત્યારથી આ પ્રજા તને માબાપ રૂપે માને છે અને આ પ્રજાનાં માબાપ કહેવડાવવાનો તને આનંદ અને ગૌરવ છે. છતાંય આ સમગ્ર પ્રજા પ્રતિ તારા અંતઃકરણમાં સંતાનનો ભાવ ન થાય તો તું સંતતિ પામીને શું કરીશ ? સંતાન મળશે તો પણ તું પિતૃહૃદય કઈ રીતે પામીશ ? રાજન ! તારે તો સમગ્ર રાજ્યનાં માબાપ બનવાનું છે, માટે જીવમાત્ર પ્રત્યે વાત્સલ્યભાવ પ્રગટ કરવાનો છે, પછી હું તમને બન્નેને એવા પુત્ર આપીશ જે તમારું નામ રોશન કરશે. રાજા અને મંત્રીના અંતરદ્વાર ખૂલી ગયાં. સંતને વંદન કરી સ્વમાન ગ્રહણ કર્યું. સંતે કહ્યું : હે રાજન, આખા નગરમાં જાહેર કરો કે આવતી કાલે ભિખારીઓને દાન આપી તેની ઇચ્છાને તૃપ્ત કરવામાં આવશે. સંતની આજ્ઞા પ્રમાણે જાહેર કરવામાં આવ્યું. બીજે દિવસે હજારો ભિખારીઓ દાન લેવા માટે હાજર થયા. રાજા અને મંત્રી ઉચિત વસ્ત્ર પરિધાન કરી દાન દેવા ઉપસ્થિત થવા સંતે કહ્યું. તમારો રાજાશાહી પોશાક ઉતારો અને સામાન્ય માણસની 02

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48