Page #1
--------------------------------------------------------------------------
________________
TRUJIbaho Ppiac
wwwina
oooooooo M
WWWS M
revNWAMMAWANNA A 155wNJAN
Donakalaya
ANWAY JAYANTINENTAT
ION JOINIMIMINATIONARY
MARWADIKHitNNINNARTA CNYMSANILICONOMINA WwwXNX
NXNow NAWANIN
oXWY HINAHIMNIWARYANAVINASON SUNDATIONAWA
NIPRIMAINTHANORAMIN MARATTENNI KATA
RIWAWINNERAVINATIONS WHAMINAINITIANISM
MINIROINKINNNNNN WINNOMINOKINNAMASATNA FINANINNIRONOMINATING INDIANSINGINGREALISANNILIWANIAS
1000 WINNAWWARNIJNAARIRAMANAND HADIO0I TRAIAHMAANIMARAUNUWAONLINION N
OMINATANDINISTINAMUNARICHAR STA
N
IRMATHAKHARUWAHIMANDUTODA SHANIWARDWAIMAANWARANANDINISHA
D AINIKANOON RANAONNOISWINNTHANIHINOSM
A
MANASAMAYAT
WEATION
RA
DI
100MINTONY SIKANDIVISIINDANVENTIAMONISHMENiwwws ARTHATANANDNIRAHENNAINITATIONRNATA0
MAINMEANINSTANTHANISARITAMINENNAHIM VAWNLODHINDHINITUTINAMROWINNIMillInICOM
MARWWWSANEWANANAMANANDHARMACONNER MINIMININEMANDIRTENSUITMAITHINNINOSHWAMINATIONS
CINNAMASKARNINNARAN
A THAMMALINDAINIK
MAR
MARCH
HIRANI
HOME
IPPIDER IPPISite
rll112
SOURNEANI
WARNIRHUAIHINDI
PAN
MANSLATION
ANNNNNNNY JoANN
BOOK
30
Page #2
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિમાં દાducto
- गुडावंत भरवाणिया
પ્રાપ્તિસ્થાનઃ
અશોક પ્રકાશન મંદિર
પહેલે માળ, કસ્તૂરબા ખાદી ભંડારની ઉપર, રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ – ૩૮૦૦૦૧. ફોન: ૦૭૯ - ૨૨૧૪૦૭૭૦. ફેક્સ : ૨૨૧૪૦૭૭૧ Email: hareshshah42@yahoo.co.in • bookshelfahd@yahoo.co.in
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ર૦, પેલિકન હાઉસ, ગાંધી રોડ, અમદાવાદ-૧ આશ્રમ રોડ, અમદાવાદ-૯
બુક શેલ્ફ
૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, અમદાવાદ-૯
BHARATIY SANSKRUTIMA DAN BHAVNA by: Gunvant Barvalia
Published by: Navbharat Sahitya Mandir Mumbai - 400 002
Email : nsmmum@yahoo.co.in
:
ISBN No.: 978-93-80192-08-6
Mrs. Dr. M. G. Barvalia
601, Smeet Appt, Upasraya Lane,
Ghatkpar (E), Mumbai - ''
022-2501 0658
પ્રથમ આવૃત્તિ : ૨૦૦૩ દ્વિતીય આવૃત્તિ : એપ્રિલ, ૨૦૦૯
મૂલ્ય : રૂ. ૯૦.૦૦
પ્રકાશક : અશોક ધનજીભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, શામળદાસ ગાંધી માર્ગ,
મુંબઈ - ૪૦૦ ૦૦૨.
ફોન : ૨૨૦૧ ૭૨૧૩, ૨૨૦૮ ૫૫૯૩ Email : nsmmum@yahoo.co.in
લેસર ટાઇપસેટિંગ : ફાગુન ગ્રાફિક્સ ૪૮, પૂર્વીનગર સોસાયટી, ઘોડાસર કાંસ, ઉત્તમનગર, મણિનગર, અમદાવાદ
ફોન : ૦૭૯-૨૫૩૮૧૫૬૮
મુદ્રકઃ કોનમ પ્રિન્ટર્સ
ડાયના સિનેમાની ગલીમાં, તારદેવ, મુંબઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
જ આ તક એ
ગુમ ય ર
અનુક્રમણિકા
માટે પાક ન લક
| ઉપહાર...
છે
સુ
૧. દાન દ્વારા ઉદાત્ત માનવભાવનાનો વિકાસ થાય છે ૨. દાનમાં સંપત્તિના વિસર્જનનો ભાવ દાનનું સાફલ્ય છે. ૩. દાનવીરોની યાદીમાં ભીમાશાહનું નામ પ્રથમ લખાયું ! ૪. અહૃત્વ, સ્વત્વ અને સ્વામીત્વના વિર્સજનની ભાવના દાનનું સાફલ્ય છે. ૫. દૂધનો રોટલો ૬. સુગંધનું મૂલ્ય છ, દાનમાં ત્યાગ અને કર્તવ્યભાવ ૮, આપણે સદૈવ દાનાધીન બનીએ ૯. પ્રસન્નતાપૂર્વકનું દાન ૧૦. અschદાનું પરં દાનમ્ ૧૧. વ્યક્તિના જીવનની દિશા બદલે તેવું દાન આપવું જોઇએ ૧૨. તરતદાન મહાપુણ્ય ! ૧૩. દિવ્ય...વૈશ્વિક બેંકનો ચેક ૧૪, આચરણ દ્વારા દાન કરવાની પ્રેરણા ૧૫, દાન આપે તે પામે ૧૬, અક્ષયતૃતીયઃ સુપાત્રદાનનું સંદેશવાહક દૃર્વ ૧૭. સૂપાત્રદાન લક્ષ્મીજીનું સિંહાસના ૧૮. અલી ખીચરની દાન સરવાણી ૧૯. ઝલકા વિન્સકીની દાનભાવના. ર૦. દાનમાં ધનના પસીનાની સુગંધ હોય રવ ત્યાગ અને દાન રંકને રાજા બનાવવાની પાત્રતા રર, દાનમાં અપાચેલ નીતિના ધનનો સર્કિંપગ જ થાય.
ક
જ
તો
જ છે
છે
કે એક જ. આ
જ ક યુકે
Page #4
--------------------------------------------------------------------------
________________
૧. દાન દ્વારા ઉદાત્ત માનવભાવનાનો વિકાસ થાય છે
ઉપનિષદમાં એક પ્રસંગ છેઃ એકવાર દેવ, અસુરો અને મનુષ્યોએ બ્રહ્માને કહ્યું કે ‘અમને કર્તવ્યનું જ્ઞાન આપો,' બ્રહ્માએ દ દ દ નો ધ્વનિ કર્યો. દેવતાઓ તેનો અર્થ સમજયા કે ઇન્દ્રિયોનું દમન કરો, અસુરોએ એનો અર્થ કર્યો કે જીવો પર દયા કરો અને મનુષ્યોએ બોધ પ્રાપ્ત કર્યો કે દાન કરો અને એ પ્રતિબોધને માનવોએ આચરણમાં મૂક્યો.
જે એક હાથે દાન આપે છે તે બંને હાથે મેળવી શકે છે. દાનથી સમૃદ્ધિમાં ગુણકગતિએ વૃદ્ધિ થાય છે. દાન પ્રતિષ્ઠા કે અહંકારની તૃપ્તિ માટે નહીં પરંતુ દાનથી કરુણા, સ્નેહ, સેવા અને બંધુત્વ જેવી પવિત્ર ભાવનાનો વિકાસ થાય છે. તેનાથી મનુષ્યની માનવતા અને દાનવૃત્તિની વૃદ્ધિ થાય છે. દિવ્યતાની જાગૃતિ સાથે ઇશ્વરીય આનંદની અનુભૂતિ થાય છે. માટે જ જગતનાં દરેક ધર્મ, દર્શન કે સંપ્રદાયમાં દાનભાવનું મહત્ત્વ છે. પરંતુ જયાં આવી ધાર્મિક શ્રદ્ધા નથી તેવા સમાજમાં પણ દાનની પરંપરાને ઉપયોગી
માનીને કહ્યું છે કે, મંદિરમાં પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં દાન દેવા માટે ઉઠેલો એક હાથ પણ વધુ મહત્ત્વનો છે.
ભારતીય વૈદિકદર્શનમાં મીમાંસાદર્શન પુણ્યવાદી દર્શન છે. તેમાં બ્રાહ્મણોને દીધેલા દાનથી પુણ્ય ઉપાર્જન કરી શકાય તેવું બતાવવામાં આવ્યું છે. જયારે શ્રમણ સંસ્કૃતિની જૈન અને બૌદ્ધ પરંપરાઓએ સુપાત્રે દાન કરવાની અને દાનની ભાવનાને વધુ મહત્ત્વ આપ્યું છે. બૌદ્ધધર્મમાં બુદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે જે દશ પારમિતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં દાનનો સમાવેશ થઈ જાય છે. ભગવાન બુદ્ધે દીધનિકાયમાં દાન વિષે જણાવ્યું છે કે, ‘સત્કારપૂર્વક, ભાવનાપૂર્વક, આપણા પોતાના હાથે દોષરહિત અને શ્રદ્ધાપૂર્વક દીધેલું દાન પવિત્ર દાન છે. ધમ્મપદમાં તેમણે એક બહુ જ સુંદર વાત કહી છે. ધર્મનું દાન ઉત્કૃષ્ઠ દાન છે, કારણ કે ધર્મનો રસ જ તમામ રસોમાં શ્રેષ્ઠ રસ છે. ધર્મવિમુખ મનુષ્યોને ધર્મ પંથ પર લાવવા તે પણ એક દાનનો પ્રકાર જ છે.
જ્ઞાનદાન દેનાર સંતો, સત્પુરુષો અને ગુરુજનો પૂજનીય જ્ઞાનદાતા છે. શિક્ષકની સાથે માતા-પિતા પણ ઉપકારી જ્ઞાનદાતા
છે. આ જ્ઞાનનું ફળ વિરતિમાં, એટલે કે આચરણમાં પરિણમે તો જીવનનું ઉત્થાન થઇ જાય છે.
જૈન પરંપરામાં દાનને સત્કર્મ માનવામાં આવે છે. સ્વપરના કલ્યાણ અર્થે, પરિગ્રહ ઘટાડવા અને મમત્વ ઓછું કરવા કહ્યું છે. ઋષભદેવથી આરંભીને ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સુધી બધા જ તીર્થંકરોએ વર્ષીદાન દીધું હતું.
વર્ષીદાન એટલે દીક્ષા પૂર્વે એક વર્ષ સુધી નિત્ય દાન કરવું. જૈન ધર્મમાં સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્રને મોક્ષ માર્ગ ગણવામાં આવે છે. દાનનો સબંધ ચારિત્ર સાથે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
આહારદાન, ઔષધદાન અને અભયદાન વ. અનેક પ્રકારના દાનનાં વર્ણનો વિવિધ ગ્રંથોમાં આવે છે.
ભગવાન મહાવીરે ‘સૂત્રકૃતાંગસૂત્ર' માં અભયદાનને શ્રેષ્ઠ દાન ગણ્યું છે તેને જીવતદાન પણ કહી શકાય. માટે જ જૈનો જીવદયાને કુળદેવી સ્વરૂપે માને છે. દાન અને દાનવીરને મેઘની ઉપમા આપતાં જણાવ્યું છે કે, મેઘના ચાર પ્રકાર છે ઃ એક ગરજે છે પણ વરસતો નથી, બીજો વરસે છે પણ ગરજતો નથી, ત્રીજો ગરજે છે અને વરસે પણ છે અને ચોથો ગરજતો પણ નથી અને વરસતો પણ નથી. આમ મેઘ સમાન મનુષ્યના પણ ચાર પ્રકાર છે. કોઇક દાન વિષે બોલે છે - ગાજે છે એટલે કે મોટી જાહેરાતો કરે છે, પણ દાન દેતા નથી, કોઇક દાન દે છે પણ બોલતાંનથી. કોઈક બોલે છે અને દાન પણ આપે છે. અને કેટલાક બોલતા પણ નથી અને દાન દેતા પણ નથી. ભગવાન મહાવીરે આ કથનથી દાનની ગરિમાને સ્પષ્ટ કરી દીધી છે. અહીં ધર્મનાં ચાર અંગોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દાન, શીલ, તપ અને ભાવ આ ચાર અંગમાં દાનને પ્રથમ અંગે ગણવામાં આવ્યું છે. ધર્મનાં આ ચાર અંગોમાં દાનમાર્ગ ઘણો જ સરળ છે.
તપોમાર્ગ આબાલવૃદ્ધ બધાંને માટે એટલો સરળ નથી. પ્રત્યેક ગૃહસ્થ માટે દરરોજ શીલપાલન પણ સરળ નથી. વ્યાપાર, વ્યવસાય, ખેતી, કારખાનાં વ. આરંભ સમારંભમાં સતત વ્યસ્ત રહેવાવાળા આપણને શુદ્ધ ભાવમાં રહેવું પણ મુશ્કેલ છે. પરંતુ, દાન એક એવો માર્ગ છે કે જે સર્વજનો માટે સુલભ અને સરળ માર્ગ છે. બાળક, યુવાન અને વૃદ્ધ એટલે કે આબાલવૃદ્ધ દાન કરી
શકે છે. દાન એક એવો રાજમાર્ગ છે કે જયાં માનવી સરળતાથી
મંજિલ સુધી પહોંચવા અવિરત કૂચ કરી શકે છે. તપ, શીલ, શુભ ભાવમાં દરરોજ રહેવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. પરંતુ
૩
દાનભાવમાં દરરોજ રહી શકાય છે.
દાનથી સામેની વ્યક્તિનું હૃદયપરિવર્તન પણ થઇ જાય છે. શ્રેષ્ઠીવર્ય જિનદાસના વિષયમાં એક વાત સુપ્રસિદ્ધ છે. શેઠ રાત્રિના ધર્મક્રિયા કરી રહ્યા હતા ત્યારે કેટલાક ચોરોએ મોકો જોઇ અને તેમના ઘરમાં ચોરી કરી, શેઠ તો આત્મચિંતનમાં લીન હતા. સવારે જયારે તેણે જાણ્યું કે ચોર મુદામાલ સાથે રંગે હાથ પકડાઇ ગયા છે અને જેલમાં છે, ત્યારે રાજા પાસે જઇ પ્રાર્થના કરી અને ચોરોને છોડાવ્યા અને ચોરી કરેલા માલમાંથી ચોરોને જેટલું જોઇતું હતું તેટલું ધન દાનમાં આપતાં કહ્યું કે, “તમે ગરીબીને કારણે ચોર બન્યા છો માટે આમાંથી જેટલું જોઇએ તેટલું ધન લો અને ચોરી કરવાનું છોડી દો.' ચોરની મા તો ગરીબી છે, તે જ મનુષ્યને ચોર, ડાકુરૂપે જન્મ આપે છે. દાનની અપાર શક્તિ વડે એ ગરીબી અને સંગ્રહખોરીને સમાપ્ત કરી શકાય છે. તે દિવસે ચોરોના હૃદયનું પરિવર્તન થયું.
દાન અસંખ્ય પાપોનો છેદ કરે છે તો ક્યારેક દાન પ્રાયશ્ચિત્તનું પાવન કાર્ય પણ કરી દે છે.
માટે જ દાનને આનંદની પ્રાપ્તિ અને કલ્યાણનું દ્વાર ગણવામાં આવે છે.
આપણે આપણા ભવિષ્ય માટે લાંબા ગાળાના બોન્ડમાં
રૂપિયાનું રોકાણ કરીએ છીએ, તેનું ફળ આ ભવમાં મળે છે, ત્યારે દાનમાં ત્યાગ કરેલ રૂપિયા કે સંપત્તિનું અનેકગણું ફળ ભવભવાંતરમાં મળે છે.
વાહવાહ માટેનું દાન દેવા કરતાં જેનાથી અન્યોના જીવનની દિશા બદલાઈ જતી હોય, કોઇકના જીવનમાં શુભ પરિવર્તન થઇ
Page #6
--------------------------------------------------------------------------
________________
જતું હોય, તેવું દાન કરીએ તો જ ખરેખર તે દાન પાછળનો હેતુ સાર્થક થશે. જે દાન દેવાથી કોઇનું કલ્યાણ થાય તો તે દાન ઊગી નીકળ્યું કહેવાય, તેવું દાન અનેકોના અંતરના આશીર્વાદ મેળવી આપશે અને સ્વને માટે શ્રેયસ્કર અને પરને માટે કલ્યાણકારી બનશે.
આનંદ શ્રાવક, કર્ણ અને બલિરાજા જેવા દાનવીરોને ભાવપૂર્વક વંદના કરીએ. સાંપ્રતસમયમાં જે દાનવીરો પરમાર્થે પોતાની સંપત્તિનો ઉપયોગ કરી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી રહ્યા છે તેઓને અભિનંદની.
૨. દાનમાં સંપત્તિના વિસર્જનનો ભાવ દાનનું સાફલ્ય છે
મનુસ્મૃતિ અને યાજ્ઞવલ્કયસ્મૃતિમાં દાન સંદર્ભે કહ્યું છે કે, દાન ગ્રહણ કરનાર પાસે દાતા પોતે જઇને દાન દે છે તે ઉત્તમ. દાન છે. લેનારને પોતાની પાસે બોલાવી અને દાન દે તે દાના મધ્યમદાન છે. વારંવાર ધક્કા ખવડાવીને દાન દે તે કનિષ્ઠ દાના છે. દાન લેનાર પાસે ખૂબ સેવા કરાવીને દાન દે તે નિષ્ફળદાન છે.
આચારમૂલક બ્રાહ્મણ સાહિત્યના આરણ્યકમાં કહેવાયું છે કે દાનથી શત્રુ મિત્ર બની જાય છે. ગીતામાં સાત્વિકદાન, રાજસદીને અને તામસદીન રૂપે દાનની દાર્શનિક વ્યાખ્યા કરી છે. જે દાન કર્તવ્ય સમજી અને ઉદારભાવથી દેવામાં આવે છે, દેશકાળા અને પાત્રનો વિચાર કરીને આપવામાં આવે છે, જેણે પોતા પર ઉપકાર નથી કર્યો તેવી વ્યક્તિને દેવામાં આવે તેને શ્રેષ્ઠ દાન કે સાત્ત્વિકદાન કહે છે. કોઇપણ જાતના ફળની આશા રાખ્યા વિના દેવાયેલું દાન મધ્યમ કે રાજસદાન કહેવાયું છે. જે દાન આદર સત્કાર વિના કે અપમાનથી અથવા પાત્રનો વિચાર કર્યા વિના, દેશકાળનો વિચાર કર્યા વિના દેવાતા કુપાત્રે દાનને અધમદાન કે તામસ દાન કહેવામાં આવ્યું છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
પરંતુ જે પોતાના વિરૂદ્ધ આચરણ કરતો હોય તેના પ્રતિ પણ ઉદાર હતા. શ્રીરામે કહ્યું છે કે મધુર વચન સાથે દાન દેવું જોઈએ. મહાભારતમાં મહારથી કર્ણ અને યુધિષ્ઠિરની દાનભાવના સુવર્ણ અક્ષરે અંક્તિ છે.
મહાકવિ કાલિદાસે ‘મેધદૂત' માં કહ્યું છે કે દાન માંગવું હોય તો. મહાન વ્યક્તિ પાસેથીજ માંગવું, હીન વ્યક્તિ પાસેથી. નહીં.
વિદ્વાન વિજયમુનિ શાસ્ત્રી દાન માટે સ્વપરના કલ્યાણની વાત કરતાં કહે છે કે ભગવાન મહાવીરે દાન માટે ‘મુધાદાયી' અને 'મુધીજીવી' શબ્દનો સુંદર પ્રયોગ કર્યો છે. એજ દાન શ્રેષ્ઠ છે કે જે દેનારના મનમાં અહંભાવ ન પ્રગટે અને લેનારના મનમાં લધુતાભાવ (inferiority complet) ને પ્રગટે આવી દાનમાં લેનાર અને દેનાર બનેનું કલ્યાણ અભિપ્રેત છે. આવું દાન ધર્મદાનું કહી શકાય છે ભવપરંપરાનો અંત કરવાનું કારણ બની શકે છે.
શ્રધ્ધા અને ત્યાગની ભાવના દાનક્રિયામાં ભળેલી હોયતો. તે દાન સંપૂર્ણ સફળ બને. આપણે કોઈ મંદિર, ધર્મસ્થાનક, હોસ્પિટલ વિદ્યાસંસ્થા કે સમાજ કલ્યાણની સંસ્થાઓમાં દાન આપીએ ત્યારે આપણે જે સંસ્થાને જમીન, મકાન, રૂપિયા કે ઉપકરણો આપીએ ત્યારે તેજ ધડીએ દાનમાં આપેલ વસ્તુ પરનું મમત્વ છોડી દેવું જોઇએ. વારસાગત-ટ્રસ્ટશીપ, હોસ્પિટલમાં બેડ, કોલેજમાં સીટ, હક્ક, કમીટી મેમ્બરશીપ કે હોદો વગેરે શરતી દાન આપીએ તે પાછળનો હેતુ આપણે દાનમાં આપેલા નાણા અને સાધનોનો બરાબર ઉપયોગ થાય છે તે જોવાનો કે તેનાપર આડકતરું નિયંત્રણ રાખવાનો હોય ત્યાં સુધી ઠીક પરંતુ, તેમાં અહંભાવ, માલિકી ભાવ, સ્વાર્થ કે Attachment ની લાગણી ના રાખીએ તોજ, દાન સાથે ત્યાગ કર્યો કહેવાય, જ્ઞાનીનું કથન છે કે જેમ મળત્યાગ પછી તેની સામું પણ આપણે જોતાં નથી એવો જ ત્યાગ દાન કર્યા પછી કરવો જોઈએ. દાનમાં સંપત્તિની વિસર્જનનો ભાવ દાનનું સાફલ્ય છે.
