________________
બન્ને ક્ષેત્રોમાં પૂર્ણ ત્યાગ રંકને રાય બનાવી દે છે. અધ્યાત્મ ક્ષેત્રે ત્યાગ આપણામાં પાત્રતા પ્રગટાવી દે છે, જે આત્મોત્થાન કરાવવામાં સહાયક બને છે અને વ્યાવહારિક ક્ષેત્રે દાન-ત્યાગ એક ભિક્ષુક-રંકને રાયરાજા બનવાની ક્ષમતા પ્રગટાવી દે છે,
કદાચ આપણા જીવનમાં વાસનાઓ પૂર્ણ રીતે ત્યાગવાની ક્ષમતા ન હોય તો સાધુની પદવી ન મળે, પણ શ્રાવકની પદવી તો જરૂર મળે.
પૂર્ણ ત્યાગ સાધુની ભૂમિકા છે, પરંતુ ઇરછાઓને સીમિત કરવી આવશ્યકતા ઉપરાંત વધારાનો ત્યાગ કરવો તે શ્રાવક કે વૈષ્ણવજનની ભૂમિકા છે.
૨૨. દાનમાં અપાયેલા નીતિના ધનનો
સદુપયોગ જ થાય
સદ્ગુરુ શ્રી રાજસુંદરે ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિથી મેળવેલ ધનમાંથી કરેલા દાનનો ઉપયોગ જ થાય તેની આ લેખમાં સુંદર વાત કરી છે,
સંત કબીર દરરોજ ઉપદેશ આપે કે “સૌ કોઈએ યથાશક્તિ દાન આપવું જોઈએ.”
મહાત્મા પોતે પણ સાદડી વણીને પોતાનું ગુજરાન ચલાવે અને થોડીઘણી રકમ દાન આપવા માટે અલગ અલગ રાખે. યથાશક્યા પ્રતિદિન થોડું દાન કરે.
એક દિવસ ધર્મસભા સમાપ્ત થઈ. તેમની દાન આપવાની વાત એક શ્રીમંતને ગમી. તરત જ તેમણે એક સોનામહોર કબીર પાસે મૂકી. કહ્યું, “આપને જે વ્યક્તિ યોગ્ય લાગે તેને મારા તરફ્ટી આ સોનામહોર દાનમાં આપજો.