આપણાં મહાકાવ્યો. રામાયણ અને મહાભારતમાં દાનનો મહીમા ઠેર ઠેર મળે છે. ઉદાર વ્યક્તિમાં જ દાતા થવાની ક્ષમતા છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ માત્ર પોતાના મિત્રો પ્રતિ જ નહીં
જૈન પરંપરાના પુરાણોમાં આદિપુરાણ, હરિવંશપુરાણ ત્રિશષ્ટિશલાકા પરષ વગેરેમાં દાનસંબંધી કથાનકો અને વર્ણનો. રસપ્રદ અને પ્રેરણાદાયક છે. શાલિભદ્રચરિત્રમાં, શાલિભદ્રના આત્માએ પૂર્વના ભવમાં ખૂબજ ગરીબ અવસ્થામાં પોતાને ખૂબ ભાવતી ખીર ઘણા સમયે મળી પરંતુ, ઉત્કૃષ્ઠ દાનભાવ સાથે એ ખીર સાધુને અર્પણ કરી (વહોરાવી) જેથી તે પુણ્યકર્મ પછીના ભવમાં ઉદયમાં આવવાથી તે એવો સમૃદ્ધ અને મહાન શ્રેષ્ઠી બન્યો કે આજે પણ આપણે ચોપડામાં. દીવાળી સમયે પૂજના કરતાં લખીએ છીએ કે શાલિભદ્રની રિધ્ધિ સિધ્ધિ હજો ! સાથે સાથે આપણે શાલિભદ્ર જેવી દાનભાવના આપણા જીવનમાં પ્રગટે તેવી પણ પ્રાર્થના કરીશું તો આપણામાં ત્યાગભાવનો વિકાસ થશે. અને દાનભાવનાનું પ્રગટીકરણ પણ થશે.
ભગવાન મહાવીરે વર્ષીદાનમાં પોતાની સંપત્તિનું દાન આપ્યા પછી ભગવતી દીક્ષા અંગીકાર કરી વનમાં વિહાર કરતાં હતા. તેમની પાસે કશું જ ન હતું પોતાનાં વસ્ત્રો સુધ્ધાનું દાન કરી દિગંબર બની વિહાર કરતાં હતા, ઇન્દ્ર પોતાની લબ્ધિ વડે એક રત્નકંબલ ભગવાનના દિગંબર દેહ પર ઓઢાડયું તે જ ક્ષણે સોમશર્મા નામના ગરીબ બ્રાહ્મણે પોતાને કંઇક દાન આપવા
Page #8
--------------------------------------------------------------------------
________________
ભગવાનને વિનંતી કરી રત્નકંબલનો એક ટુકડો સોમશર્માને ભગવાને આપ્યો, અહોભાવથી આપણું મસ્તક ઝૂકી જાય તેવી પ્રભુની પરિગ્રહ પ્રત્યેની નિઃસ્પૃહતા અને પવિત્ર દાનભાવના હતી.
વસ્તુપાળ તેજપાળ, જગડુશા, ભામાશા અને જાવડશા જેવા વીરદાનવીરોનાં નામો ઇતિહાસને પાને સુવર્ણક્ષરે અંકિત છે. કચ્છના ભદ્રેસર ગામમાં એક ગુરુ પધાર્યા. શેઠ જગડુશા દર્શનાર્થે ગયા, ગુરુજીએ ભાવિના ગોઝારા દિવસોની આગાહી કરતાં કહ્યું કે ત્રણ ત્રણ વરસનો કપરો દુકાળ આવી રહ્યો છે. ધાન્યનો એક એક કણ મોતી કરતાં મોંધા મૂલનો થશે, પેટની આગ ઠારવા લોકો ઢોરઢાંખર તો ઠીક પરંતુ પેટના જણ્યાંનેય વેચવા તૈયાર થાય તેવી પરિસ્થિતિ સર્જાશે, ગુરુજીએ શેઠને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં એટલું કહ્યું કે ‘સમયને ઓળખી પાણી પહેલાં પાળ બાંધજો' જગડુશાએ હુકમ છોડ્યો દેશ-વિદેશની પોતાની તમામ પેઢીઓ દ્વારા જેટલું અને જે ભાવે અનાજ મળે તે ખરીદી કોઠારો ભરી લીધા.
સવંત ૧૩૧૩ ની સાલ ભયંકર દુષ્કાળ, લોકોએ પોતા પાસે ખાઇને વર્ષ પૂરૂં કર્યું. સં.૧૩૧૪ ની સાલ કારમો દુકાળ, પરસ્પર મદદ કરી જેમ તેમ કરીને વસમાં દિવસો વીતાવ્યા ૧૩૧૫ ની સાલમાં પણ અવની પર દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા, બાળકના હાથમાંથી બટકુક રોટલો ઝૂંટવીને ખાવાનો ક્ષોભ જતો રહ્યો તેવી પરિસ્થિતિમાં જગડુશાએ દાન કરી પુણ્ય કરવાની પળ પારખી લીધી અને પોતાના ભંડારો ખુલ્લા મુક્યા.
ગુજરાતના રાજા વિશળદેવે શ્રેષ્ઠીવર્ય જગડુશાને દરબારમાં બોલાવી તેની પ્રવૃત્તિની કદર કરી પછી કહ્યું ‘શેઠ સાંભળ્યું છે કે પાટણમાં તમારા સાતસો કોઠારો ધાન્યથી ભરેલા પડ્યા છે....!' મને એ અનાજ આપો હું મોં માગ્યા દામ દેવા તૈયાર છું. શેઠે
૯
કહ્યું ના મહારાજ, એ કોઠારોમાં મારું કાંઇ નથી. રાજાને શંકા થઇ વિચાર્યું કે વાણિયાને લાલચ જાગી લાગે છે. આવેશમાં આવી રાજાએ કોઠારોના તાળાં તોડાવ્યાં, અંદર જોયું તો ભરપૂર અનાજ હતું. વિશળદેવે કરડી નજરે ઉપાલંભ સાથે કહ્યું શેઠ ! વસમી વેળાએ પણ તમને વેપારી વૃત્તિ સુઝી ? વિશળદેવ આગળ બોલે તે પહેલા એક સિપાઇ કોઠાર બાજુથી દોડતો આવ્યો અને રાજાના હાથમાં તામ્રપત્ર મૂકતા બોલ્યો કે આવું તામ્રપત્ર પ્રત્યેક કોઠારમાં દેખાય છે. રાજાએ તામ્રપત્ર પર કોતરાવેલું લખાણ વાંચ્યું.
કહેવાય છે કે જગડુશા શેઠે ‘લજજાપિંડ’ લાડવા બનાવ્યા હતા એ લાડવાની અંદરના ભાગમાં સોનું રૂપું મૂકતા. એવા કુટુંબો કોઇની સામે હાથ લંબાવી શકતા નહોતા ને ભૂખે મરતા હતા, જગડુશા શેઠ દરરોજ વહેલી પરોઢે આ ‘લજજાપિંડ' લાડવો લઇને જાતે આબરૂદાર કુટુંબોમાં વહેંચી આવતા.
આવી હતી આપણા દાનવીરોની ઉદાત્ત ભાવના. આપણાં રાષ્ટ્રપિતા ગાંધીજીને પરિગ્રહ દુઃખદ લાગેલ. તેઓ દાનની ભાવનાને અન્યની સેવાકાજે સ્વેચ્છા પૂર્વકના ત્યાગને સંદર્ભે સમજાવતા લખે છે કે, ‘મેં જયારે અન્યની સેવા કાજે સર્વસ્વનો ત્યાગ કર્યો ત્યારે મારા ખભા પરથી ભારે બોજો દૂર થઇ ગયેલ. તેમની શ્રધ્ધા સ્વેચ્છાપૂર્વકના ત્યાગમાં આરોપિત થઇ અને આ શ્રધ્ધા જયારે ઐચ્છિક ગરીબાઇના વ્રતમાં પરિણમી ત્યારે તે વિચારધારાએ સમગ્ર રાષ્ટ્રને સમાજવાદ્નો આદર્શ આપ્યો.
રક્તદાન, ચક્ષુદાન અને દેહદાન પણ આધુનિક યુગની દાન ભાવના છે. શૈશવકાળથી યુવાન વય સુધી પુત્રીને પારકી થાપણ ગણી મોટી કરી અન્યને સોંપી દેવી તે લગ્નવિધિમાં કન્યાદાનનો પણ દાનની વિભાવનામાં સમાવેશ થાય છે.
૧૦
Page #9
--------------------------------------------------------------------------
________________
જયારે કોઈ મંદિર કે ધર્મસ્થાનકમાં કોઈ ક્રિયા કે નામ આપવા માટે દાનની બોલી, ઉછામણી કે ચડાવો કરવામાં આવે છે ત્યારે ક્યારેક કોઇને એમ પણ લાગે કે આવી સ્પર્ધા કે ચઢાવો. અહંકારને પોસે કે સંપત્તિના પ્રદર્શન જેવું લાગે પરંતુ, આમાં ત્યાગ અને દાન ભાવની સ્પર્ધાના દર્શન કરીશું તો જણાશે કે, આ ભૌતિક સુખ ભણી દોટ મૂકી રહેલા માનવો બીજાનું પડાવી લેવામાં કે ભૌતિક સુખો ભોગવી લેવામાં ગળાકાપ સ્પર્ધા કરી રહ્યાં છે, જયારે અહીં તો વધુમાં વધુ દાન દેવાની અને ત્યાગ કરી લેવાની સ્પર્ધા છે, જે જીવન માટે મંગળકારી છે.
૩. દાનવીરોની યાદીમાં ભીમાશાહનું નામ પ્રથમ લખાયું!
ભેગું કરી સંગ્રહ કરનાર કરતાં વાપરનાર સારો. માટે જ કવિ સરોવર કરતાં વરસી જતાં વાદળા અને ભરપૂર સંપત્તિના સ્વામી કરતાં દાનવીરની પ્રશસ્તિ કરે છે,
લાખો આતે, લાખો જાતે, દુનિયામેં ન નિશાની હૈ, | જિસને કુછ દે કે દિખલાયા, ઉસકી અમર કહાની હૈ.
મહાત્મા. ભર્તુહરિએ કહ્યું છે કે, લક્ષ્મીનું ઉપાર્જન જો પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જે લક્ષ્મી પિતા દ્વારા ઉપાર્જિત હોય અને વારસામાં મળી હોય તો બહેન સમાન ગણાયા અને જે લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તો તે પરસ્ત્રી સમાના છે, પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તો પણ લાંબો સમય પિયરઘરમાં રાખી શકાય નહીં. આથી આ ત્રણમાંથી કોઇ પણ સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. તેથી, ધર્મબુદ્ધિ ધરાવતાં આત્માઓ લક્ષ્મીનો પરિગ્રહ કરતાં તેના ત્યાગી કે દાનમાં જ સ્વપરનું કલ્યાણ સમજે છે.
( ૧૨
-
Page #10
--------------------------------------------------------------------------
________________
સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે - ભાગ, ચોરી અને દાન. ભોગોપભોગ, મોજશોખ અને વ્યસનમાં સંપત્તિનો નાશ થાય. ચોરી, લૂંટ, માયા, છેતરપિંડી અને દરોડા દ્વારા પણ સંપત્તિનો નાશ થાય. ન્યાયસંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવનવ્યવહાર માટે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે તેનું સુપાત્રે ઉલ્લાસ ભાવપૂર્વક દાન દઇએ તો તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે. લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, જયારે લક્ષ્મીનું દાન તેની દિવ્યતાનાં દર્શન કરાવે છે.
- સંત કબીરે કહ્યું છે કે, નૌકામાં પાણી વધી જાય અને ઘરમાં સંપત્તિ વધી જાય ત્યારે તેને બને હાથોથી બહાર ઉલેચવાનું કામ સમજદારીભર્યું છે.
તુલસીએ વહી રહેલા સરિતાના જ ળ સાથે સંપત્તિને સરખાવતા કહ્યું છે કે, આ જલ પ્રવાહમાંથી કોઇ પક્ષી પોતાની તૃષા છીપાવવા થોડું પાણી પી લે, તો શું નદીમાંથી પાણી ઓછું થઇ જવાનું છે ? એવી જ રીતે દાન દેવાથી કદી સંપત્તિ ઘટતી નથી, જેમ ઘરમાં એક બારીમાંથી હવા આવે તે બીજી બારીમાંથી બહાર નીકળતા, ફરી તાજી હવા પેલી બારીમાંથી આવી જ જશે, ઘરમાં કદી શૂન્યાવકાશ સર્જતો નથી તેમ દાન કરવાથી સંપત્તિનો શૂન્યાવકાશ સર્જાશે નહીં.
જૈન દાર્શનિક આચાર્ય અમિતગતિએ દાન, પૂજા, શીલ અને ઉપવાસને ભવરૂપ વનને ભસ્મ કરવાવાળી આગ સમાન કહ્યું છે. અહીં ભાવ શબ્દના પર્યાયરૂપ ‘પૂજા' નો પ્રયોગ કર્યો છે. દાનક્રિયાના પાંચ અંગ માનવામાં આવે છે. દાતા, દાનમાં દેવામાં આવે છે તે વસ્તુ-પાત્ર, દાન કરવાની વિધિ અને મતિ. અહીં મતિના અર્થમાં વિચાર કે ભાવ અભિપ્રેત છે. જેવી રીતે ધરતીમાં એક નાનકડું બીજ વાવ્યા પછી કાળક્રમે તે મોટું વૃક્ષ બને છે.
કુળ અને છાંયડો આપી પશુ-પંખી અને માનવોને સુખ આપે છે, તેવી જ રીતે વિધિ સહિત દેવાયેલું નાનકડું દાન પણ મહાફળ આપે છે. જેવી રીતે વરસાદી જળ જમીન પર તો એક રૂપે જ પડે છે, પરંતુ વરસી લીધા પછી તે જળ વિવિધ રૂપ ધારણ કરે છેઃ દરિયાનું પાણી, કૂવાનું પાણી, સરોવરનું પાણી.
તેમ એક જ દાતા પાસેથી વિવિધ વ્યક્તિઓને મળેલ દાન, એટલે ઉત્તમ પાત્ર, મધ્યમ પાત્ર અને કનિષ્ઠ પાત્ર (જધન્ય પાત્ર) દ્વારા વિવિધ ફળ આપવાવાળું બની જાય છે. પંચમહાવ્રતધારી સાધુને અપાયેલું દાન સુપાત્રે દીન ગણાય છે. અપાત્ર કે કુપાત્રને દીધેલું દાન, જેમ કાચા ઘડામાં વધુ પાણી નાખવાથી ઘડો ફૂટી જાય અને પાણી નકામું જાય છે, તેવી જ રીતે અપાત્રને દેવાયેલું દાન નિષ્ફળતાને વરે છે,
- રાજવૈભવછોડી, દીક્ષા અંગીકાર કરી, ભગવાન ઋષભદેવ ધર્મચક્રને પ્રવર્તાવવા વન, ગામ, નગરોમાં વિહાર કરી રહ્યા છે. બધા લોકો સોના, ચાંદી અને આભૂષણો પ્રભુના ચરણે ધરે છે. પ્રભુ તેનો અસ્વીકાર કરે છે. મહાવ્રતધારી સાધુને ભિક્ષામાં શું અપાય તેની લોકોને ખબર નથી. સુપાત્રદાનની વિધિ લોકો જાણતા નથી અને તેથી પ્રભુનું ભિક્ષાપત્રિ ખાલી જ રહે છે. નિર્દોષ અહાર ન મળવાને કારણે એક વર્ષ ઉપર ચાલીસ દિવસ જેટલા લાંબા ઉપવાસ થયાં.
બાઇબલમાં ગુપ્તદાનનું મહત્ત્વ બતાવતા કહ્યું છે કે, તમારો જમણો હાથ જે આપે છે તેની ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ. કુરાનમાં દાન સંબંધી વિધાન કરતાં કહ્યું છે કે, 'પ્રાર્થના ઇશ્વર તરફ અડધે રસ્તે લઇ જાય છે. ઉપવાસ ઇશ્વરનાં મહેલનાં દ્વાર સુધી લઇ જાય છે અને દાનથી આપણે એ મહેલમાં પ્રવેશ કરી શકીએ છીએ.'
Page #11
--------------------------------------------------------------------------
________________
વિહાર કરતાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન હસ્તિનાપુર નગરીમાં પધારે છે. નગરીના રાજા શ્રેયાંસકુમાર પોતાના પ્રતાપી પ્રપિતામહ ઋષભદેવનગરીમાં પધારતા આનંદિત થાય છે. સાથે સાથે તેમને જાતિસ્મરણ-જ્ઞાન થતાં સુપાત્રદાનની વિધિના જ્ઞાતા થતાં પ્રભુને નિર્દોષ શેરડીનો રસ વહોરાવે છે.
એટલે ભિક્ષાપાત્રમાં દાન આપે છે. એ પ્રસંગે આ પુત્રના પ્રથમ સુપાત્રદાનનું ‘અહોદાન’ ‘અહોદાન’ના દિવ્ય ધ્વનિથી સ્વાગત થાય છે. વૈશાખમાસની અક્ષય તૃતીયાને દિવસે આપેલું દાન અક્ષય થયું તેથી ભગવાનના સહજ તપની પાવન સ્મૃતિરૂપે અક્ષયતૃતીયાનો દિવસ આજે પણ તપ મહોત્સવ રૂપે ઉજવાય છે.
ચરમ તીર્થંકર ભગવાન મહાવીર એકવાર કૌશામ્બી નગરીમાં તેર બોલે અભિગ્રહ (ધ્યેય અનુકૂળ સંકલ્પ) કરીને વિચરણ કરી રહ્યાં હતાં. પરંતુ અભિગ્રહ પૂર્ણ ન થવાથી તેઓ (ભિક્ષા) ગોચરી વહોરાવતા ન હતા. એટલે આહારનું દાન ન લેતા હોવાથી તેમને સહજ રીતે પાંચ મહિના અને પચ્ચીસ દિવસના ઉપવાસ થઇ ગયા. આખરે ભગવાન, ધનાવહ શેઠને ત્યાં પધાર્યા. ત્યાં રાજકુમારી ચંદનબાળા મુંડાવેલ માથા સાથે, હાથમાં, પગમાં બેડી સાથે ત્રણ દિવસની ઉપવાસીના હાથમાં સૂપડામાં રહેલા અડદના બાકુળા જોયા. પ્રભુ જયારે ચંદનબાળા તરફ આવી રહ્યાં હતા. ત્યારે ચંદનબાળા વિચારે છે કે, મારા ધન્યભાગ્ય કે હું આજે તીર્થંકર જેવા મહાન આત્માને દાન દઇ શકીશ. પરંતુ બીજી જ ક્ષણે એને એવો વિચાર આવે છે કે હું કેટલી કમનસીબ છું કે આવા મહાત્માને દાન દેવા માટે મારી પાસે આજે તુચ્છ વસ્તુ સિવાય કશું જ નથી. તેથી તેને પોતાની આ પરિસ્થિતિ પર આંખમાં આંસુ આવી જાય છે. આંખમાં આંસુ આવતાની સાથે જ
૧૫
ભગવાનનો તેર બોલનો અભિગ્રહ પૂર્ણ થાય છે અને તે રાજકુમારી પાસેથી અડદના બાકુળા વ્હોરાવે છે. આજે પણ ચંદનબાળાના આ ઉત્કૃષ્ઠ દાનનો આપણે મહામા ગાઇએ છીએ.
જેમની પાસે થોડી જ સંપત્તિ હોય અને તે એ થોડી સંપત્તિનું ભાવપૂર્વક દાન કરે તેવી ગરીબ વ્યક્તિનું દાન ખૂબ જ પ્રશંસનીય છે.
ગુજરાતના ચતુર જૈનમંત્રી વાહડ (વાગ્ભટ) સંઘપતિ હતા. તેમણે ધર્મપ્રભાવના ના કાર્યક્રમની બધાને વાત કરી. બધા શ્રેષ્ઠીઓ ધર્મના કાર્યક્રમમાં સુવર્ણ મુદ્રાઓ ફાળામાં આપતા હતા. ભીમાશાહ નામનો એક ગરીબ માણસ ઊભો થાય. થોડો આગળ આવે ને પાછો બેસી જાય. ચતુર મંત્રી વાગ્ભટ સમજી ગયા કે ભીમાશાહને કંઇક આપવું છે. પરંતુ સંકોચ થાય છે. તેમણે બધા વચ્ચે ભીમાશાહને પૂછ્યું કે ભીમાભાઇ ! તમે સંઘના ફંડમાં કંઇ આપવા માગો છો ? તો અહીં આવી આપો. ભીમાશાહ પાસે પોતાની સંપત્તિમાં માત્ર સાત દમડી હતી. તે બંધ મુઠ્ઠીમાં વાહડ (વાગ્ભટ) મંત્રીને આપી દીધી. ચતુર મંત્રીએ બધાની સામે મૂઠ્ઠી ખોલી સાત દમડી બતાવી જાણે પૂરી ધર્મસભા વિચારતી હતી કે, આટલી મોટી રકમનું ફંડ થઇ રહ્યું છે, ત્યાં માત્ર સાત દમડી લેવાથી શું ? તે ન લઇએ તો ? એટલામાં મંત્રીએ મુનિમજીને બોલાવ્યા અને જાહેરમાં કહ્યું કે, ‘પહેલા તો આપણે દાનવીરોની યાદી લખવી ન હતી, પરંતુ હવે આ ભીમાશાહે દાન આપ્યું છે એટલે યાદી બનાવો અને તેમાં પ્રથમ નામ દાનવીર ભીમાશાહનું લખો. બીજું મારું નામ લખો અને પછી અહીં બેઠેલા દાનવીરોમાંથી એક એક કરીને બધાનાં નામ લખતા જાવ.' કેટલાક લોકો સભામાંથી બોલ્યા કે, ‘માત્ર સાત દમડીનું દાન દેવાવાળાનું પહેલું નામ કેમ ? અમે તો એનાથી કેટલુંય વધુ દાન આપ્યું છે.' ચતુર મંત્રીએ જવાબ આપ્યો
૧૬
Page #12
--------------------------------------------------------------------------
________________
કે, ‘આપણે તો આપણી વિશાળ સંપત્તિમાંથી એક નાનકડો હિસ્સો દાનમાં આપ્યો છે, જયારે ભીમાશાહે તેની તમામ સંપત્તિનું દાન કરી દીધું છે. માટે તેનું પહેલું નામ અને હું સંધપતિ ભલે છું. પરંતુ દાનની બાબતમાં હું ભીમાશાહની સર્વોપરીતા સ્વીકારું છું.’
ભૂદાનપ્રણેતા સંત વિનોબા ભાવેએ કહ્યું છે કે, દાનનો અર્થ ફેંકવું નહીં, પણ વાવવું તેવો થાય છે.
| સર્વોદય કાર્યકર્તા વિમલા ઠાકર ભૂદાન યજ્ઞમાં બિહારની રાંચી જિલ્લાના કોદરો ગામમાં ગયા, ત્યાં કેટલાક લોકો ૨૫ એકર ૪૦ એકર ૧૩ એકર અને ૭ એકર એમ જમીન દાનમાં આપી રહ્યાં. હતાં. ચીંથરેહાલ કપડામાં એક ગરીબ બાઇ આવી. તેની પાસે અડધા એકરથી થોડીક ઓછી જમીન હતી. તે તેણે વિમલાતાઇને દાનરૂપે સ્વીકાર કરવા વિનંતી કરી, કાર્યકરોએ કહ્યું, ‘આ કામવાળી બાઇ છે. તેની માત્ર અડધો એકર જમીન લેવાથી એ આપણને શું કામમાં આવશે ?' વિમલાતાઇએ તે બાઇને કહ્યું, ‘આ જમીન તમે વિનોબાજીની પ્રસાદી સમજી પાછી લઇ લો.' બાઇએ બે હાથ જોડી રડતાં રડતાં કહ્યું કે, 'હું ગરીબ છું એટલે મારું દાન નથી લેતા ? શું વિદુરની ભાજી ભગવાનને પ્રિય ન હતી ? શું સુદામાના ચોખાનો ભગવાન શ્રીકૃષ્ણ સ્વીકાર નહોતો કર્યો ?' આ પ્રસંગ વિશે વિમલાતાઇ લખે છે કે, ‘એ ગરીબ બહેનના મુખારવિંદ પર મને ભારતીય સંસ્કૃતિનું પવિત્ર દર્શન થયું. આ પ્રસંગ પછી જે જમીનદારોએ ઓછી જમીન ભૂદાનમાં આપી હતી તેમાં તેઓએ ઉમેરો કરી વધુ જમીનો ભૂ-દાનમાં આપી.
૪. અહંત્વ, સ્વત્વ અને સ્વામીત્વના વિર્સજનની
ભાવનાદાનનું સાફલ્ય છે.
જેમ દાન દેનાર મહાન છે તેમ દાન લેનાર પણ ઉપકારી છે. દાતાએ સમજવાનું કે દાન લેનાર વ્યક્તિ, મારા પરિગ્રહમાં ઘટાડો. કરવામાં અને મને પુણ્ય ઉપાર્જન કરાવવામાં નિમિત બને છે.
પરિગ્રહ રાખ્યો તેનું પાપ લાગ્યું, અમ પાપના પ્રાયશ્ચિત્તા રૂપે થતું દાન સાચા અર્થમાં પરિગ્રહ ઘટાડી શકશે.
મુનિ સંતબાલ દાનને કર્તવ્ય ગણતાં. ૧૯૪૮ની દુષ્કાળની સમયે દુષ્કાળ પીડિતોને રાહત અપાવનાર સંસ્થાનું નામ 'દુષ્કાળા કર્તવ્ય રાહત સમિતિ” રાખ્યું હતું અને દુષ્કાળના આ વર્ષમાં અનેક પરિવારોને દાન અપાવ્યું, ૧૯૪૯માં જયારે સારી ઉપજ થઈ ત્યારે મદદ મેળવનાર લોકોને પૂજય સંતબાલે ‘પ્રતિદાન' દાન પાછું વાળવાની વાત સમજાવી ત્યારે અનેક ખેડૂતો અને પશુપાલકોએ પ્રતિદાન દ્વારા સમાજને રકમ પાછી આપી.
આમ ગરીબ વ્યક્તિનું દાન પણ મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી હોય છે.
- ૧૮
Page #13
--------------------------------------------------------------------------
________________
દાન જાહેર કર્યા પછી તરત જ જમા કરાવી દેવું જોઈએ દાનમાં જે રકમ આપવાનો સંકલ્પ કર્યો હોય તે રકમને આપણે આપણું દેવું ગણવું જોઇએ અને જો ચુકવવામાં મોડું થાય તો વ્યાજ સાથે ચૂકવવું જોઇએ. સાંપ્રત સમયે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે સાધનશુધ્ધિની વિચારણા આવશ્યક છે. દાના એ પાપ ઢાંકવાનું સાધન ન બની રહે તેવા વિવેક અને જાગૃતિની જરૂર છે. આવી સંસ્થાઓમાં માત્ર ધનને જ પ્રતિષ્ઠા ન મળવી જોઇએ.
અને મન દાન દેવા કૃતનિશ્ચયી બની જાય છે. દાન સાથે દક્ષિણાની છાપ લાગતા દાન પાકું થઈ જાય છે, દાતા સંકલ્પબધ્ધ કે વચનબધ્ધા બની જાય છે. આજકાલ સંધો – સંસ્થાઓની સભાઓ મંદિરો કે સંમેલનોમાં કોઇ દાનનો વિચાર પ્રગટ કરે તો તરત જ તેની જાહેરાત. કરી દેવામાં આવે છે. મહાજન કે ગુરુજન સમક્ષ જાહેરાત થવાથી. દાતા વચનબધ્ધ બની જાય છે.
દાનમાં મળેલી રકમની વ્યવસ્થા કરવાવાળા ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિ, વ્યવસ્થાપક સમિતિ, પૂજારી કે વહીવટકર્તા મેનેજર વગેરે એ દાનમાં મળેલી સંપત્તિ ઉપકરણો કે વસ્તુઓની તટસ્થ અને ન્યાયપૂર્ણ વ્યવસ્થા કરવી જોઇએ.
મંદિરના કે ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, પ્રમુખ કે સંઘપતિઓ, ગાદી, જગ્યા કે આશ્રમના મહંતો કે સાધુ સાધ્વીજીઓ એ સંસ્થાના હેતુથી વિપરીત કે વ્યક્તિગત પ્રશંસા પ્રસિધ્ધિ કે સગવડતાઓ માટે આ સંપત્તિનો કદી ઉપયોગ ન કરવો જોઇએ.
દાનમાં સ્વત્વની સાથે સ્વામીત્વનું વિસર્જન થાય છે આગળની કક્ષામાં અહંન્દુ અને મમત્વનું વિસર્જન પણ જરૂરી છે અને પછી અન્યનું સ્વામીત્વ કે સ્વત્વ સ્વેચ્છાપૂર્વક સ્થાપિત કરવાથી. દાનની ક્રિયા પૂર્ણ બને છે.
વિશ્વચિંતક ‘બનાર્ડ શો'ને ૧૯૨પમાં જયારે સાહિત્ય માટે નોબલ પારિતોષિકના વિજેતા જાહેર કરવામાં આવ્યા ત્યારે તેણે નોબલ પ્રાઇઝ ફંડના ટ્રસ્ટીઓને વિનંતી કરતો પત્ર લખ્યો કે મારો. જીવન નિર્વાહ ચલાવવા માટે મારી પાસે પૂરતાં સાધનો છે. મારા. પારિતોષિકની રકમ સ્વીડનના ગરીબ લેખકોમાં વહેંચી દેવામાં આવે આ સ્વત્વ વિસર્જનમાં દાન-લેનાર અને દેનાર બને ધન્ય બની જાય છે.
દાન કે સહાય આપતી સંસ્થાઓએ એવી યોજનાઓ દ્વારા દાન આપવું જોઇએ કે લેનારને વારંવાર દાન લેવું ન પડે પરંતુ, તે સ્વાશ્રયી બની શકે.
દાનનું મુખ્ય અંગ સ્વત્વ અને સ્વામીત્વનું વિસર્જન છે. દાન એટલે વસ્તુ કે સંપત્તિને એક હાથથી બીજા હાથમાં સોંપવી. આ. પ્રક્રિયામાં સંપત્તિ પ્રત્યેનું મમત્વ છૂટે તોજ તે સાચું દાન કહી શકાય. પહેલાના જમાનામાં ઋષિ મુનિઓની સાક્ષીમાં દાનનો સંકલ્પ કરાવવામાં આવતો. આ સંકલ્પ મમત્વ ત્યાગનો હોય છે. આને કારણે સ્વાર્થ કે પ્રમાદવશ મન દાનભાવથી પાછું હઠતું અટકે છે.
સત્યવાદી રાજા હરિશ્ચન્દ્રએ ઋષિ વિશ્વામિત્રને પોતાનું સમગ્ર રાજય દાનમાં આપી દીધું. પછી વિશ્વામિત્રે દક્ષિણી માગી તો ભ્રાંતિવશા રાજાએ રાજયની ખજાનામાંથી. વસ્તુ આપવાની આજ્ઞા કરી, ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે ‘રાજા ! હવે તો આ રાજ્યપર મારો અધિકાર છે. તેમાંથી તમે કઈ રીતે દાન આપી શકો ?' રાજાને ભૂલ સમજાણી સ્વત્વ વિસર્જન કર્યા પછી પુનઃસ્વત્વ સ્થાપિત કરવાના વિચાર બદલ ક્ષમા માગી. રાજપાટ છોડી કાશીમાં જઇ શ્રમ કરી ખુદ અને રાણી તારામતી વેચાઇને સંકલ્પ અનુસાર સ્વપાર્જિત સંપત્તિથી રાજાએ વિશ્વામિત્રની
Page #14
--------------------------------------------------------------------------
________________
૫. દૂધનો રોટલો
દક્ષિણા ચૂકવી. રાજા હરિશ્ચંદ્રની દાન ભાવના ભારતીય સંસ્કૃતિના પૂર્ણતઃસ્વત્વ વિસર્જનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઇ ગઇ.
સમર્થસ્વામી રામદાસના શિષ્ય છત્રપતિ શિવાજીને પોતાના ગુરુની નિજાનંદી મસ્તી જોઇને વિચાર આવ્યો કે જીવનનો સાચો આનંદ રાજય વૈભવમાં નથી. રાજય કારોબારમાં તો નિત્યનવી સમસ્યા છે. આમાંથી નિવૃત્તિ લઇ સન્યાસ લઇ લઉં તો જીવનનો સાચો આનંદ માણી શકું. ગુરને પોતાના હૃદયની વાત કરી, ગુરુએ સાધુ જીવનની અનુમોદના કરી તો શિવાજીએ કહ્યું કે, ‘આપના. ખ્યાલમાં કોઇ યોગ્ય વ્યક્તિ હોય તો હું તેને રાજ કાર્યભાર સોંપી સંન્યાસ લઉં.' સ્વામીજીએ કહ્યું કે ‘મને રાજય સોંપી તું શાંતિથી વનમાં જા હું રાજય ચલાવીશ.' શિવાજીએ જળ લઇને રાજય દાનનો તરત જ સંકલ્પ કર્યો. પછી પોતાના ભવિષ્યના નિર્વાહ માટે થોડીક સુવર્ણ મુદ્રાઓ લેવા રાજકોષ તરફ ડગ માંડ્યા સ્વામીજીએ શિવાજીને રોકીને કહ્યું 'હવે એ રાજકોષ પર તારો અધિકાર નથી, સમગ્ર રાજય તેં મને દાનમાં આપી દીધું છે. શિવાજી પહેર્યો કપડે ચાલવા માંડ્યા. સ્વામી રામદાસે કહ્યું કે ‘તું જીવનનિર્વાહ માટે શું કરીશ ?' શિવાજી કહે ?' મહેનત મજદૂરી નોકરી !' સ્વામીજી કહે જો નોકરી જ કરવી હોય તો મારી નોકરી કર ! હવે તેં મને આ રાજય આપી દીધું છે. તેની વ્યવસ્થા દેખભાળ માટે હું કોઈ પણ વ્યક્તિની નિમણૂંક કરી શકું છું. મારે યોગ્ય વ્યક્તિ શોધવી પડશે, મને લાગે છે કે આ કામ માટે તુંજ સંપૂર્ણ યોગ્ય છો, મારા આ રાજય કારભારના પાલનની હું તને જવાબદારી સોંપું છું. તું ‘સેવકમાત્ર’ છો તે રીતે રાજ્ય સંભાળજે, રાજ્યને મારી થાપણ ગણી સંભાળજે ! સેવકભાવે રાજ્યની સંપત્તિનો ઉપયોગ કરતા રહી શિવાજી એક આદર્શ રાજ્યવહીવટક્ત બની ગયા.
- ગાંધીજીને ઉપાધ્યાય શ્રી પુષ્કરમુનિ એ કહ્યું છે કે અહંત્વ, સ્વત્વ અને સ્વામીત્વ વિસર્જન દાનનું મુખ્ય સફળ અંગ છે.
પૂર્વાચાર્યોએ માર્ગાનુસારીના ગુણોમાં ન્યાયસંપન્ન વૈભવને સ્થાન આપ્યું છે. ન્યાયસંપન્ન વૈભવ એટલે પ્રામાણિકતાથી મેળવેલી. સંપત્તિ, જે સંપત્તિ નીતિ, ન્યાય, અન્યનું શોષણ કર્યા વિના બીજાને. પીડા આપ્યા વિના, હક્કની સંપત્તિ મેળવી હોય તે પ્રામાણિકતાથી સંપન્ન કરી કહેવાય, ન્યાયસંપન્ન વૈભવની ભાવના ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રમાં અભિપ્રેત છે.
જે માયા કપટથી રહિત હોય, અહિંસક હોય, અન્યની પરિસ્થિતિનો વિચાર કરીને મેળવેલી સંપત્તિ હોય તે જ સ્વ પરનું કલ્યાણ કરી શકે.
સત્યના આધારે નિર્વાહ કરતી વ્યક્તિનું જીવન સત્ત્વશીલ હોય છે.
વિક્રમ સં૧૭૪૦માં કાઠિયાવાડ અને ગુજરાતના મોટાભાગમાં દુષ્કાળ પડ્યો, વરસાદ માટે પ્રાર્થનાઓ યોજાઇ. ગુજરાત નરેશે. યજ્ઞો કર્યા પરંતુ વરસાદ ન આવ્યો, પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ. મૂંગા પશુઓ પ્રાણી માટે તલસવા લાગ્યા. કેટલાક શાણા માણસોએ રાજાને કહ્યું કે આપણા રાજયનો એક વેપારી જો ધારે તો વરસાદ
R
Page #15
--------------------------------------------------------------------------
________________
લાવી શકે. રાજા તે વેપારી પાસે ગયા અને કહ્યું તમે પ્રભુને પ્રાર્થના કરી વરસાદ લાવો. વેપારીએ નમ્રતાપૂર્વક કહ્યું કે હું તો એક નાનકડો વેપારી છું મારી પ્રાર્થનાથી શું થશે ? કોઇ મોટા સાધુ-સંત, ભક્ત, મહંત પ્રાર્થના કરે કે યજ્ઞ કરવામાં આવે તો વરસાદ આવે, રાજાએ કહ્યું અમે બધાં પ્રયત્નો કર્યાં છે. સમગ્ર રાજય વતી હું આપને પ્રાર્થના કરું છું. કે ભૂખ્યા પ્રજાજાનો અને અબોલ પશુઓ પર દયા કરી આપ પ્રભુ પાસે વરસાદ માંગો,
રાજાની વિનંતીથી આખરે વેપારીએ ભગવાનને પ્રાર્થના કરી, તેણે પોતાનું ત્રાજવું ઉઠાવ્યું અને આકાશ સામે જોઇને કહ્યું કે, “જો આ ત્રાજવાથી મેં ક્યારેય કોઇને ઓછું અધિકું તોલી દીધું ન હોય તો, નીતિનું જ સેવન કર્યું હોય, સત્યનું જ આચરણ કર્યું હોય તો હે દેવતાઓ તમે અનુગ્રહ કરજો, મેઘરાજ અમારું કલ્યાણ કરવા પધારો.'
હજુ વેપારીએ પ્રાર્થના પૂરી કરી તેટલામાં વાદળા ઘેરાવા લાગ્યા અને થોડીવારમાં મેઘરાજાની મહેર થઇ.
પ્રામાણિક્તા અને ન્યાયસંપન્નતાથી પરમતત્ત્વો પણ વશમાં વર્તે છે.
સંત ગુરુ નાનક ફરતાં ફરતાં એક નાનકડા શહેરમાં પહોંચ્યા ત્યાં એક શ્રીમંત શેઠ રહેતા હતા. તેમને ઘેર એક ભોજન સમારંભ હતો. તેણે ઘણા સાધુબાવા, સંતો, કીરો, ઓલીયા પીરને જમવાનું આમંત્રણ આપેલું, તેમણે નાનકજીને પણ આમંત્રણ મોકલ્યું. જમવા સમયે નાનકજી જેવા વિખ્યાત સંત મારે ત્યાં આવે તો મારી વાહવાહ થઇ જાય જેથી પોતે બોલાવવા ગયા. સંતે શેઠને કહ્યું કે હવે બહુ મોડું થઇ ગયું છે તો જેથી હું તમારે ત્યાં ભિક્ષા લેવા નહીં આવું અહીં જે ટુકડો મળે તે ખાઇ લઇશ.
શેઠને થયું મારી ઈજજતનો સવાલ છે જેથી તેણે અનુચરોને પોતાને ત્યાંથી ભોજનનો થાળ લાવવાની આજ્ઞા કરી.
૨૩
એટલામાં લાલજી નામનો એક ગરીબ ભક્ત ભોજનનો થાળ લઇને આવ્યો, ગરીબ લાલો બે ગાય રાખીને થોડી મજૂરી કરી, થોડું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. થોડા દૂધમાંથી છાશ બનાવી પોતે ઉપયોગ કરે અને બીજી ગરીબોને મફત આપે અને સંતોની ભક્તિ કરે. ભોજનમાં તે છાશ રોટલો લાવેલો.
એટલામાં શેઠના માણસો પકવાન ભરેલો ભોજનનો થાળ લઇ આવ્યાં. નાનકજીએ રોટલોને છાશ ખાવા લાગ્યાં શેઠે કહ્યું કે મારા પકવાનનાં થાળ આરોગો. ગુરુ નાનકે એક હાથમાં રોટલો અને બીજા હાથમાં પકવાન લીધો રોટલામાંથી દૂધની ધાર થઇ અને પકવાનમાંથી લોહીની ધાર છૂટી.
લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. શેઠ પણ દંગ થઇ ગયા.
શેઠે કહ્યું આમ કેમ ? સંતે કહ્યું આની થોડી લક્ષ્મી છે પણ મહાલક્ષ્મી છે તેથી આનું અન્ન પવિત્ર છે. નીતિન્યાયથી શ્રમ કરીને મેળવ્યું છે અને ભક્તિભાવથી પીરસ્યું છે. આ દૂધનો રોટલો ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે. ઉત્કૃષ્ઠ દાનનું પ્રતીક છે.
આપ ધીરધારના ધંધામાં ગરીબો પાસેથી જે વધુ પડતું વ્યાજ લો છો તેનાથી લાચાર ગરીબોનું શોષણ થાય છે. ગરીબોના લોહી ચૂસીને એકઠી કરેલી સંપત્તિ દ્વારા તમારા અહંને પોષવા તમે આ પકવાન પીરસ્યો છે. તેથી લોહીની ધાર થઇ છે. આ પ્રસંગે શેઠના જીવનનું પરિવર્તન થઇ ગયું.
આ તો માત્ર ઉપનય કથાઓ છે લોહી શોષણનું અને ત્રાજવું અને દૂધ ન્યાયસંપન્ન આજીવિકાનું પ્રતીક છે.
ન્યાયસંપન્ન વૈભવનો પ્રભાવ, સ્વપરને માટે કલ્યાણકારી છે.
*
૨૪
Page #16
--------------------------------------------------------------------------
________________
૬. સુગંધનું મૂલ્યા
કઠિયારો રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, તેણે એક હવેલીની બહાર માણસોનું ટોળું જોયું. કુતૂહલવશ તે ભીડમાં અંદર પ્રવેશ્યો. લોકોને પૂછયું, કે ભાઈ ! શેના ટોળે વળ્યા છો ? ટોળામાંથી એક વ્યક્તિ તેને સામો પ્રશ્ન પૂછે છે કે અહીં તને કોઇ સુગંધનો અનુભવ થાય છે ? કઠિયારો કહે છે કે હા ભાઇ, કોઇ દિવ્ય, અલૌકિક સુગંધ હું અનુભવી રહ્યો છું. આ પૂર્વે ક્યારેય આવી સુગંધ માણી નથી, પરંતુ તમે કહો તો ખરા કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે ? પેલી વ્યક્તિએ કઠિયારાને જવાબ આપ્યો, સામે જે હવેલી દેખાય છે. ત્યાંથી સુગંધ આવે છે. કાશ્મીરશ્રેષ્ઠી સુગંધભંડારીની એ હવેલી છે તેના ઘરમાં ભાત બને અને એ ભાત જયારે એ જમતા હોય ત્યારે તે સુગંધીદાર ભાતની સુગંધ આજુબાજુ એટલી પ્રસરે છે તે દિવ્ય સુગંધ લેવા લોકોના ટોળાં હવેલી બહાર ઊભા રહે.
કઠિયારો મનમાં કૃતનિશ્ચયી બને છે કે કોઈ પણ ભોગે હું આ ભાતનો કોળિયો ખાઇશ. સુગંધ ભંડારી નામે ઓળખાતા શ્રેષ્ઠીને આંગણે જઇને કઠિયારો ભાતનો એક કોળિયો આપવા વિનવે છે.
ભંડારી. તેને તિરસ્કૃત કરી અને કહે છે કે 'મફતમાં એક કોળિયો તો શું એક દાણો સુધ્ધાં નહીં મળે..... !'
કઠિયારો કહે હે શેઠ, ‘આ ભાતની કિંમત તો આપ મને કહો ?'
‘તારા જેવા નિર્ધન....કંગાલ માણસ મારા ભાતની કિંમત ન ચૂકવી શકે’ શેઠે રુવાબભેર કહ્યું.
કોઇપણ ભોગે હું ભાત મેળવવા નિશ્ચયી છું.' કઠિયારાએ જણાવ્યું.
‘એક મહિનો તું મારી ગુલામી કરે તો હું તને એક થાળી ભરીને ભાત ખાવા આપીશ', સુગંધ ભંડારીએ ભાતની કિંમત. બતાવી.
કઠિયારાએ આ શરત મંજૂર કરી. એક મહિના સુધી હવેલીમાં સતત શેઠની સેવા-ચાકરી કરી, એક મહિનાની ગુલામીને અંતે શેઠે કઠિયારાને થાળી ભરીને ભાત આપ્યો. કઠિયારો ભાતની અલૌકિક સુગંધ થી પ્રસન્ન થઇ ગયો અને ભાત જમતા પહેલા હાથ મોં ધોવા માટે ઊભો થયો. ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કર્યાનો આનંદ અને સંતોષ તેના મુખારવિંદ પર હતો. એટલામાં તેણે એક સંતોનું વૃંદ શેઠની હવેલીમાં જોયું. તે સંતો ભિક્ષા ગ્રહણ કરવા આવ્યા હતા. સંતોને ભિક્ષા આપવાની શેઠે ના પાડી એટલે તે ભિક્ષા લીધા વિના જ પાછા ફરી રહ્યાં હતાં. ભિક્ષા ન મળવા
૨૬ -
Page #17
--------------------------------------------------------------------------
________________
છતાં સાધુઓના મુખ પર પ્રસન, શાંત અને સૌમ્ય ભાવો હતા. કઠિયારાએ સાધુઓને પોતાની પાસેથી ભિક્ષા ગ્રહણ કરવા વિનંતી કરી તે પોતાના ભાતની થાળી લઇ સંતવૃંદ તરફ આગળ વધે છે. એટલામાં સુગંધ ભંડારી ત્યાં આવે છે અને કહે છે કે આ તું શું કરે છે ? આતો પાગલપન કહેવાય, આ ભાત એટલે શું તે તને ખબર છે, તારી એક મહિનાની કાળી મજૂરી, લોહી પસીનાની કિંમત, આ એમને એમ કાંઇ દાનમાં આપી દેવાતા હશે ?
૭. દાનમાં ત્યાગ અને કર્તવ્યભાવો
‘શેઠ, મને આ ભાત ખાવા કરતાં સાધુઓને ખવરાવવામાં ખૂબજ આનંદ આવશે', એમ કહી કઠિયારાએ ભાતની થાળી સીધુઓના પાત્રમાં ઠાલવી દીધી.
સુગંધભંડારી આશ્ચર્યથી ચકિત થઇ ગયો, એકલપેટા થઇને એકલું ખાવું તે વિકૃતિ છે. સાથે મળીને વહેંચીને ખાવું તે પ્રકૃતિ છે. પોતે ખાવાનું ત્યાગી અને બીજાને ખવરાવ્યાનો આનંદ મેળવવો તે સંસ્કૃતિ છે. આ દ્રશ્ય જોઇને સુગંધભંડારીની વિચારધાર વધુ પ્રવાહિત થઇ તેના હૃદયનું પરિવર્તન થયું તેણે સ્વીકાર્યું કે મારા. ભાતની સુગંધની કિંમત કરતાં આ કઠિયારાના ત્યાગની સુગંધનું મૂલ્ય અનેક ગણું વધી ગયું. તે કઠિયારાને નમી પડયો. પોતાના કોઠારમાંથી અન્નદાન કરવા લાગ્યો. કઠિયારાનો ત્યાગ મૂલ્યવાન બની ગયો.
ઇતિહાસમાં અંકિત થયેલા આવા પ્રેરક પ્રસંગો પરનું ચિંતન, આપણા જીવનની દિશા બદલવા સક્ષમ થશે.
શુધ્ધ સાધનો દ્વારા મેળવેલ લક્ષ્મી, ન્યાયસંપન આજીવિકા કે વૈભવમાંથી પોતાની જરૂરિયાત પૂરતી લક્ષ્મી કે સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરી વધારાના પરિગ્રહનું સુપાત્ર દાન દ્વારા જો વિર્સજન કરવામાં આવે તો તે લક્ષ્મી, મહાલક્ષ્મી બને છે.
જાહેરસંસ્થાઓ, શૈક્ષણિક શાળા કોલેજો, તબીબી હૉસ્પિટલો, કે દવાખાનાઓ, ધર્મશાળા, મંદિરો, ધર્મસ્થાનકો, આશ્રમો, ગૌશાળા કે જીવદયાની સંસ્થાઓ, વિધવા, વૃધ્ધો, અનાથો અને રુણો માટેની સંસ્થાઓનું સખાવત દ્વારા જ પોષણ અને રક્ષણ થાય છે. આમ દાન, જાહેર સંસ્થાઓની જીવાદોરી સમાન છે.
સંસ્કૃતિ, કળા અને સાહિત્યના સંવર્ધન માટે પણ અનેક સંસ્થાઓને દાનની જરૂર પડે છે. વ્યક્તિ અને સમાજના વિકાસ માટે દાન આપવું એ આપણું કર્તવ્ય છે એમ સમજી દાન આપીએ તે આપણો સામાજિક ધર્મ છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
સરકારે ધર્માદા ટ્રસ્ટોને કરવેરામાં છૂટછાટો આપી તેનો કેટલીક વ્યક્તિઓ, વ્યાપાર અને ઉદ્યોગગૃહોએ ગેરલાભ લેવાનું શરૂ કરતાં સરકારે ટ્રસ્ટો પર વ્યાજબી અને ગેરવ્યાજબી નિયંત્રણો નાખ્યા. વળી ટ્રસ્ટોની આવક અને સંપત્તિમાંથી કાંઇક મેળવી લેવાની સરકારી લાલસા ટ્રસ્ટોના અસ્તિત્વ માટે ભયજનક પુરવાર થઇ શકે. રાજકારણીઓ સત્તાધારી વહીવટકર્તાઓ દાનમાં કર્તવ્યની ભાવના સમજે તો નીતિનાશના માર્ગે જતા અટકે.
સરકારી નિયંત્રણો અને ઘટતાં જતા વ્યાજના દરે ટ્રસ્ટીઓ અને સંચાલકોની મૂંઝવણ વધારી છે પરંતુ, આ મૂંઝવણનો ઉકેલ અપણે જ કાઢવો પડશે અને દરેક સંસ્થાઓ આર્થિક રીતે પગભર થઇ શકે તેવી યોજનાઓ સમાજ સમક્ષ મૂકવાની જવાબદારી પણ સંચાલકોની છે. દાન એવી યોજનામાં આપવું જોઈએ જેથી સંસ્થા. કાયમી ધોરણે અથવા લાંબાગાળા માટે પગભર કે સક્ષમ બને.
પ્રામાણિકતાથી અને પરસેવો પાડીને મેળવેલ નાણા દાનમાં આપનાર દાતા આજે મુશ્કેલીથી મળે છે. નીતિગ્રંથમાં એક સુંદર શ્લોક છે.
શતેષુ જાય તે શૂરઃ સહસ્તેષુ ચ પંડિતઃ વતા દશ સહએષ, દાતા ભવતિવાનવા
સેંકડો માનવીમાંથી એક શૂરવીર નીકળે છે, હજારોમાંથી એકાદ પંડિત નીપજે, લાખોમાંથી એક સારો વક્તા નીકળે પણ લાખોમાંથી એક દાતા મળે કે ન પણ મળે.
ન્યાય નીતિ જાળવી અથાગ મહેનત કરી દાતા બની શકનાર જવલ્લે જ મળી શકે છે.
ધર્મ પ્રધાનને બદલે અર્થપ્રધાન સમાજ રચના સાધન શુધ્ધિ અને ન્યાયસંપન્ન વૈભવના ખ્યાલને હાનિ પહોંચાડે છે.
મુનિશ્રી સંતબાલજીના મતે ભારતની સમાજરચના ધર્મમયને
બદલે દિવસેદિવસે અર્થમય બનતી જાય છે. એનું એક પ્રધાન કારણ ધર્મસંસ્થાઓ તરફથી પણ ધનને પ્રતિષ્ઠા આપવી એ છે જયારે ધર્મસંસ્થાના સમારંભો હોય ત્યારે ધનપતિને જ ઉચ્ચસ્થાને કે ઉચ્ચપદે બેસાડવામાં આવે છે તેવી જ રીતે ધર્મસ્થાનના હોદેદારો પણ તેવા અનીતિમાન ધનિકોને બનાવવામાં આવે છે. ધર્મસંસ્થાના બીજા ગૃહસ્થ સભ્યો, કહેવાતાં ધનિકોને પોતાના વ્યક્તિગત વહેવારમાં માનપાન આપે તે સમજાય, પણ ધર્મસંસ્થાના અગ્રસ્તંભ મુનિવરો કે સાધ્વીઓ પણ જયારે અનીતિમાન ધનિકોને ધનને લીધે જાહેર પ્રતિષ્ઠા આપે ત્યારે તો હદ થઇ કહેવાય ! એક બાજુ જે અર્થમયી સમાજરચનાને તોડવા માગે છે, બદલવા માગે છે, તે જ ધર્મધુરંધરો તેની જડોને સીંચે, તેના મૂળિયાંને પોષે, ત્યારે શી રીતે સમાજરચના બદલાવી શકાય અને ધર્મમયી સમાજરચના સ્થાપી. શકાય ? કોઇ પણ ખોટાં મૂલ્યોને બદલવા માટે તેના મૂળ ઉપર પ્રહાર થવો જોઇએ. કોઇ વ્યક્તિ મૂળ ઉપર પ્રહાર કર્યા વગર, માત્ર પાંદડાંને તોડે તો જેમ તે વૃક્ષ ઉખડતું નથી, તેમ મૂડીવાદીની નિંદા કરવાથી કે અર્થપ્રધાન સમાજરચના ખોટી છે અગર તો. અર્થસંગ્રહી પાપી છે, એમ ઉચ્ચારવા માત્રથી કામ થવાનું નથી,
એટલા માટે સર્વપ્રથમ આજની અર્થપ્રધાન બનેલી સમાજ રચનાને બદલવા ઇચ્છનાર સાધુસાધ્વીઓએ જાહેર સમારોહો, ધર્મસ્થાનો, સભાઓ, ઉત્સવો કે જાહેર સંસ્થાઓમાં ધનને કે કહેવાતા ધનિકને પ્રતિષ્ઠા ન તો પોતે આપવી જોઇએ, ન તો અપાવવી જોઇએ. આથી મૂડીવાદી લોકોને કમમાં કમ એટલું તો. ભાન થાય કે ‘હું જે અનીતિ વગેરેથી ધન કમાયો છું તે પાપમય છે, પ્રતિષ્ઠાલાયક નથી.'
અમદાવાદમાં એક મિલમાલિક દરરોજ પ્રવચનમાં મોડા આવતા, છતાં આગળ આવીને બેસવાનો પ્રયત્ન કરતા. એક દિવસ વધારે મોડા પડ્યા, એટલે પાછળ બેસવું પડયું. પણ તે તેમને રુચ્યું નહિ. પ્રવચન પૂરું થયા પછી તેઓ મહારાજશ્રી પાસે આવીને
૨૯
૩૦
Page #19
--------------------------------------------------------------------------
________________
કહેવા લાગ્યા: ‘તમે આ પાટિયું કાઢી નાખો.'
મહારાજશ્રીએ કહ્યું: ‘શા માટે ?' મિલમાલિક બોલ્યોઃ 'હું ઠીક કહું છું. એ પાટિયું બરાબર નથી.”
મહારાજશ્રીએ કહ્યું: ‘અહીં તમે મોડા આવો છો અને પાછળ બેસવું પડે છે, એટલા માટે જ ને ? ધનિકોની સભામાં તમારું સ્થાન આગળ હોય તે હું સમજી શકું છું, અને તે તમોને મળે, પણ અહીં તો જે ધાર્મિક હોય તે જ આગળ હોય, ધર્મના સ્થાને ધનને પ્રતિષ્ઠા ન હોય માણસ ગમે ત્યાં બેસી ધર્મનું શ્રવણ કરી શકે.
ત્યાગના સંદર્ભમાં, દવાની દુકાનનો એક પ્રસંગ ચિંતન પ્રેરક છે.
ઠીક છે કહી ગ્રાહક ખિસ્સામાંથી તમામ પૈસા કાઢી કાઉંટર પર મૂક્યા પરચુરણ સાથે બધા ગણ્યા તો રૂપિયા પંચાવન થયા, ગ્રાહકે પાંચ રૂપિયા પછી આપી જવા કહ્યું. પરંતુ શેઠે તે કબૂલ્યું નહિ ગ્રાહકે દર્દીની ભયંકર સ્થિતિ જણાવી અને ઇજેકશનની. તાત્કાલિક જરૂરિયાત જણાવી પરંતુ શેઠે કહ્યું આ માલમાં રૂપિયા બાકી ન રાખી શકાય. બીજો કોઇ માલ હોત તો ઉધાર રાખતું, ગ્રાહક બિચારો નિરાશ વદને પાછો ગયો.
શેઠના મિત્રે આ સંવાદ સાંભળી અને ગ્રાહકના ગયા પછી કહ્યું, પાંચ રૂપિયા ઓછા આવ્યા હોત તો તેમાં તારું શું ઓછું થઇ જવાનું હતું ? તે બિચારો આશીર્વાદ આપત ને ?
આ ઇન્જકશનનો બાંધેલો ભાવ તો અઢાર રૂપિયા છે તેના તમે વીસ રૂપિયા લો પરંતુ તેના કાંઇ સાંઇઠ રૂપિયા મગાય ? શેઠજી અમારા જેવા ગરીબ માણસને એ કઈ રીતે પોષાય ?
એમ આશીર્વાદ લેવા બેસીએ તો કામ ન આવે. વેપારના સમયે વેપાર હોય અને આશીર્વાદ લેવાના સમયે આશીર્વાદ લેવાય. હમણાં જ અમારા ગામમાં ધર્મશાળા બંધાતી હતી જેમાં મારા પિતાશ્રીનું નામ આપવાની શરતે રૂપિયા પચ્ચીશ હજાર આપ્યા. મળ્યું છે તો વાપરીએ, પરંતુ વેપારમાં તો પાઇપાઇનો હિસાબ માંડવો જોઇએ તે શેઠે ખુલાસો કર્યો અહીં એક એવી રૂઢ માન્યતા ઘર કરી ગઈ છે કે ધર્મ સમયે ધર્મ અને વેપાર સમયે વેપાર,
પરવડે તો લો, હું પરાણે ક્યાં આપુ છું ? શેઠે કહ્યું.
ભાઈસાબ તમે પરાણે નથી આપતાં તે તો ઠીક પણ જરા પ્રભુનો ડર રાખો તો સારું. ગ્રાહક કરગર્યો.
વેપારમાં એમ દયા રાખવા બેસીએ તો કામ ન આવે, કાલે સવારે દુકાન બંધ કરી દેવી પડે સમજયાને ?
ચાલીશ રૂપિયા લો તો મહેરબાની, એનો બદલો ભગવાન તમને બીજી રીતે આપશે. ગ્રાહકે કહ્યું.
સાંઇઠ રૂપિયાથી એક પાઇ ઓછી નહિ ચાલે, બીજે તપાસ કરો. બજારમાં કોઇ દુકાનેથી આ ઇજેકશન જ નહિ મળે. આ તો મારે તમારી સાથે આંખની ઓળખાણ છે એટલે તમને હા પાડી.
પરંતુ વેપાર અને વ્યવહારમાં પણ ધર્મને સ્થાન તો આપવું જ પડે. ઇજેકશન ન મળવાને કે મોડું મળવાને કારણે એક કુટુંબ નિરાધાર પણ થઇ શકે. અહીં પચ્ચીશ હજારની. ધર્મશાળામાં અપાયેલ દાન કરતાં પણ જો પાંચ રૂપિયાનો ત્યાગ કરવામાં આવ્યો હોત તો તેનું મૂલ્ય વધી જાત. જીવન વ્યવહાર અને દાનમાં ત્યાગ અને કર્તવ્યભાવ અભિપ્રેત હોય તો તેનું સાફલ્ય છે.
-
૩૨
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રયત્ન કરતો, પરંતુ રાજાના ઔદાર્ય સામે તેનો કોઇ ઉપાય કામ લાગતો નહીં !
રાજાને સાવચેત કરવાના ઇરાદાથી તેણે એકવાર રાજાનાં શયનગૃહની ભીંત પર ‘આપદાર્થે ધન રક્ષેત’ અર્થાત્ ‘આપત્તિ માટે ધન સાચવી રાખવું જોઇએ', એવું સૂત્ર લખી નાખ્યું.
રાજાએ એ સૂત્ર વાંચ્યું. પ્રધાનનું આ ચાપલ્ય જોઇને રાજા મનોમન હસવા લાગ્યો. તેણેએ સૂત્રની નીચે બીજું એક સૂત્ર લખી નાખ્યું. ‘મહતાં કુતઃઆપદઃ ?' અર્થાત્ ‘મોટા માણસોને આપત્તિ ક્યાંથી આવે ?”
૮, આપણે સદેવ દાનાધીન બનીએ
अनुकूले विधौ देयं यतः पूरयिता हरिः ।। प्रतिकूले विधौ देयं यतः सर्व हरिष्यति ॥ (२)
રાજાનો આ ખ્યાલ જોઇને પ્રધાનને આશ્ચર્ય થયું. તેને થયું : ‘મને આપત્તિ આવશે જ નહીં,' એવી ભ્રાન્તિમાં રાજા રાચે છે.
'તકદીર અનુકૂળ હોય ત્યારે દાન આપવું, કારણ કે, પૂરું પાડનાર ભગવાન છે, તકદીર પ્રતિકૂળ હોય ત્યારે પણ દાન આપવું, કારણ કે, નહિ તો તે જ ભગવાન બધું છિનવી લેશે.'
તેણે એ સૂત્રની નીચે વળી એક સૂત્ર ઉમેર્યું : 'કદાચિત્ કુપિતો દેવઃ' અર્થાત્ ‘કદાય દેવ કુપિત થાય તો ?' (આપત્તિ આવે પણ ખરી. આ વાંચીને રાજાએ વળી આગળ એક ચરણ ઉમેર્યું, ‘સંચિત ચાપિ નશ્યતિ,' અર્થાત્ (જો દેવ કુપિત થાય તો) 'સાચવેલું પણ નાશ પામે.' ઉપરોક્ત સુભાષિતનું યથોચિત સમર્થન આ દૃષ્ટાંત કથામાંથી સાંપડી રહે છે.
દાનનો મહિમા અનેરો છે. દાન આપવામાં કદી માણસે પાછી પડવું જોઇએ નહીં. ભગવાન જેવો આપનાર બેઠો છે તેથી ખૂટવાનો સવાલ જ નથી. માણસે કદી દિલ નાનું ન કરવું જોઇએ. ‘આપતાં જાઓ અને તમને મળતું જશે' એ કુદરતનો કાનૂન છે. ‘લક્ષ્મી દાનાનુસારિણી' અર્થાત્ લક્ષ્મી હંમેશાં દાનને અનુસરે છે.
એક રાજા ખૂબ દાનવીર હતો. તે વિદ્વાનોને તેમજ કલાકારોને ખૂબ જ મોટાં ઇનામો આપીને નવાજતો. પ્રજાનું દુઃખ દૂર કરવા તે છૂટે હાથે પૈસો ખરચતો. સાધુસંતો ને બ્રાહ્મણો તેના રાજ્યમાં સદા સંતૃપ્ત રહેતા. એના પ્રધાનને રાજાની આ દાનશૂરતા ખૂબ જ ખટકતી. તે અવારનવાર રાજાને દાન આપતાં અટકાવવાનો
માણસે કદી દાનપરાધીન ન બનવું જોઈએ, દેવ અનુકૂળ હોય તો આપીને ખૂટશે નહીં અને દેવ પ્રતિકૂળ હશે તો રાખીને બચશે નહીં. આપેલું જ માણસને પાછું મળે છે, રાખેલું નાશ પામે છે. તેથી અનુકૂળ કે પ્રતિકૂળ બધી જ પરિસ્થિતિઓમાં માણસે દાનાભિમુખ રહેવું જોઇએ.
આપણે સૌદેવ દાનાધીન બનીએ.
૩૩
૩૪.
Page #21
--------------------------------------------------------------------------
________________
૯. પ્રસન્નતાપૂર્વકનું દાન
વિશ્વના તમામ ધર્મો અને સંસ્કૃતિની અંદર દાનનું મૂલ્ય આજ સુધી અકબંધ જળવાઇ રહ્યું છે. દાર્શનિકો, ધર્મચિંતકો કે સમાજચિંતકોએ હંમેશાં વિવેકપૂર્ણ અને ન્યાયસંપન્ન વૈભવમાંથી કરેલા દાનની સરાહના કરી છે. દરેક પરંપરાએ દાનવીરો પર પ્રશંસાનાં પુષ્પોની વૃષ્ટિ કરી છે.
કોઇપણ સંસ્થા માટે દાન ઉધરાવનારાઓના દાન સ્વીકારવા માટે પણ કેટલાક નિયમો હોય છે. દેનારની ભાવના પર દાન સાફલ્યનો આધાર છે.
એક દ્વીપસમૂહમાં એકવાર સમાન ધર્મ પાળતા લોકોનું સંમેલન યોજાયું. સંસ્થાના સંચાલકોએ ધાર્મિક કાર્યો માટે ફંડ ઉધરાવતાં પહેલાં તેમની પૂર્વભૂમિકા કહી. સમારંભના અધ્યક્ષે ફંડ ઉધરાવતાં પહેલાંની પૂર્વશરતો રૂપે ત્રણ પ્રસ્તાવ રજૂ કર્યા.
૩૫
•
અહીં આ સંમેલનમાં ઉપસ્થિત અમે તમામ લોકો ફાળો આપીશું.
અહીં ઉપસ્થિત આપણે સહુ આપણી શક્તિસંપન્નતા મુજબ ફાળો આપીશું.
અમે આનંદથી - ઉલ્લાસભાવે આ દાન કરીશું.
કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધા. કોઇ એક પણ વ્યક્તિનો આમાં વિરોધ ન હતો.
દરેક વ્યક્તિએ પોતપોતાની ક્ષમતા મુજબ ફંડ આપવાનું હતું એ માટે એક શ્રેષ્ઠી કે જેઓ આ સંમેલનના અધ્યક્ષસ્થાને હતા, તેમની બાજુમાં એક પેટી મૂકવામાં આવી હતી. દરેક વ્યકિએ પોતાની જગ્યાએથી ઊભા થઇ અધ્યક્ષ પાસે જઇ પોતાને જે દાન કરવું છે તે સઘળી વાત કરી સ્વહસ્તે દાન પેટીમાં નાખવાનું હતું. બધાં એ રીતે કરી રહ્યાં હતાં.
એક શ્રીમંત મહાનુભાવ આગળ આવવા માટે સંકોચતા હતા, પણ જેમ તેમ હિંમત કરીને તે અધ્યક્ષ સુધી પહોંચી ગયા. પોતાને જે દાન કરવું હતું તેની અધ્યક્ષને જાણ કરી.
અધ્યક્ષે કહ્યું ‘શ્રેષ્ઠીવર્ય, આ તો તમે આપણાં પહેલા પ્રસ્તાવ મુજબ કરી રહ્યા છો. બીજા પ્રસ્તાવ શરતનું આમાં પાલન થતું નથી, માટે આપનું દાન સ્વીકારી શકાય નહીં.
શ્રીમંત શ્રેષ્ઠીને થોડો ગુસ્સો આવ્યો પરંતુ તે પાછા પોતાની જગ્યાએ બેસી ગયા. તેણે પોતાની વિશાળ સંપત્તિના પોતાના મનઃચક્ષુથી દર્શન કર્યા, અન્ય લોકો દાન આપી રહ્યા હતા તેનું નિરીક્ષણ કર્યું. તેની દાન ભાવના પ્રબળ થતી જતી હતી.
૩૬
Page #22
--------------------------------------------------------------------------
________________
પોતાની જગ્યાએથી ઊભા થઇ સડસડાટ એ પાછા અધ્યક્ષ પાસે જઇ પોતાનો ફાળો બમણો કરી દાન આપવાની અધ્યક્ષશ્રીને જાણ કરતાં બોલ્યા, ‘લ્યો આ છે મારા દાનની રકમ'.
અધ્યક્ષે એના ચહેરા પર દૃષ્ટિ કરી, પળ ભર અટકી ગંભીર વદને કહ્યું - ‘શ્રેષ્ઠીવર્ય આ તો બીજી શરતનું પાલન થયું...પરંતુ આપણા ત્રીજા પ્રસ્તાવની શરત હજી પૂર્ણ થઈ નથી, તમારું દાન કઇ રીતે સ્વીકારી શકાય ?
શ્રીમંત શ્રેષ્ઠી સ્તબ્ધ બની ગયા. ક્ષણમાં તેની વિચારધારા અંદર પ્રવાહિત થઈ શુભ ભાવનાનો મંગલસ્ત્રોત સપાટી પર આવ્યો...અચાનક તેમના ચહેરા પર સ્મિત...અને પછી હસતાં હસતાં, ઉલ્લાસિત ભાવે પોતાનો ફાળો ત્રણ ગણો કર્યો.
ત્રીજી શરત પૂર્ણ થતાં અધ્યક્ષે આનંદ અને પ્રસન્નતા સાથે તેના ફાળાને સ્વીકાર્યો. હૃદયના ઉમળકા સાથે પ્રસન્નતાપૂર્વક કરેલું દાન જ કલ્યાણનું કારણ બની શકે છે.
*
૩૦
૧૦. અન્નદાનં પરં દાનમ્
જ્ઞાનીઓએ અન્નદાનને પરમદાન કહ્યું છે એ સંદર્ભમાં કેટલાંક સમય પહેલા એક પ્રસંગ સાંભળેલો.
ઈ.સ. ૧૭૨૮ની વાત છે. ગોદાવરી નદીનો કિનારો ઘોડાઓની હણહણાટી, હથિયારોના ખણખણાટ અને માનવ ટોળાંની ચીસોથી ભરાઇ ઉઠ્યો હતો, પહેલો બાજીરાવ અને નિઝામ ઉલમુલ્ક વચ્ચે જબરી લડાઇ જામી હતી આ લડાઇ ઉપર બન્ને રાજયોની હસ્તીનો આધાર હતો બન્ને પક્ષો પૂરી તૈયારી કરીને મેદાનમાં આવ્યા હતા લડાઇનો રંગ બરાબર જામ્યો હતો. બરાબર
આ મોકાપર નિઝામની સેનામાં અન્ન ખૂટી ગયું. તેના સૈનિકો
વગર લડાઇએ મરણ પામે એવી હાલત આવી ઊભી થઈ. જયારે તેની સત્તા મરાઠાઓથી ચોમેર ઘેરાયેલી હતી. કયાંયથી અનાજનો કણ આવે તેમ ન હતું.
નિઝામે ચોમેર નજર ધૂમાવી જોઇ પરંતુ નિરાશ થયો. વિશાળ સૈન્યને તત્કાળ અનાજ મળી શકે એવું દેખાયું નહિ. એણે
૩૮
Page #23
--------------------------------------------------------------------------
________________
મુખ્ય સેનાનીઓને મંત્રણા માટે બોલાવ્યા, પણ કોઈ ઉકેલ નીકળી. ન શક્યો, એટલે નિઝામે કહ્યુ “એક રસ્તો છે’. ‘ક્યો ?’ ‘બાજીરાવ પાસેથી અનાજ મેળવવાનો' ‘પણ એતો દુશ્મન છે. આપણે તેની સામે લડાઇના મેદાનમાં ઊભા છીએ. એની પાસેથી અનની આશા કેમ રાખી શકીએ ? ને રાખીએ તો પણ દુશ્મન દુશ્મનને અનાજ આપે ખરો ? જયારે એક બીજાની હસ્તી મટી જવાની વેળા ઊભી હોય તેવે ટાંકણે ? ‘મને ખ્યાલ છે, ત્યાં સુધી બાજીરાવ ધર્મપરાયણ શાસક છે, માનવતાવાદી છે. એક વાર પૂછી તો જોવા દે'.
હથિયારો વિરમી ગયા. હિંસા ઓસરી ગઇ ને બન્ને વચ્ચે પ્રેમના પૂર વહ્યા.
| નિઝામ ખુદ પોતાની છાવણીમાંથી એકાકી વગર હથિયારે બાજીરાવની છાવણીમાં આવી બાજીરાવને બાથમાં લઇ ઉંચક્યો. બેઉ વચ્ચે એજ પળે સુખદ સેમ|ધાને થયું.
માનવતા ધર્મમાં કેટલી તાકાત છે કે દુશ્મનોના હૃદયનું પણ પરિવર્તન થઇ જાય છે. ધર્મરાજ યુધિષ્ઠર જેવી આ સજજનતા ખરેખર દાદ માગી લે છે. આવાં નરરત્નોથી જ આ પૃથ્વી શોભે છે. આવા મહાપુરુષની મહાનતા જોઇને મસ્તક સદ્ભાવનાથી નમી પડે છે. આમાંથી સૌ કોઇ સારી પ્રેરણા લે તો જીવન ધન્યાતિધન્ય બની જાય.
સેનાનીઓની આ વાત હાસ્યાસ્પદ જેવી લાગી, પણ નિઝામે એક દૂત બાજીરાવ પાસે મોકલી, પોતાના સૈન્ય માટે અનાજની યાચના કરી, ચોક્કસ માણસોના આંકડા સાથે દૂત બાજીરાવ પહેલી પાસે આવ્યો ને નિઝામની દરખાસ્ત રજૂ કરી. એ સાંભળી બાજીરાવે દૂતને પ્રશ્ન કર્યો, ‘કદાચ અનાજ ન મળે તો શું થાય ?” ‘તો મહારાજ લગભગ આખું સૈન્ય ભૂખે મરી જાય. બાજીરાવ ત્યાંથી. ઉઠયી મંત્રણા કાજે સૈન્યના આગલી હરોળના સેનાનીઓને અને મંત્રીઓને બોલાવ્યા ને તેમની સામે નિઝામની દરખાસ્ત મૂકી ‘એમ ન બની શકે, દુશ્મનને અનાજ આપી ન શકાય, શત્રુનો કોઇપણ સંજોગોમાં નાશ કરવો એવો લડાઇનો નિયમ છે. પછી ભલે તે ભુખે મરી જાય કે હથિયારથી માર્યા જાય'. પણ મંત્રીઓની બાજીરાવે એ વાત ન સ્વીકારી.
‘આપણા ધર્મમાં અજનદાનને શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. ધર્મ આચરનારનું જ કલ્યાણ થાય છે. માટે ભલે તે દુશ્મન રહ્યો છતાં આપણા સંસ્કારો મુજબ તેને અન્નદાન કરીએ ને ધર્મ આચરીએ” બાજીરાવે આ પ્રમાણે કહ્યું ને તે જ ક્ષણે, નિઝામે જેટલું અનાજ માગ્યું હતું તેથી વધુ અનાજ પાંચ હજાર પોઠો પર લાદી મોકલ્યું. આની જાદુઇ અસર થઇ. બીજી જ પળે યુદ્ધનો શોરબકોર અને
૩૯
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૧. વ્યક્તિના જીવનની દિશા બદલે તેવું દાન આપવું જોઇએ
જ્ઞાનીઓએ ધર્મમય જીવનના ચાર પાયામાં દાન, શીલ તપ અને ભાવની વાત કરી છે આ ચારમાં દાનને પ્રથમ સ્થાન એટલા માટે આપ્યું છે કે, એક વ્યક્તિનું દાન અનેકોના જીવનને સુખદ સુંદર વળાંક આપી શકે.
તત્ત્વાર્થ સૂત્રના સર્જક આચાર્ય ઉમાસ્વાતિએ દાન માટે અનુપ્રદાર્થ સ્વચાતિસTM વાનમ્ II કહ્યું અર્થ એ કે, ‘ઉપકારના આશયથી ધન આદિ પોતાની વસ્તુ આપવી તે દાન છે'.
આચારાંગ સૂત્ર અનુસાર દાન દેનાર અને દાન લેનાર બન્ને ને જેનાથી પરોપકાર થાય તેનું નામ દાન છે, એટલે દાન દેનાર પણ પોતાનાં પરિગ્રહ ઓછો કરે એટલે લોભ કષાય અંશે ક્ષય પામે તો તેને અશુભમાંથી શુભમાં જવાનો માર્ગ મળે.
-
દાનમાં દાતાનો કરૂણાભાવ અને લોભની પક્કડમાંથી મુક્ત થવાનો શુભ અંતરગભાવ અભિપ્રેત છે.
૪૧
જ્ઞાનદાન, અભયદાન, ઔષધદાન કે આહારદાન દેતી વખતે દાતામાં ઉલ્લસિત ભાવો હોય તો જ દાનનું સાફલ્ય છે.
शतेषु जायते शूरः सहस्त्रेषु च पंडिता । वक्ता दस सहस्त्रेषु दाता भवति वानवा ||
સેંકડો પુરુષોમાં કોઇ એક વ્યક્તિ જ શૂરવીર નિકળે છે, હજારોમાં એક સાચો પંડિત, વક્તા તો દસ હજાર વ્યક્તિમાં એક મુશ્કેલથી નીકળે પરંતુ સાચો દાનવીર તો લાખો વ્યક્તિઓમાં માંડ એક મળે.
પાશ્ચાત્ય વિદ્વાન વિકટર હ્યુગોએ કહ્યું છે, ‘As the purse is emptied the heart is filled' જયારે ધનની થેલી દાનમાં ખાલી થાય છે ત્યારે હ્રદય સભર બની જાય છે.
તિજોરીમાંથી આપેલા રૂપિયા-પૈસા તેજ ક્ષણે સંતોષ ધનના રૂપમાં અનેક ગણું બની હૃદયરૂપી ખજાનાને સભર બનાવે છે.
અથર્વવેદમાં કહ્યું છે કે -
શતતઃ સમાહર સહસ્ત્ર ત્ત્તઃ સંન્તિ । સેંકડો હાથોથી એકઠું કરેલું હજારો હાથોથી વહેંચી દો.
એક કવિએ પોતાના શ્લોકમાં કહ્યું છે .
-
लक्ष्मी वायादाश्यत्वारः
ધર્મ રાશિ - તાઃ I ज्येष्ठ पुत्रापमाने ने,
त्रय कुटयंत बांधवा ॥
લક્ષ્મીના ચાર પુત્ર છે ધર્મ, રાજા, અગ્નિ અને ચોર જો લક્ષ્મીના જયેષ્ઠ પુત્રનું અપમાન કરો તો બાકીના ત્રણ પુત્રો ક્રોધાયમાન થાય છે.
=
૪૨
Page #25
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મીનો પ્રથમ પુત્ર ધર્મનું ક્યારે અપમાન થાય ? મનુષ્ય નીતિનો ત્યાગ કરી અનીતિપૂર્ણ કાર્ય કરે ત્યારે, ધર્મ પુરુષના કહેવાયેલાં વચનોના અનાદર કરે ત્યારે, અધર્મને ધર્મ માને, કપટ હિંસા અસત્ય અને અનીતિથી ધન એકઠું કરે.
બીજા શબ્દોમાં કહીએ તો, પરોપકાર દાન પુણ્ય કરવું એ જ લક્ષ્મીના જ્યેષ્ઠપુત્ર ધર્મનું બીજું નામ છે. જે વ્યક્તિ લોભ-લાલચમાં આવી ફક્ત ધનનો સંગ્રહ કરે છે અને દીન, દુઃખી પીડિતો પ્રતિ અનુકંપા લાવતો નથી અને દાન કરતો નથી ત્યારે લક્ષ્મીના અન્ય ત્રણ પુત્રો ક્રોધાયમાન, કોપાયમાન થાય છે.
આવી સંપત્તિ રાજા ટેક્ષ દ્વારા, કરવેરા દ્વારા લઇ લે છે અથવા અગ્નિ દ્વારા સંપત્તિનો નાશ થાય છે થવા ચોર ચોરી કરી જાય છે.
માટે જ્ઞાનીઓએ ધનને શુભ કાર્યમાં વાપરવાની સલાહ આપી છે. બાકી લોભને થોભ નથી.
એક ઉર્દુ કવિએ સુંદર રીતે આ વાત કહી છે
-
मुँह से बस न करते हरगीज खुदा के बंदे |
इन हरीसा को खुदा गर सारी खुदाई देता ।।
લોભી લોકોને કદાચ પ્રભુ સમગ્ર જગતની સંપત્તિ સોંપી દે છતાં પણ એ વ્યક્તિ બસ ન કહી શકે. તમામ મળવા છતાં આવી વ્યક્તિ લોભ-લાલસાને કારણે કાંઈ ભોગવી પણ ન શકે. લોભ સાથે કામ ક્રોધ આવતાં તેના આત્મ ગુણોનો નાશ થાય છે અને દુર્ગતિ મળે છે.
૪૩
માટે જ જ્ઞાનીઓ કહે છે કે સુપાત્ર દાન દો, કુપાત્રને દીધેલું દાન નિરર્થક જાય છે.
દાન તો જળના પ્રવાહ જેવું છે જે બાજુ વહાવો તે દિશા તરફ વહેવા મંડે.
સંત તુકારામે આ વાત કાવ્યમાં સુંદર રીતે કહી છે -
उदका नेले तिकडे जावे
सहज केले तैसे व्हावे । मोहरी कांदा ऊस
एक वाफा भिन्न रस ॥
ઉદક એટલે પાણી આ પાણીનો આપણે જે તરફ વાળીએ ત્યાં વળી જાય. જેવા વૃક્ષના મૂળમાં સિંચીશું તેવાં ફળ મળશે.
એક ખેડૂત તેના ખેતરમાં ત્રણ પ્રકારના બીજ વાવે છે. જમીન એક છે, પાણી એક છે તેને સીંચવાવાળો એક છે, આકાશ એક છે, હવા એક છે છતાં અલગ અલગ બીજને પાયેલા પાણીથી ભિન ભિન્ન ફળ મળશે.
પ્રસ્તુત કાવ્યમાં સંત તુકારામે કહ્યું કે મોહરી એટલે કે રાઇનું બીજ વાવ્યું, એક કાંદાનું બીજ અને એક શેરડીનું બીજ વાવ્યું. રાઈમાં તીખાશ, કાંદામાં દુર્ગંધ અને શેરડીમાંથી મીઠાશ મળશે. એક પાણી પાયું છતાં શેરડી ઉત્તમ, રાય મધ્યમ અને કાંદા નિકૃષ્ઠ નીકળ્યાં. ગમે તેટલું ઇચ્છીએ કે પુરુષાર્થ કરીએ છતાં ત્રણે ઉત્તમ ન બની શકે કારણ કે જેવું વાવીએ તેવું લણીએ, જેવું બીજ તેવું ફળ. લાખ પ્રયત્ન કરવા છતાં કાંદાને સુંગધમય બનાવી ન શકાય.
**
Page #26
--------------------------------------------------------------------------
________________
કેસર અને કસ્તૂરી સાથે સાથે હોય પણ પોતાની વાત ન છોડે. કાંદો એક જ ક્યારામાં શેરડીની સાથે ઉગાડવાથી પણ કાંદો વાસ છોડતો નથી.
આ ઉપરથી આપણે સમજવાનું કે આપણું દાન સત્કાર્યમાં લગાવીએ, સુપાત્ર દાન દઇએ, કુપાત્રને દીધેલું દાન સારુ પરિણામ ન લાવી શકે.
એક આદર્શ સંસ્થાને દાન દેશો તો એ કેટલાયનું કલ્યાણ કરી શકશે. રૂણાલય હશે તો કેટલાયની પીડા ઓછી કરશે. વિદ્યાલય હશે તો વિદ્યાદાન આપી કેટલાયના જીવન સુધારશે. દેવાલય હશે તો કેટલાયના જીવનમાં ભકિત ભાવ ખીલાવી સાધના ભક્તિમાં સહાયક બનશે,
ગરીબ છતાં હિંસક પ્રવૃત્તિ કરનારને રોકડમાં દાન આપશો તો તેની હિંસક વૃત્તિ વધશે. પરંતુ તેના જીવનની દિશા બદલે તેવી રીતે જ દાન આપવું જોઇએ. માટે જ જ્ઞાનીઓએ વિવેકપૂર્વક સુપાત્ર દાન આપવાની વાત કહી છે.
૧૨. તરતદાન મહાપુણ્ય !
કાલ કરે સો આજ કર,
આજ કરે સો અબ, અવસર બીતો જાત હૈ
બહુરી કરેંગે કબ |
પાંચ પાંડવો પાસે ભિક્ષા માગવા જનાર કોઇ ખાલી હાથે પાછો ન જાય. એક વખત એક બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે દાના લેવા ગયો. યુધિષ્ઠિર કામમાં હોવાથી બ્રાહ્મણને કહ્યું આવતી કાલે આવજો!
બ્રાહ્મણ નિરાશ થઇ પાછો વળ્યો - રસ્તામાં ભીમ મળ્યો ભીમે બ્રાહ્મણ પાસેથી વાત જાણી તેને ખૂબ ખેદ થયો.
ભીમે આયુધશાળામાં જઇ ભંભા વગાડી રાજયના નિયમો પ્રમાણે વિજય થાય તો જ ભંભા વગાડી શકાય. નાગરિકોને આશ્ચય થયું. ભંભાના અવાજથી પશુની દોડાદોડી થઇ કે ભંભા કેમ વગાડી ?
Page #27
--------------------------------------------------------------------------
________________
તપાસ કરતાં યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું ભીમ કહે ! ભાઈ કાળ જિતાયો તેથી મેં ભંભા વગાડી, યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું, ભાઇ કોણે કાળને જીત્યો ? ભીમે બ્રાહ્મણની વાત કરી ને કહ્યું ભાઇ આપે દાન માટે બ્રાહ્મણને ‘કાલે આવજો', કહ્યું તેથી મેં માન્યું કે આપે કાળને જીત્યો આપ તો સત્યવચની છો, યુધિષ્ઠિરે ભૂલસુધારવા બ્રાહ્મણને પાછો બોલાવી તુરતદાન આપ્યું.
શ્રીકૃષ્ણે યોગશક્તિથી અર્જુનને બ્રાહ્મણનું રૂપ આપ્યું અને સ્વયં પણ બ્રાહ્મણના રૂપમાં પરિવર્તિત થઈને પહોંચ્યા મહારાજા યુધિષ્ઠિર પાસે. ત્યાં જઈને ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું :
‘અમને એક મણ ચંદનના સૂકાં લાકડાં જોઈએ છે. એ તમારા જેવા દાતા પાસેથી જ મળી શકે એમ છે. બીજે ક્યાંય નહિ, કારણ કે અત્યારે વરસાદ પડે છે.'
યુધિષ્ઠિર, ‘અત્યારે ? અત્યારે સૂકાં લાકડાં ક્યાંથી લાવીશું આ વરસાદમાં ? અને તમને તો સૂકાં લાકડાં જોઈએ છે ને ?' શ્રીકૃષ્ણ : ‘હા, એકદમ સૂકાં જોઈએ. અમને યજ્ઞ માટે જરૂર
છે.'
યુધિષ્ઠિર : ‘જો એકાદ શેર જોઈતાં હોય તો આપી શકત પણ મણ લાકડાં માટે તો થોડી રાહ જોવી પડશે.'
યુધિષ્ઠિરની પરીક્ષા લીધા બાદ બંને બ્રાહ્મણ વેશમાં કર્ણ પાસે પહોંચ્યા અને એને પણ એ જ કહ્યું : ‘અમને એક મણ ચંદનનાં સૂકાં લાકડાં જોઈએ છે.'
કર્ણ : ‘અત્રે તો વરસાદ પડે છે, પરંતુ થોભો ભૂદેવ ! મારા
૪૦
મહેલના દરવાજાના લાકડાં ચંદનનાં છે અને સૂકાં છે. એ હું હમણાં તમને આપી દઉં છું.'
આમ કહીને કર્ણે પોતાના મહેલના દરવાજા કાઢી આપ્યા. પલંગ વગેરે બીજું જે કંઈ ચદનમાંથી બનાવેલું રાચરચીલું હતું એ બધું પણ કાઢી આપ્યું અને બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણ અને અર્જુનની મનોવાંચ્છા પૂરી કરી.
ત્યારે બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણે કહ્યું : ‘કર્ણ ! તમે અમારી આ તુચ્છ ઇચ્છા માટે મહેલના દરવાજા શા માટે કાઢી આપ્યા ?'
કર્ણ કહે : ‘બ્રાહ્મણદેવતા ! કોને ખબર કાલે હું જીવતો હોઈશ કે નહિ. તેથી આજે જ આ હાથથી જેટલું સત્કર્મ થઈ જાય એટલું સારું છે. કોને ખબર કાલે મોત આવી જાય તો ?'
મોત ક્યારેય પણ આવી શકે છે, ક્યાંય પણ આવી શકે છે, કોઈ પણ નિમિત્તે આવી શકે છે. આ વાત આપણે સદૈવ યાદ રાખવી જોઈએ.
*
૪૮
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૩, દિવ્ય...વૈશ્વિક બેંકનો ચેક
જૈનશાસ્ત્રોમાં અમરાવતીના શ્રેષ્ઠી સુમેદની એક સરસ કથા
આવે છે. તેનો સાર નીચે પ્રમાણે છે :
અમરાવતી નગરીના સૌથી ધનાઢય શેઠનું અવસાન થયું, તેઓ સુમેદના પિતા હતા. અંત્યેષ્ટિની ક્રિયામાં ભેગા થયેલાં બધાં સગાંવહાલાંઓએ વિદાય લીધી. પછી શેઠના મુનિમે સુમેદ સમક્ષ આવીને બધો હિસાબ-કિતાબ રજૂ કર્યો. પિતાની ધન, દૌલત, સંપત્તિ કેટલી છે તે જણાવી. પિતાનો કારભાર ક્યાં અને કેટલો વિસ્તૃત ફેલાયેલો છે, દેશમાં ક્યાં કેટલી પેઢીઓ છે, વેપાર ધંધામાં કેટલું રોકાણ થયેલું છે તેની વિગતવાર સમજણ અને માહિતી આપી. ત્યાર પછી મુનિમ સુમેદને ભોંયરામાં લઇ ગયો. ભંડારો અને તિજોરીઓની ચાવીઓ સોંપતાં કહ્યું કે હવે તમે આ બધી જ
સંપત્તિના મલિક છો.
સુમેદે સઘળો હિસાબકિતાબ જોયો, ભંડારો અને તિજારીઓ જોઇ, મૂલ્યવાન હીરામાણેકો, ધન-દૌલત અને સંપત્તિ જોઇ જેનું
૪૯
મૂલ્ય અબજો અને ખર્ચો રૂપિયાનું હતું. (એક ખર્વ = ૧૦ અબજ) આટલી અઢળક સંપત્તિ જોયા બાદ સુમેદને કશામાં મોહ, મમતા કે લોલુપતા ન દેખાઇ. તે જાણીને મુનિમને ખૂબ જ આશ્ચર્ય થયું. સુમેદ સામે નજર કરી તો એની આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. એટલે મુનિમે પ્રશ્ન કર્યો ‘તમે આટલી અબજો રૂપિયાની સંપત્તિના માલિક છો, વારસદાર છો, આપના પૂર્વજોની સંપત્તિ છે પછી તમે કેમ રડો છો ?'
સુમેદે મુનિમને કહ્યું ‘મારે તમારી પાસેથી એક વાત સમજવાની છે. મારા વડદાદા મૃત્યુ પામ્યા. તેઓ પણ આ સંપત્તિ સાથે ન લઈ ગયા. મારા દાદા પણ આ સંપત્તિ અહીં જ છોડી ગયા અને મારા પિતાજી પણ આ સંપત્તિ તેમની સાથે લઇ ન ગયા. તમે હવે કોઇ યુક્તિ બતાવો કે મારા મૃત્યુ પછી આ બધી સંપત્તિ મારી સાથે લઇ જવા માંગું છું, તેને અહીં છોડી જવા નથી માગતો. કાલ સવાર સુધી કોઇ ઉપાય શોધી મને બતાવજો. કદાચ મારું મૃત્યુ થાય પછી. આ સંપત્તિ મૃત્યુ પછી સાથે ન લઇ જઇશ કે ન મારા સંતાનો તેમના મૃત્યુ બાદ આ સંપત્તિ સાથે લઇ જઇ શકશે. હવે હું આ સંપત્તિનો નિકાલ કરી દેવા માંગું છું.'
મુનિમે સુમેદને જવાબ આપ્યો ‘શેઠશ્રી, આવું તો કદી બન્યું જ નથી અને બનવાનું પણ નથી. કોઇ મૃત્યુ બાદ સાથે સંપત્તિ લઇને ગયું જ નથી !'
ખાખરે સુમેÈ યુક્તિ શોધી લીધી, યુક્ત હતી સંપશ્ચિનું દાન કરી સંસાર ત્યાગવાની. તેણે મુનિમને યુક્તિ જણાવી યુક્તિ જણાવવાની ક્ષણે જ તેણે આ સધળી સંપત્તિનું દાન કરી દીધું અને સંયમના માર્ગે જવા સંધળું ત્યાગી દીધું પુણ્યનામની દિવ્ય વૈશ્વિક કોસ્મિક બેંકનો ટ્રાવેલર્સ ચેક ભવોભવ સાથે રહે છે.
**
૫૦
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્યનો ચોફાળ જોઇ રાજાએ કહ્યું, ભગવાન ! આપ તો મારા ગુરુ ગણાવ, તમે આવા જાડા ચોફાળ જેવાં કપડાં પહેરો. તે જોઇ મને શરમ આવે છે. હેમચંદ્રાચાર્યે જવાબ આપ્યો, તમે રાજા છો, પણ તમારા જ સાધર્મિક ગરીબ હાલતમાં રહે છે. અમને મુનિઓને શું ? અમને તો અલ્પ મૂલ્યવાન અને જીર્ણ વસ્ત્ર જ શોભે.
આચરણ ને કારણે આ. ઉપદેશની એવી અસર થઇ કે કુમારપાળે સાધર્મિક વાત્સલ્ય પાછળ દર વર્ષે ૧ કરોડ સોનામહોર ખર્ચવાનો નિર્ણય કર્યો. આ રીતે ૧૪ વર્ષ સુધી ૧૪ કરોડ સોનામહોરનો સદ્વ્યય કર્યો. ઇતિહાસમાં કુમારપાળે સાધર્મિક વાત્સલ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
ઉપદેશ કરતા આચરણની ત્વરિત અસરથી દાન કરવાની પ્રેરણા મળી.
૧૪. આચરણ દ્વારા દાન કરવાની પ્રેરણા
શાકંભરી નગરીમાં ધનાશાહ નામે શ્રાવક રહેતા હતા. નામ ધનાશાહ પરંતુ ધનનું તો નામનિશાન ન મળે. તેમની સ્ત્રી રેંટિયા કાંતે, સૂતર કાઢે અને ધનાશાહ તેનું કાપડ વણાવી વેચે. આમ પોતાનું ગુજરાન ચલાવતા. એક વખત ધનાશાહે પોતાના માટે જ સૂતર કંતાવી તેમાંથી ચોફાળ વણાવ્યો, જેથી શિયાળામાં ઓઢવા. કામ આવે.
એક દિવસ શાકંભરી નગરીમાં મહારાજા કુમારપાળના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પધાર્યા. એમને મન તો શ્રીમંત અને રંક સૌ સમાન હતા. આવા મહાન આચાર્યને પોતાને ત્યાં પધારેલા જોઇ ધનીશીહને ખૂબ ભાવ આવ્યો, એટલે તેણે સૂઝતો આહાર વહોરાવ્યો. અને પેલો ચોફાળ પણ વહેરાવી દીધો. શ્રી હેમચંદ્રાચાર્યે તેને ગ્રહણ કર્યો.
આપ્યું તે આપણું રાખ્યું તે - રાખ થયું.
કેટલાક દિવસે શ્રી હેમચંદ્રાચાર્ય પાટણ પધાર્યા, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. સામૈયામાં મહારાજ પોતે પણ સામેલ હતા.
૫૧
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૫. દાન આપે તે પામે
આ સંસારમાં દાન, એક એવી ભાવના છે કે તેનું કોઇપણ
વ્યક્તિ આચરણ કરી શકે.
દરેક વ્યક્તિ દાન આપવાની ક્ષમતા ધરાવે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની યોગ્યતા અને શક્તિ પ્રમાણેદાન આપી શકે.
એક બાળક પોતાને ચોકલેટ લેવા મળેલ પૈસામાંથી એક દિવસ ચોકલેટનો ત્યાગ કરી દાન કરી શકે.
વિદ્યાનું દાન, પોતા પાસે છે એવી જાણકારી, માર્ગદર્શન, બીજાપ્રત્યે સહાનુભુતિ અનુકંપા, દાન કરી રહેલ પ્રત્યે પ્રમોદભાવ વ્યક્ત કરી અનુમોદના પ્રદર્શીત કરી દાન ભાવનાને પૂષ્ટ કરી શકાય છે.
ભિખારીએ કોઇને સોનાના રથમાં બેસીને પોતાના તરફ આવતા જોયા. ભિખારીને થયું કે આજે તેનું ભાગ્ય ખુલશે. થોડીવારમાં તે રથ તેની પાસે આવીને ઊભો રહ્યો. તેમાંથી રાજા
૫૩
ઉતર્યા અને ભિખારીના આશ્ચર્ય વચ્ચે તેની પાસે હાથ લંબાવ્યો. ભિખારી તો ગડમથલમાં પડી ગયો. આ તરફ રાજા પોતાનો હાથ લંબાવેલો જ રાખે છે. રાજા કહે છે કે સમગ્ર રાજયના સુખનો આ પ્રશ્ન છે, કંઇક તો આપવું જ પડશે, પરંતુ ભિખારી શું આપે ? છેલ્લે પોતાની ઝોળીમાંથી એક અનાજનો દાણો કાઢીને તે આપી દીધો.
ભિખારીને થયું કે રાજાએ પોતાનો હાથ લંબાવ્યો પરંતુ પોતાનો એક દાણો ઓછો થયો તેનું દુઃખ હતું. ઘેર જઇને ઝોળી ખાલી કરી તો એક સોનાનો દાણો દેખાયો. હવે તેને દુઃખ થયું કે આખી ઝોળી ઠાલવી દીધી હોત તો ?
અહીં ક્ષણ અને ભાવનાની કીંમત છે, આપ્યું હોયતો પામી
શકાય.
૫૪
-
Page #31
--------------------------------------------------------------------------
________________
આંખમાં આંસ, હૃદયમાં વેદના ને મનમાં કુતુહલ લઇને બધાં. નગરજનો જોતજોતામાં પ્રભુને વીંટળાઇ વળ્યા.
બધેથી મણીમુક્તિના વરસાદ વરસ્યા કેસર ચંદન કપૂરના ચોક રચાયા.
આ સંસારમાં ભોગોપભોગનો સંગ્રહ તો જાણીતો હતો પણ એનો ત્યાગ અને એનો ત્યાગી અજાણ્યો હતો.
૧૬. અક્ષયતૃતીયઃ સુપાત્રદાનનું સંદેશવાહક પર્વ
કોઇ કહે અરે પૃથ્વીનાથ પગે ચાલે છે. માટે હાથી આપો. કોઈ કહે ત્રિલોકીનાથને દેહવિલેપન માટે અંગ રાગ આપો. રત્ના મોતી અને પરવાળા ધરો. મૃગ, મયૂર અને ઘેનું અર્પણ કરો. અરે ત્રિલોકીનાથને ઘરે કઈ વાતની કમીના છે ! આજે એ તો આપણું પારખું કરવા નિકળ્યાં છે. રખે આપણે પાછા પડીએ દેહ માગે તો. દેહ આપો ! પ્રભુથી વિશેષ આ વિશ્વમાં આપણું શું ?
સહસ્ત્ર ઇજને, આમંત્રણ અને વિનંતી વચ્ચેથી પ્રભુ ખાલીખમાં આગળ વધ્યા. લોકોના પોકાર પડ્યા. આપણા ભર્યા નગરને શું કરૂણીના અવતાર પ્રભુ આમ છાંડીને ચાલ્યા જશે ? શું આપણી ઐશ્વર્ય અંગારા જેવા નહિ ભાસે ? ડાહ્યા પુરુષો વિચારમાં ડૂબ્ધી શા માટે જલમેં મીન પીયાસી !?
ભગવાન ઋષભદે વ આદિનાથને સુઝતો આહાર - ગોચરી(ભિક્ષા) મળતી નહતી. પૂર્વના અંતરાય કર્મને કારણે આમ બનતું હતું. લોકોને સાધુનીની જીવનચર્યા સુપાત્ર દાન વિશે સમજણ ન હતી. ભિક્ષાયરી અજાણ લોકોને સાધુને અનુદાનમાં શું દેવું તે ખબરજ ન હતી. ૪૦૦ દિવસના ઉપવાસી ધરતી પર વિહાર કરતાં આદિનાથ ઋષભદેવ ભગવાન નગરીમાં પધારતા હતા. ત્યારે જયાં જયાં આ સમાચાર પહોંચ્યા ત્યાં નગરજનો દોડી આવ્યા. કામમૂકીને કારીગરો, ગોકૂળ છોડી ગોવાળો પ્રભુદર્શને દોડી આવ્યા. પણ આ શું જોઇએ છીએ ? પૃથ્વીનો પતિ ઉધાડે મસ્તકે, અડવાણે પગે, છત્ર ચામર વિગેરે કશાય રાજ ચિન્હો વિના રાજમાર્ગ પર એકાકી ચાલ્યા આવે છે ! ઓહ કેવું હૃદય-વિદારક દૃશ્ય ! આ દૃશ્ય જોઇ અનેકની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેવા માંડ્યો, અહા ! પૃથ્વીનાથને ઘેર તે શી ખોટ પડી ? એવું તે શું મનડું રીસાયું કે ભરી ભરી ધરતી પર સ્વામી ખાલીખમ.
- હસ્તિનાપુરના રાજમાર્ગો પર જનપદોમાં ભગવાન ઋષભદેવા પ્રત્યેનો ભક્તિ-સિધુ લહેરાઇ રહ્યો હતો. રાજસભામાં દ્વારપાળ એ. જ વેળા શુભસંદેશ સાથે હાજર થયો. એણે કહ્યું, સ્વામિન, ત્રણ લોકના પૂજય પૃથ્વીનાથ ભગવાન ઋષભદેવ વન જંગલોમાં વિચરતા આજે આપણા પુણ્યયોગે નગરમાં પધાર્યા છે. ત્રણે જણા હર્ષમાં આવી એકી સાથે બોલ્યા :
Page #32
--------------------------------------------------------------------------
________________
નહોતો. પોતાના સુગંધી કેશથી એણે પ્રભુના પગ લૂછયાં. પ્રદક્ષિણા કરી પુનઃ નમસ્કાર કર્યા.
ધન્ય ધડી, ધન્ય ભાગ્ય !
પ્રભુ આજ અમારે અાંગણે ! દ્વારપાળ આગળ બોલ્યો :
સ્વામિન, પણ એમના દેહની શી વાત કરું ? જાણે એ પ્રબળ પ્રતાપી પૃથ્વીનાથ જ નહિ ! હજારો શત્રુથી ઘેરાયેલા મહાયોદ્ધાના જેવી એમની ઝાંખી મુખમુદ્રા છે. સ્વામિન, આ પહેલા તો એમના. મુખની આસપાસ સહસ્ત્રરશ્મિ સૂર્યની જેવું તેજમંડળ રચાયેલું જોવાતું, આજે તો સર્વ કિરણ જાણે ક્ષત-વિક્ષત બની એમાંથી ઝરી ગયાં હોય એવું નિસ્તેજ લાગે છે. વધું શું કર્યું સ્વામિન્ ? સોનાનો મેરુ પર્વત જાણે શ્યામ પડી ગયો હોય એમ એમની. કાંચનવરણી કાયા શ્યામ થઇ ગઈ છે. ડોલતો ડુંગર જાણે ચાલ્યો. આવતો હોય તેમ એ ચાલ્યા આવે છે. પ્રજાજનોએ અનેક પ્રકારની ભેટ ધરી પણ એ લેતા નથી. દિવસોથી મૅન સેવે છે, એટલે શું જોઇએ છે એ પણ સમજાતું નથી. આપ જલ્દી પધારો અને તેમને ખપતી વસ્તુ જાણો, નહી તો પ્રભુ આગળ ચાલ્યા જશે અને દરિદ્રના ભિક્ષાપત્રિની જેમ આપણે આવેલા સદ્ભાગ્યથી વંચિત રહીશું.
પોતાના પ્રતાપી પ્રપિતામહનું નામ સાંભલી યુવરાજ શ્રેયાંસકુમાર ભરી સભામાંથી દોડ્યા.
પુર્ણિમાના ચંદ્રના દર્શન કરતાં જેમ પોયણી ખીલી ઉઠે તેમ પ્રભુ મુખચંદ્રના દર્શન કરતાં કરતાં કુમાર શ્રેયાંસનું હૃદ્ય કમળ ખીલી ઉઠયું. કાળના આ પ્રવાહમાં ક્ષણની કિંમત છે, યુગની નહિ. એ લાખેણી પળ શ્રેયાંસને લીધી - એના હૃદયમાં અપૂર્વ પ્રકાશ પથરાયો. તે શુભ ચિંતનની ધારાના પ્રવાહમાં ખેંચાતા હતા. એ અતીતમાં ડૂબી ગયાં હતા. આવા વેશ મેં ક્યાંક જોયો છે, અરે ! માત્ર જોયો જ હોય એમ નહિ, આવો વેશ જાણ્યો, માણ્યો હોય એમ લાગે છે ! અહો આ વેશ પણ જો આટલો બધો ભવ્ય જણાય છે તો, આ વેશને અનુરૂપ આચાર - વર્તન તો કેટલું ભવ્ય હશે ? સ્મૃતિના એ તોતિંગ દરવાજા ઉધડી જતાં શ્રેયાંસ કુમારને પૂર્વજન્મનું સ્મરણ કરાવતું જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાનના પ્રકાશે એમનું અંતર ઝળહળ બની ઉઠ્યું. એ મનોમન બોલી ઉઠ્યા કે આ પ્રભુ સાથે છેલ્લા નવ-નવ ભવથી હું સંકળાતો આવ્યો છું. અરે ! કેવા આશ્ચર્યની વાત છે કે, પ્રભુએ જે પરિગ્રહને પાપનો ભારો સમજી તજી દીધો છે. એ જ પરિગ્રહને પ્રભુ સમક્ષ સૌ ધરી રહ્યાં છે. પ્રભુની સમક્ષ શું ધરાય ? એનું પણ કોઇને જ્ઞાન નથી. આ જ કારણે દીક્ષા દિવસથી આજ સુધી પ્રભુનું ભિક્ષાપાત્ર ખાલી જ રહેવા પામ્યું છે. અને જેના. યોગે પ્રભુને એક વર્ષ ઉપર ચાલીશ દિવસ જેટલા લાંબા ઉપવાસ થયા છે. સુપત્રિ દાનનો શુભારંભ સ્વરુપ પ્રભુને પરિણું કરાવવાના લાભ લેવાના અવસરની વિચાર માત્રથી શ્રેયાંસકુમાર આનંદિત બની. ગયી. જાતિ સ્મરણથી સુપાત્રદાનની વિધિની જ્ઞાતા બની ચૂકેલા શ્રેયાંસકુમાર જાણે આદિ દાનની પ્રવર્તક બનવાનું સૌભાગ્ય મેળવવા કટિબદ્ધ બન્યા.
રાજા સોમપ્રભ (સોમયશ) દાદા અદિનાથના દર્શન માટે દોડ્યા. પ્રભુની નજીક પહોંચીને રાજા સોમપ્રભે ધારી ધારીને દર્શન કર્યા. એકલપંડે શત્રુ સૈન્યની સામે લોહીનું છેલ્લું બુંદ ખર્ચી નાંખવાની જવાંમર્દી સાથે ઝઝૂમતા કોઇ રાજવીની સ્થિતિનો અણસાર પ્રભુ દર્શનથી લાધતાં દેખાતો હતો. સુબુદ્ધિ શેઠની સ્થિતિ પણ આવીજ હતી.
શ્રેયાંસકુમાર દોડીને પ્રભુના ચરણમાં આળોટી પડ્યાં. રંકના પાત્રમાં ચક્રવર્તીની ખીર ન સમાય એમ એના હૈયામાં હર્ષ સમાતો
શ્રેયાંસકુમાર પોતાના રાજભવનમાં પહોંચ્યા, એ પૂર્વે જાણે એમની દાનભાવના ત્યાં પહોંચી ગઇ હતી અને એ ભાવનાને અનુકૂળ
( ૫૮ -
પુછ
Page #33
--------------------------------------------------------------------------
________________
બાકીનો સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવંતથી પ્રવર્યો.
એકસો આઠ ઘડા પ્રભુના કરપાત્ર દ્વારા મુખમાં સમાઇ ગયાં. એટએટલા ઘડા પ્રભુના કરપાત્રમાં સમાઈ શક્યા. શ્રેયાંસે ઘડો લઇ હર્ષનૃત્ય કર્યું. એ આનંદ એના ચિત્પાત્રમાં છલકાઈ ઉઠયો. એ રોમાંચિત થઇ ઉઠયો..
ભૂમિકા સર્જાઇ ગઇ હતી. વૈશાખનો મહિનો હતો, ખેતરોમાં શેરડીનો મબલખ પાક થયો હતો અને ખેતરે ખેતરે શેરડીની રસધારા વહી રહી હતી. કોઇ ખેડૂત આજ અવસરે ઇસુરસ રસથી ભરેલા કુંભોનું ભેટશું લઇને રાજમહેલ આવી પહોંચ્યો હતો. શ્રેયાંસકુમારનો મનમોર નાચી ઉઠ્યો. શેરડીનો રસ. નિરવદ્ય આહારને યોગ્ય, બેતાલીશ દોષથી મુક્ત, નિર્દોષ આહાર તરીકે વહોરાવી શકાય, એવું વિત્તા (દાન સામગ્રી) હતું. પ્રભુથી ચડિયાતું પાત્ર વળી બીજું ક્યું હોઇ શકે અને પોતાનું ચિત્તતો ભાવનાની ભરતીથી ભરપૂર હતું જ !
આમ, વિત-પાત્ર અને ચિત્તના ત્રિભેટે ઊભેલા શ્રેયાંસકુમારની નજર પ્રભુના દર્શને નાચી ઉઠી. એમણે પ્રભુને વિનવ્યા : દાદા આદિનાથ ! મારા ઘર આંગણે પધારો. હું આપને સુવર્ણ કે સમૃદ્ધિનું દાન નહિ કરું, આ શુદ્ધ દાનનો સ્વીકાર કરીને આપ મને પાવના બનાવો !
આજે એણે નિષ્પાપ જીવનનો આદર્શ અને નિરવદ્ય આહારનો મહિમા જગતમાં સ્થાપિત કર્યો હતો. આજના પવિત્ર દિવસ અક્ષય તૃતીયાને સુપાત્ર દાનનું સંદેશવાહક પર્વ બનાવ્યું હતું. જાણે શ્રેયાંસકુમારે સુકાતા કલ્પવૃક્ષને અમૃતપાન કરાવી નવપલ્લવિત કરી દીધું. અક્ષય તૃતીયા પર્વની પ્રતિષ્ઠા થઇ !
પ્રભુએ પારણું કરી શ્રેયાંસકુમારને તારી દીધા. ધન્ય હો દાના લેનારને ! ધન્ય છે દાન દેનારને !
હસ્તિનાપુરની જનતા માટે આજ નો પ્રસંગ ઘણા ઘણા આશ્ચર્યોને ખેંચી લાવનારા પ્રશ્નો પેદા કરી રહ્યો હતો. કોઇને સમજાતું નહોતું કે આ શ્રેયાંસકુમાર કઇ રીતે સમજી ગયાં અને પ્રભુનું પારણું એમનાં હાથે થયું ! આ દિવ્યધ્વનિ શાનો ? ધનની વૃષ્ટિ શાની ? વાતાવરણની પ્રસન્નતામાં દિવ્યતા કોણ ખેંચી લાવ્યું ?
સુવર્ણ અને સમૃદ્ધિના ઢગ પર નજર પણ ન કરનારા પ્રભુએ, શ્રેયાંસકુમારની સામે બે હાથ લંબાવ્યા. સૌના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો, શ્રેયાંસકુમાર પ્રભુના અંજલિ જોડેલ કરપાત્રમાં એકપછી એક ઇક્ષરસના કુંભ ઠાલવવા માંડ્યા. પૂરા ૧૦૮ કુંભ ઠલવાયા અને દેવોએ કરેલા અહોદાન - અહોદાન ના દિવ્ય ધ્વનિથી આકાશ તેમજ પંચદિવ્યના પ્રભાવથી એ દાનભૂમિ ભરાઇ ગઇ. દેવતાઓએ આ પ્રથમદાન દ્વારા પ્રભુને થયેલી પરિણાથી પ્રસન્ન બની જઇને સીડાબીર ક્રોડ સોનૈયો અને કેટલાંય વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાં દુભિનો નાદ ફેલાવ્યો, તેમજ સુગંધથી ભરપૂર પાણી અને પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરી. વૈશાખમાસની શુક્લ તૃતીયાને દિવસે આપેલું તે દાન અક્ષય થયું તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી તે દિવસે આપેલું દાન અક્ષય થયું તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી. અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગત્ માં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્યો અને
પ્રભુ તો ૪૦૦ દિવસના (ફાગણ વદ આઠમથી અક્ષય તૃતીયા) ઉપવાસનું પારણું કરી જળમાં જેમ મીન સરકે તેમ અન્યત્ર પધારી ગયાં. પછી નગરજનોએ શ્રેયાંસકુમારને કહ્યું, હે કુમાર ! જગતમાં તેમને ધન્ય છે, પ્રભુએ તમારા હાથે ઇક્ષરસનું પાન કર્યું. એ ઇક્ષરસની ઘારા ન હતી, પણ ઉજજડ ભૂમિને ફળદ્રુપ કરનારી, પુષ્કરાવર્તન મેધની ધારા હતી, જેણે તમારું તો શું, આપનારનું તો
૫૯
૬૦
Page #34
--------------------------------------------------------------------------
________________
શું પણ એ પાવન, દ્રશ્ય નજરે નિહાળનારનું પણ કલ્યાણ કર્યું. પ્રભુએ તો ઇક્ષુરસથી પારણઉં કર્યું, પરંતુ અમે તેમના દર્શનરૂપી અમૃતથી પારણું કર્યું. હે શ્રેય કરનારા શ્રેયાંસ, અમારા સર્વસ્વ દાન સામે પ્રભુએ નજર સરખી પણ ન કરી ! અમ દુર્ભાગીઓને ધિક્કાર !
શ્રેયાંસકુમારે સહુને સાંત્વના આપતાં કહ્યું :
તમે એમ શા માટે બોલો છો ? પ્રભુ આજે પૂર્વની પેઠે પરિગ્રહધારી રાજા નથી. આપણાં દાદાતો કંચનકામિનીના ત્યાગી થયાં છે. એમણે ક્ષણભંગુર રાજયઋદ્ધિને છોડી અમર રાજયની શોધ આદરી છે, આપણા માટે જે વસ્તુ લાખેણી ગણાય, પ્રભુ માટે તો એની કિંમત કોડીની પણ ન ગણાય ! એથીજ આજ સુધી ગામેગામ વિચરતા પ્રભુ કશુંય ગ્રહણ કરતા નહોતા, આજે એમને શુદ્ધ ભિક્ષાની પ્રાપ્તિ થઇ, એથી ૪૦૦ ઉપવાસના અંતે પ્રભુએ શેરડીનો રસ ગ્રહણ કર્યો, જે અચેત હોય અને પોતાના માટે કરેલી, કરાવેલી કે અનુમોદાયેલી ન હોય એવી ભિક્ષા પ્રભુ ગ્રહણ કરી શકે. શેરડીનો રસ આવો હતો, માટે પ્રભુએ આજે એને ગ્રહણ કર્યો અને એની ખુશાલી રૂપે દેવોએ ધનવસ્ત્ર પુષ્પોની વૃષ્ટિ કરી.
પ્રજાજનોએ શ્રેયાંસકુમારને પ્રશ્ન કર્યો કે જે અમે ન જાણી શક્યા, તે દાનવિધિ આપને કોણે જણાવી. જવાબમાં શ્રેયાંસકુમારે કહ્યું કે :
આજ સુધી તો હું પણ દાનની આ રીત જાણતો નહોતો, પણ આજે પ્રભુનું દર્શન થયું અને મારી સ્મૃતિના કમાડ ખુલી જતાં મને પૂર્વ ભવનું જ્ઞાન થયું. એમાં મુનિ તરીકેના ભવમાં મેં જીવી જાણેલ મુનિચર્યા તાજી થઇ, એથી મને ખ્યાલ આવ્યો કે મુનિને કેવું દાન ખપી શકે ? સૂર્યના ઉદયથી જેમ સૂરજમૂખી વિકસે છે, એમ પ્રભુના દર્શન માત્રથી મારા અંતરના અંધારા ઉલેચાઇ ગયાં. જાતિસ્મરણ જ્ઞાનથી હું મુનિધર્મનો જ્ઞાતા બન્યો.
આ વાત સાંભળી સંતુષ્ટ થયેલા પ્રજાજનોએ શ્રેયાંસકુમારને
પ્રશ્ન કર્યો : ઓ ઋષભ કુલદીપક ! દયાળુ, માયાળુ, ત્રિલોકીનાથને પણ આટલો સમય ક્ષુધા-પિપાસા શા કારણે નડી ?
શ્રેયાંસકુમાર કહે, કરેલા કર્મ તીર્થંકરને પણ છોડતાં નથી ! એકવાર રાજાઋષભ કોઇ માર્ગેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે શંબલ આદિ ખેડૂતોએ રાજા ઋષભ પાસે ફરીયાદ કરી કે પ્રભુ આ બળદો અમારું ધાન્ય ખાઇ જાય છે તો અમારે શું કરવું ?ત્યારે પ્રભુએ સમજાવ્યું કે, જયારે બળદો ખેતરમાં કામ કરતાં હોય ત્યારે મોઢે મોસરીયું (શીકલી) બાંધવાથી તમારી વિટંબણા દૂર થશે. પ્રભુ ! મોસરીયું બનાવતા કે બળદને બાંધતા અમને આવડતું નથી ! મહેરબાની કરી આપ એ કરી બતાવો. ખેડૂતોએ કહ્યું.
રાજા ઋષભે પાતળી દોરી લીધી એને આંટા પાડીને બળદને મોંઢે ભરાવી શકાય એવું મોસરીયું ગૂંથી આપ્યું.
ખેડૂતે એ મોસરીયું બળદને મોઢે બાંધ્યું ! ભૂખ્યા બળદોનું મોં હવે બંધાઇ ગયું હતું. હવે એતો અનાજ ખાઈ શકતા ન હતાં. તેઓ સવારના ભૂખ્યા હતાં. તેમણે ભૂખના દુઃખે ને ત્રાસે દીર્ઘ નિઃશ્વાસ નાખ્યા.
ખેડૂતો ફરી પોતાના કામમાં મશગુલ હતાં - બળદોની ભૂખનું દુઃખ જોઇ ઋષભ રાજાએ બળદોના મોં એથી મોસરીયું છોડવાની સૂચના આપી - પરંતુ આમા રાજા ઋષભ થોડા વિલંબ ′′] || સરખા પ્રમાદને કારણે બળદોને જે ક્ષુધા-તુષાની પીડા સહન કરવી પડી તેનું ઋષભને કર્મબંધન થયું.
પરંતુ પ્રભુએ ઉપસર્ગ અને પરિષહ સહન કરીને કર્મનિર્જરા કરી વર્ષીતપનો મહીમા અને સુપાત્ર દાનની પ્રતીષ્ઠા કરી ભગવાન ઋષભદેવના વર્ષીતપની પાવન સ્મૃતિમાં આજે પણ અનેક લોકો આ તપ કરે છે.
અક્ષયતૃતીયાને દિવસે કરેલ સુપાત્ર દાનધર્મના પ્રથમ પ્રવર્તક શ્રેયાંસકુમારની ઉત્કૃષ્ઠ દાનભાવનાને વંદન.
*
દર
Page #35
--------------------------------------------------------------------------
________________
અહીં કેમ પધાર્યા અને પાછી કયાં જઇ રહ્યાં છો ?
હું લક્ષ્મી છું. જયાં પૂણ્યનો ઉદય હોય ત્યાંજ રહું છું તારા. પૂણ્યનો ઉદય હતો ત્યાં સુધી તારી હવેલીમાં. રહી તારા પૂણ્યનો ખજાનાનો આ છેલ્લો દિવસ હતો. અવની પર સૂર્યોદય થતાં તારા પૂણ્યનો સૂર્ય અસ્તાચળે જશે તારું પૂણ્ય પરવારી ગયું છે. આ ઐશ્વર્ય સુખ સમૃદિધ નો સ્વામી તું માત્ર ૨૩ કલાકનોજ છે. એ કલાકો પછી તારી પાસે કશુંજ નહિ બચે માટે હવે હું આ સ્થળ છોડીને જાઉં છું. દેવી દેખાતા બંધ થયા.
દાના શેઠ વિચાર કરે છે શું ? મારું પૂણ્ય પરવારી ગયું.
૧૭. સૂપાત્રદાન લક્ષ્મીજીનું સિંહાસન
પૂર્ણિમાનો ચંદ્ર અવની પરથી વિદાય લઇ પોતાના સ્થાન ભણી જવા જાણે ઝડપ વધારી રહ્યો છે. કુકડાની બાંગ પો. ફાટવાની વધામણી નો નિર્દેશ કરે છે અને પરોઢના આગમનની છડી પોકારે છે.
દાની શેઠના પીતા માધવરાય નેધીનો ધીકતો ધંધો પણ શેર માટીની ખોટ દાનબાપુની માનતા માની, શ્રધ્ધા ફળી અને માધવરાય ને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. દાનબાપુ પરની શ્રદ્ધાને કારણે પુત્રનું નામ દાનો રાખ્યું.
વેદપાઠીઓના સુરમ્પ મંગોચ્ચાર અને મધુર કંઠે ગવાતા ભકતામર સ્તોત્રની ગાથાઓ વાયુમંડળને પવિત્ર કરે છે અને વાતાવરણને દિવ્યતા થી ભરી રહેલ છે.
દાનો મોટો થતાં આખા વિસ્તારનો પ્રતિષ્ઠિત વેપારી બની ગયો. દાના શેઠની પેઢી પ્રખ્યાત બની પેઢી પરના પાટીયામાં લખાયેલા ‘આપાગીગા અને આપાદાના નું સત અમર તપો' શબ્દો સંતો પ્રત્યેની શ્રધ્ધામાં વધારો કરતાં.
દાનાશેઠ છત્રી પલંગ માંથી જાગીને બેઠા થઇ ગયા અને હાંક મારી કોણ છે એ.... આંખ ચોળીને નીરખે છે તો સોળે શણગાર સજેલી કોઇ સ્ત્રી હવેલીના મુખ્ય દ્વાર તરફ જઇ રહેલ છે.
આ સ્વપ્ન છે કે સત્ય, શેઠે પોતાના બીજા હાથે ચીંટીયો. ખો, ના છે તો સત્ય નજીક જઈને જુએ છે તો કોઇ દૈવી સ્ત્રી લાગે છે. દાના શેઠ મૂળ ધાર્મિક વૃત્તિના, બે હાથ જોડી નમ્રતાથી પૂછે છે કે હે દેવી ! આપ કોણછો અને આટલી વહેલી સવારે
આજે એજ પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીવર્ય દાના શેઠ વિચારે છે કે શું મારું પૂણ્ય પરવારિ ગયું, કશો વાંધો નહિ.
જેવી ઉપરવાળાની મરજી. પરિગ્રહ પ્રત્યેનું મમત્વ તુટી ગયું.
દીના શેઠમાં દાનની ભાવનાના પુર ઉમટ્યી અને સૂપત્રિા દાનની શૃંખલા રચવા શેઠના પગ ઉપડ્યી શેઠે સ્નાનાદિ, નિત્ય
૬૩
Page #36
--------------------------------------------------------------------------
________________
કર્મ પતાવી પૂજા-પાઠ પ્રભુસ્મરણ કર્યું પછી પત્નીને કહ્યું ઘરમાં તમારી પાસે જે જર જવેરાત દર દાગીના છે તે મને આપી શકશો. શેઠાણીને પતિમાં સંપૂર્ણ વિશ્વાસ હતો સસ્મિત દાગીનાના દાબડા પતિના ચરણોમાં ધર્યા, શેઠે માણસને મુનિમને ઘરે જઇ મુનિમને તાત્કાલિક પેઢી પર તેડીને આવવા જણાવ્યું. મુનિમને કહ્યું કે આજે તમામ વેપાર બંધ રહેશે તમે લેતી દેતી સિલક સ્ટોકના હિસાબો તૈયાર કરો અને રોકડ શિલક માંથી ખડધી રકમ મને આપો.
શેઠ રોકડ અને દાગીનાના દાબડા લઇ અનુયરો સાથે ગામમાં નિકળી પડ્યાં, જે ગરીબ ઘરમાં પરણવા લાયક જુવાના કન્યા છે તેવા દરેક ઘરોમાં જઈ અને કન્યાના માતા પિતાને દાગીના અને રૂપિયા આપતાં કહે છે કે તમારી દીકરીના લગ્ન પ્રસંગે મારા તરફથી આ ભેટ આપો.
કેટલીક માંદગીથી પીડાતી વ્યકિતને શોધીને કરૂણા ભાવે ઉષ્માયુક્ત સહાનુભૂતિ વ્યક્ત કરી દવા સુષશ્રા અને ઉપચાર કરાવવા રોકડ રકમ આપે છે. પોતે જે શાળામાં ભણેલ ત્યાં જઇને ગુરુજીના હાથમાં રકમ મૂક્તા કહે છે કે ગરીબ વિદ્યાર્થીઓની વસ્ત્રો. અને પુસ્તકોના મદદ માટે આ રકમ વાપરજો પછી ગૌશાળાને પાંજરાપોળમાં ધાસ માટે, પાણી. ની પરબ માટે વધેલી રકમ આપી શેઠ પેઢીમાં પાછા ફરે છે.
કે ખબર નથી આ પેઢીનું અસ્તિત્વ આવતી કાલે હશે કે નહિ દરેક અનુચર ને લગ્ન પ્રસંગ દવા કે ઘર દુરસ્ત માટે જોઇતી રકમ આપી. અને છ છ મહિનાનો એડવાન્સ પગાર આપી દીધો અનુચરોને સમજાતું નથી આશ્ચર્યમાં ડૂબી ગયા.
દાના શેઠ વહેલા ઘરે આવી ગયા અને શેઠાણી ને બધી. વાત કરી આપણે કાલે સવારે આ વિશાળ હવેલીનો ત્યાગ કરવાનો. છે. શેઠાણી સાચા અર્થમાં સહધર્મચારિણી હતાં શેઠના ધર્મકાર્યમાં સાથે આપવા બહેનો દીકરીઓ સગા વહાલા મિત્રો અને જરૂરિયાત વાળાને બોલાવી રાચરચીલું અને સાધના આપી દીધાં પોતાની તમામ ગાયો પોતાનો પૂત્ર જે ગુરુકૂળમાં ભણે છે ત્યાં મોકલાવી દીધી. અને સાંજે મહાજનને બોલાવી શેઠે કહ્યું કે આ હવેલી હું મહાજનને સોપું છું. અહીં સાધકો માટેનું સાધનાલપ આરાધના ધામ બને અને સાધુસંતો માટે નું આશ્રયસ્થાન કે ધર્મ સ્થાનક બને તેવી મારી ભાવના છે. આવતી કાલે સૂર્યોદયથી આપ આપનું કામ ચાલુ કરશો તેવી મારી વિનંતી છે.
પરિગ્રહનું વિસર્જન કરી શેઠ અને શેઠાણી વિશાળ ખાલી હવેલીમાં ચટ્ટાઇપર શાંતિથી નિદ્રાધીન થયો
મુનિએ અલગ અલગ વખારો-ગોડાઉનો માં પડેલ અનાજ કઠોળના વિગતો આપી, શેઠે કહ્યું કે લેણદારોને ચૂકવાઇ ની જોગવાઇ જેટલું અનાજ રાખી બાકીનું તમામ અનાજ ગરીબો અને વિધવાઓના ઘરે મોકલી આપો અનાથઆશ્રમ અને વૃધ્ધાશ્રમમાં મોકલી આપો.
ખૂબજ વહેલી સવારે શેઠ ઝબકીને જાગ્યા પ્રકાશપુંજમાં એક આકૃતિ હવેલી અંદર પ્રવેશી રહી છે શેઠે આંખો ચોળી તો દેખાયું કે લક્ષ્મીદેવી હવેલીમાં આવી રહ્યાં છે.
દાના શેઠે વિનયપૂર્વક હાથ જોડીને દેવીના પુનઃઆગમનનું કારણ પૂછયું.
દેવીએ કહ્યું કે શેઠ હવેતો તમે જયાં નિવાસ કરશો ત્યાં મારે પણ રહેવું પડશે.
બધાં અનુચરો મુનિમો અને ગુમાસ્તાને બોલાવી અને કહ્યું
Page #37
--------------------------------------------------------------------------
________________
શેઠ કહે આપેતો મારા પૂણ્ય પરિવારી જવાને કારણે મારા ગૃહનો ત્યાગ કર્યો હતો દેવી કહે એ ગઇકાલ, ભૂતકાળની ઘટના હતી. તમારા ત્યાગ અને દાનને કારણે આજેતો તમારા પૂણ્યનો પૂનઃઉદય થયો છે. કાલે મારા સ્વસ્થાને પહોચતા પહેલા તમારા ત્યાગ અને દાનની ભાવનાને એક ઉત્કૃષ્ઠ આશ્રમસ્થાન મળી ગયું તમારા ત્યાગ અને દાનના સમ્યક પુરુષાર્થના પરાક્રમે પ્રચંડ પૂણ્યનું ઉપાર્જન કર્યું છે જેથી હું અહીં પરત આવી છું.
દેવીના આ વચનો પર દાનાશેઠ વિચાર કરતાં હતાં તેટલી વારમાં રાજાનો એક અનુચરે આવી શેઠના હાથમાં રાજયનું તામ્રપત્ર, ફરમાન અને ચાવીનું ઝુમખુ મૂક્તાં કહ્યું કે રાજય તરફથી તમારા દાવાની પતાપર કરવામાં આવી છે જે વળતર રૂપે રાજયે એક હવેલી ત્થા ફરમાનમાં જણાવ્યા પ્રમાણે સોનુ રૂપુ ભરેલા આ
ગાડાઓ મોકલ્યા છે જેનો આપ સ્વીકાર કરો.
દાના શેઠ જીવનના પલટાતા પ્રવાહને નીરખી રહ્યાં. જયારે આકાશમાં સૂર્યનો ઉદય થતો હતો ત્યારે દાના શેઠના પૂણ્યનો સૂર્ય મધ્યાન્હ ઝગારા મારી રહ્યો હતો.
*
૬૦
૧૮. આલા ખાચરની દાન સરવાણી
વાત જસદણના આલા ખાચરની છે.
આલા ખાચરના હૃદયમાં દાનની પાતાળગંગા સમી સરવાણી સતત વહેતી રહેતી હતી. યાચક આવ્યો નથી અને દાન દીધું નથી !
સહજ રુચિવાળા જીવ જ્યારે દાન આપે ત્યારે લેનારને એનો ભાર લાગતો નથી અને દેનારનો હળવો થાય છે.
આલા ખાચરની દાન-સરવાણી નદીનું રૂપ ધારણ કરે, આગળ વધતાં એનો ધોધ રચાય ત્યારે રાજયના દીવાનને ચિંતા થાય જ થાય ! આમ ને આમ સતત દાનપ્રવાહ ચાલુ રહેશે તો તિજોરીનું તળિયું આવી જશે. રાજ કેમ ચાલશે ?
એકવાર એકાંત જોઇને દીવાને ઇશારો કર્યો : બાપુ ! હવે તો હાઉં કરો ! આ તો યાચકો છે. રોજ-રોજ આવ્યા કરશે. આપ આપો છો એટલે આવે છે.
૬૮
Page #38
--------------------------------------------------------------------------
________________
બાપુ કહે : યાચક આવે છે એટલે હું આપું છું. દીવાન કહે : એ તો ગોળ છે તો માખી આવે જ ને !
બાપુના સ્વભાવમાં દાન આપવાનું વણાઈ ગયું હતું. સ્વભાવને કારણની શી જરૂર ? આપ્યા વિના ચેન ન પડે તેવો સ્વભાવ હતો.
એક રાત્રે ડાયરો બરાબર જામ્યો હતો. છેક મોડે સુધી ચાલતો રહ્યો. છેવટે બગાસાંએ તેડું મોકલ્યું અને ડાયરો વિખરાયો. આછા અજવાળાં વેરતા દીવા ટમટમતા હતા.
બાપુએ દીવાનને નજીક બોલાવ્યા. અહીં આવો તો ! જુઓ, આ શું
૧૯. ઝેલ કા વિન્સકીની દાન ભાવના
સેવક પાસે કપડું આવું કરાવ્યું જોયું તો ગોળનો રવો ! : બાપુ ! ગોળ છે !
આલા ખાચર કહે : તો માખી કાં નથી ? દીવાન કહે : એ તો દિવસ હોય ત્યારે આવે !
બાપુએ આ સાંભળતાં જ કહ્યું : હું પણ એ જ કહું છું. મારા. પણ દિવસો છે, તો યાચકો આવે છે !
ચતુર દીવાન મર્મ સમજી મૂછમાં મરકી રહ્યા. બાપુને મનોમન પ્રણામ કર્યા.
આપણે અબજોપતિ બિલ ગેટ્સની સખાવત વિષે પહેલા વાંચેલું. હમણાં એક નવા દાનવીરનું નામ જાણવા મળ્યું. ઝેલા કાવિન્સકી, પેન્સિલવાનીયાનાં જેકિન ટાઉનના આ ધનાઢયે પોતાની લગભગ બધી ધન-સંપત્તિ-કરોડો ડોલર્સ પોતાનાં મા-બાપના અને અંગત મિત્રોની અનિચ્છા છતાં દાનમાં આપી દીધી છે.
આ કુટુંબ એક મધ્યમવર્ગની કોલોનીમાં વસે છે, અને બાળકો. ઓછી ફી વાળી પબ્લિક સ્કૂલમાં જ ભણે છે. પત્ની એમિલી પોતાની ડાક્ટરી પ્રેક્ટીસ પાર્ટટાઈમ જ કરી શકે છે. આ પરિવાર પાસે ગાડીઓમાં બે મીની વાન છે, તે પણ જરીપુરાણી ! સિવાય કોઇ વાહન પણ નથી. કુટુંબે હંમેશા સાદું જીવન ગુજાર્યું છે. ખોટો ખર્ચ કે વૈભવ દેખાડો કદી કર્યો નથી.
ઝલની આકાંક્ષા એક જ હતી...ખૂબ દોલત કમાઈને કુબેરપતિ થવું અને પછી એ બધો ખજાનો દાનમાં વહેંચી નાખવો. ઘરમાં એ
p
Page #39
--------------------------------------------------------------------------
________________
શકીએ તો પણ સારું. પોતાને માટે જ નહિ, અને પોતાનાને માટે જ નહિ. જે કોઈ હાજતમંદ હોય તેને માટે મદદનો હાથ જરૂર જ લંબાવી શકીએ ! આપણે દિલદાર અવશ્ય બની શકીએ ! સાચે જ એ શક્ય છે.
સંઘરવો નહિં.
ઝલની ફિસૂફી એવી છે કે - ઇશ્વરકૃપાથી આપણને કોઇ બાહ્ય સંપત્તિ એવી મળી હોય યા આંતરિક સંપદા વિપુલ પ્રમાણમાં મળી હોય તો તેમાંથી બને એટલી વધુમાં વધુ આપણે સાર્વજલિક લાભાર્થે - બહુજન હિતાય, બહુજન સુખાય, દાન કરવી જ જોઈએ.
ઝલનો જાત અનુભવ પણ એવો રહ્યો છે કે જેમ જેમ એ સખાવત કરતો ગયો તેમ તેમ એને અંદરથી એક અદભુત શાંતિનો, હળવાશનો અનુભવ થતો રહ્યો. સાત વર્ષથી એ એક મધ્યમ કદનાં, દોઢ લાખ ડોલર્સમાં ખરીદેલા ઘરમાં જ રહે છે. અને ફકત પચાસ હજારની ડોલરની વાર્ષિક આવક પર કુલ છ જણાનાં કુટુંબનો નિર્વાહ થઇ રહ્યો છે. ઝેલને મન ધન પ્રાપ્તિનું કોઇ મહત્ત્વ જ નથી. એને મન તો દાન આપવાનું જ ખરૂં મહત્ત્વ છે.
ઇતિહાસમાં એવા કોઇ પણ ધનપતિનો ઉલ્લેખ નથી જેણે પોતાની આર્થિક સંપદા તો સાર્વજનિક ભલા માટે દાન કરી દીધી. હોય, તદુપરાંત પોતાના શરીરના એક અતિ આવશ્યક અંગનું (કડનીનું) દાન જીવતાં જીવતે (મરણોત્તર નહિ) કોઇ ત્રાહિત વ્યક્તિ (સગા-સંબંધી નહિં) માટે કર્યું હોય !
ઝેલ જેવા. મહા દાની વિશે વાંચીને મધરટેરેસાના શબ્દોની યાદ આવી જાય છે.
આપતા જ રહો ! બધું જ દાન કરતા રહો !
(દાન, શિયળ, તપ અને ભાવમાં દાનને પ્રથમ સ્થાન આપ્યું છે.
લક્ષ્મીનું દાન વિધાદાન , ઝયણાપાળી અભયદાન, વૈયાવચ્ચ દ્વારા શ્રમદાન એમ દાનના વિવિધ પ્રકારોમાંથી કોઈ એક દાન તો પ્રત્યેક વ્યક્તિ દરરોજ કરી શકે.)
તકલીફ વેઠીને પણ બસ આપો જ આપો !
ઝેલની જેમ આપણે દાનનો ધોધ વર્ષાવી શકીએ એટલી સંપત્તિ ભલે ન હોય, તો ય દાનનું એક નાનું ઝરણું વહેતું કરી
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૦. દાનમાં ધનના પસીનાની સુગંધ હોય !
સમ્રાટ અશોક.
કલિંગનું યુદ્ધ ખેલ્યો. પણ યુદ્ધના મહાસંહારે અશોકના અંતરને અકળાવી દીધું.
સમ્રાટ અશોકને યુદ્ધના વિનાશથી પારાવાર પસ્તાવો થયો. તે સતત વિચાર કરતો કે એવું શું કરું કે જેથી મારા દુઃખનો બોજ હળવો થાય.
યુદ્ધમાં મેળવેલા વિજયને કારણે સમ્રાટ અશોકનો ખજાનો સંપત્તિથી છલોછલ ઊભરાતો હતો. એણે દાન આપવાનું શરૂ કર્યું. તે રોજ બ્રાહ્મણોને દાન આપતો હતો.
નગરના બધા બ્રાહ્મણો દાન લેવા માટે આવ્યા, પરંતુ એક
ve
ગરીબ બ્રાહ્મણ આવ્યો નહીં. એને ધનની ઘણી જરૂર હતી, પરંતુ એ દાન લેવા તૈયાર થયો નહીં.
સમ્રાટ અશોકને આશ્ચર્ય થયું કે આ તે કેવો માનવી ? બધા બ્રાહ્મણો દાન લઇ ગયા પણ એ ગરીબ હોવા છતાં કેમ આવતો નથી ?
સમ્રાટ, તમે ક્યાં દાન કરો છો ? તમે દાન કરતા હો તો જરૂર હું લેવા આવું.
આ સાંભળી સમ્રાટ અશોકના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે કહ્યું જરા વિચાર તો કર ! આટલા બધા બ્રાહ્મણો દાન લઇ ગયા અને તું વળી આને દાન જ કહેતો નથી ! પેલા બ્રાહ્મણે કહ્યું, દાન તો એનું થી શકે જે સંપત્તિ મેળવવા માટે તમે જાતે પરસેવો પાડ્યો હોત. તમે આપો છો એ તો રાજની સંપત્તિ છે. પ્રજાનો ખજાનો છે, એમાંથી તમે આપો કે ન આપો એનો કશો અર્થ નથી. તમે જાતે પરસેવો પાડીને મેળવેલા ધનનું દાન કરો તો જ સાચા દાનેશ્વરી ગણાવ.
સમ્રાટ અશોકની આંખ ખુલી ગઇ. એણે જાતે શ્રમ કરીને કમાણી કરવાનું નક્કી કર્યું. પંદર દિવસ સુધી એણે નહેર ખોદવાનો શ્રમ કર્ય અને પંદ સોનામહોર મેળવી.
આ સોનામહોર લઇને સમ્રાટ અશોક ગરીબ બ્રાહ્મણ પાસે ગયો. બ્રાહ્મણ ખૂબ ખુશ થયો. એણે દાનરૂપે એક સોનામહોર સ્વીકારી અને આશીર્વાદ આપ્યા.
૪
Page #41
--------------------------------------------------------------------------
________________
આનો અર્થ એ કે સાચું દાન તે કહેવાય કે જે ધન મેળવવા માટે માનવીએ પ્રયત્ન કર્યો હોય, સામાન્ય રીતે સમાજમાં એવું જોવા મળે છે કે માનવી ગમે તે સાધનથી ધન મેળવે અને પછી. એ ધનને ધર્મ કે સેવાને માર્ગે વાપરીને કીર્તિ મેળવે.
જે ધનમાં પસીનાની સુંગધ ભળી હોય એનું દાન એ જ સાચું દાન ગણાય. કોઇનું શોષણ કરીને ધન એકઠું કરવામાં આવે અને પછી એ ધનનું દાન કરવામાં આવે તો એનો કશો અર્થ નથી. જેમ સાધ્ય શુદ્ધ હોવું જોઇએ તે જ રીતે સાધન પણ શુદ્ધ હોવું જોઇએ.
૨૧. ત્યાગ અને દાન, રંકને રાય
બનાવવાની પાત્રતા પ્રગટાવે
વીતરાગ વાટિકામાં સંત પધાર્યા છે. શહેરથી થોડે દૂર નગરશ્રેષ્ઠીના આ ઉપવાનનું નામ તો વસંત ઉદ્યાન, પરંતુ થોડા સમય માટે અહીં આ સંત પધારતા શેઠે આ રમણીય સ્થળનું નામ વીતરાગ વાટિકા રાખી દીધું.
જનપથ પર સંતની ચર્ચા ચાલી રહી છે. દરેકના મુખ પર સંતનું નામ છે. “ભાઈ, તમે દર્શન કર્યા ? જરૂર જઈ આવજો, દર્શનથી. મનોકામના પૂરી થાય છે. જાણે કોઈ દૈવી લબ્ધિધારી સંત છે .”
મંત્રીને કાને વાત જતાં વાત મંત્રીની જીભ પર સવાર થઈ. રાજાને કાને વાત પહોંચી. રાજા અને મંત્રી બંને નિઃસંતાન. મંત્રી કહે, “આ. સંત કોઈ ચમત્કારી પુરષ લાગે છે. ચાલો, આપણે પણ સંતના દર્શન કરીએ તો સંતાનપ્રાપ્તિની મનોકામના પૂર્ણ થશે.”
Page #42
--------------------------------------------------------------------------
________________
રાજા અને મંત્રી વીતરાગ વાટિકામાં પહોંચે છે. ધર્મચર્ચા ચાલી રહી છે. હજારો ભાવિકો દિવ્યવાણીનું પાન કરી રહ્યા છે. મુનિના મુખારવિંદ પર પ્રશમભાવો છલકાઈ રહ્યા છે. એ મુખમાંથી કોમળ વ્યંજનો ભરેલાં શબ્દો સરી રહ્યાં છે.
“પ્રભુનાં વચનોમાં શ્રદ્ધા રાખજો. કદી, ક્યાંય ચમત્કારો નથી થતાં. સ્વભાવ, કાળ, નિયતિ, નિમિત્ત અને પુરુષાર્થના સંયોગ વિના કશું થતું નથી. આ દાર્શનિક કર્મવિજ્ઞાનનો નિયમ છે. કર્મનું ગણિત ચોક્કસ છે. વિશુદ્ધ ભાવ અને પ્રચંડ પુરુષાર્થ જ સફ્ળતાની ચાવી છે. આ સ્થિતિ કાયમ નથી રહેવાની, દુ:ખ તો આવે ને જાય અને સ્થિતિ બદલાયા કરે." સંતના શબ્દો સંસારની બળબળતી બપોરને ચંદન જેવી શીતળતા આપે છે.
મુનિનાં એક-એક શબ્દફૂલો ભાવિકો હૈયાની છાબડીમાં ઝીલી રહ્યાં છે.
માંગલિક વચનો બાદ ધર્મસભા પૂરી થઈ. નગરશ્રેષ્ઠી રાજા અને મંત્રીને ગુરુચરણ સમીપ લઈ આવ્યા.
રાજા અને મંત્રીએ સંતને પ્રણામ કર્યા અને કહ્યું, “ગુરુદેવ ! આપની કૃપાથી અમે ખૂબ સુખી છીએ. અમારી પાસે સુખ-સગવડસમૃદ્ધિનો કોઈ પાર નથી, પરંતુ એક વાતનું દુઃખ છે. અમારે સંતાન નથી. પુત્રના અભાવથી અમારા જીવનમાં અંધારું છે. આપની દયા અને કૃપાથી અમે જો અમારા પુત્રનું મુખ જોઈ શકીએ તો અમારું જીવન આનંદમય બની જાય."
સંતે કહ્યું, “પુત્ર જોઈએ છે, તો પહેલાં પિતાનું હૃદય તો મેળવી
9
લ્યો. પિતૃહૃદય મળ્યા વિના પુત્રપ્રાપ્તિ થયેથી પણ શું લાભ ?” પુત્ર પણ સુખી નહીં થાય અને તમે પણ સુખી થશો નહીં, માટે હે રાજન ! પુત્ર મેળવવાની ચિંતા છોડો, પિતૃહૃદય મેળવવા પુરુષાર્થ કરો.
રાજા કહે, “મહારાજ ! પુત્રપ્રાપ્તિ વિના પિતૃહૃદય કઈ રીતે મળી શકે ? આપની કૃપાથી પુત્રપ્રાપ્તિ થશે તો હું પિતૃહૃદય જરૂર મેળવી શકીશ.
સંતે શાંત અને મધુર સ્વરમાં પૂછ્યું : રાજન ! આ સમગ્ર પ્રજા શું તારી સંતાન નથી. જ્યારથી તું સિંહાસન પર બેઠો છે ત્યારથી આ પ્રજા તને માબાપ રૂપે માને છે અને આ પ્રજાનાં માબાપ કહેવડાવવાનો તને આનંદ અને ગૌરવ છે. છતાંય આ સમગ્ર પ્રજા પ્રતિ તારા અંતઃકરણમાં સંતાનનો ભાવ ન થાય તો તું સંતતિ પામીને શું કરીશ ?
સંતાન મળશે તો પણ તું પિતૃહૃદય કઈ રીતે પામીશ ?
રાજન ! તારે તો સમગ્ર રાજ્યનાં માબાપ બનવાનું છે, માટે જીવમાત્ર પ્રત્યે વાત્સલ્યભાવ પ્રગટ કરવાનો છે, પછી હું તમને બન્નેને એવા પુત્ર આપીશ જે તમારું નામ રોશન કરશે. રાજા અને મંત્રીના અંતરદ્વાર ખૂલી ગયાં. સંતને વંદન કરી સ્વમાન ગ્રહણ કર્યું.
સંતે કહ્યું : હે રાજન, આખા નગરમાં જાહેર કરો કે આવતી કાલે ભિખારીઓને દાન આપી તેની ઇચ્છાને તૃપ્ત કરવામાં આવશે. સંતની આજ્ઞા પ્રમાણે જાહેર કરવામાં આવ્યું.
બીજે દિવસે હજારો ભિખારીઓ દાન લેવા માટે હાજર થયા. રાજા અને મંત્રી ઉચિત વસ્ત્ર પરિધાન કરી દાન દેવા ઉપસ્થિત થવા સંતે કહ્યું. તમારો રાજાશાહી પોશાક ઉતારો અને સામાન્ય માણસની
02
Page #43
--------------------------------------------------------------------------
________________
દઈશ.” યુવાન સંતને નીરખી અને કહે છે, “રાજા બનાવો કે ન બનાવો, પરંતુ આ રોટલી લઈ લો. જોકે હું ઘણી મોટી આશા બાંધીને આવ્યો હતો. ખેર, મને આ રોટલીમાં પણ સંતોષ હતો. પરંતુ આપને એની જરૂર હોય તો લઈ લો , મારી ચિંતા ન કરશો ને રોટલી સંતને આપી દીધી. સંતે તેને થોડી વાર ઊભા રહેવા કહ્યું.
પછી ઘણા માણસો પસાર થયા, પરંતુ કોઈ રોટલીનો એક ટુકડો આપવા પણ તૈયાર ન હતા,
જેમ અહીં ઊભા રહો. સામાન્ય વ્યક્તિ બનશો તો જ સામાન્ય વ્યક્તિની નજીક પહોંચી તેને સમજી શકશો. દાન દેવાનું શરૂ થયું. વાસી રોટલીઓ દાનમાં અપાવા લાગી ત્યારે ભિક્ષુકો દુ:ખી થઈ ગયા. આટલી મોટી જાહેરાત પછી આવી વાસી રોટલીના ટુકડા ? પણ શું કરે ? રાજાની સામે બોલવાનું કોનું ગજું ? પોતાના ભાગ્યને ભાંડતા ભિખારીઓ. ચાલવા માંડ્યા.
ભિખારીઓને બહાર નીકળવાના રસ્તે સંત ઊભા રહ્યા અને પ્રત્યેક ભિખારીને કહેતાં, મને આ રોટલી આપો તો હું તમને રાજા બનાવી દઈશ. કેટલાક ભિખારીઓ કહે છે કે, મહાત્મા, મશ્કરી શું કામ કરો છો અને ચાલી જાય છે તો વળી કોઈ કહે છે કે રાજની લાલચ આપીને આ બાવો રોટલી પણ પડાવી લેવા માગે છે. રોટલી છાતીએ લગાવી ભિખારી નીકળી જાય છે. કોઈ રોટલી આપવા તૈયાર નથી, સંત કહે, મને જે આમાંથી અડધી રોટલી આપશે તેને હું મંત્રી બનાવી દઈશ. ભિખારીને મંત્રીપદ કરતાં વાસી રોટલીનો ટૂકડો વધુ વહાલો છે,
મોટા ભાગના ભિખારી નીકળી ગયા, એટલામાં એક યુવાન ભિખારી પસાર થઈ રહ્યો હતો. તેના મુખ પર કંઈક અલગ તેજ હતું. સંતે પૂછ્યું, “તને શું મળ્યું ?” યુવાન કહે, “વાસી રોટલીનો ટુકડો, જે અમારા ભાગ્યમાં હતો. ભિખારીના ભાગ્યમાં રોટલી જ હોય , હીરાઝવેરાત થોડાં મળે. જે મળ્યું છે તે બરાબર જ છે.”
સંતે વિચાર્યું આ યુવાનની વાણીમાં પરિસ્થિતિને અનુકૂળ થવાનો સંકેત છે.
સંત કહે, “આ રોટલી મને આપી દે. હું તને રાજા બનાવી
પછી છેલ્લે એક યુવાન પસાર થતો હતો. સંતે એને કહ્યું, “મને આમાંથી અડધી રોટલીનો ટૂકડો આપીશ તો હું તને મંત્રી બનાવી દઈશ. યુવાને વિચાર્યું, “અડધો ટૂકડો દેવામાં વાંધો નથી, કેમ કે અડધો તો મારી પાસે બચશે જ. તેમણે રોટલીનો અડધો ટુકડો સંતને આપ્યો, સંતે તેને પહેલા યુવાન પાસે ઊભો રાખ્યો. બધા ભિખારી ગયા. પછી રાજા અને મંત્રી બન્નેને કહ્યું, “તમારા બન્ને માટે યોગ્ય પુત્ર મળી ગયા છે.”
રાજામાં વિરાટ ભાવના હોવી જરૂરી છે. સર્વસ્વ ત્યાગ કરવાની , પ્રિયમાં પ્રિય વસ્તુ પણ ન્યોછાવર કરી દેવાની હિંમત હોવી જોઈએ. પહેલા યુવાને એ હિંમત બતાવી, જેથી તેનામાં ભવિષ્યનો રાજા બનવાની યોગ્યતા છે અને બીજા યુવાનમાં તેનાથી અડધી યોગ્યતા એટલે કે મંત્રી બનવાની યોગ્યતા છે.
આનંદના સર્જક પૂજ્ય અમરમુનિની આ ઉપનય કથાનો સંકેત એ છે કે સંસારની વાસનાઓ એંઠાજૂઠા વાસી ટુકડાઓ જેવી છે. એને છાતીસરસી લગાવીને આપણે ચાલી રહ્યા છીએ. જો તેને ત્યાગીએ, અનાસક્ત બનીએ તો સાધુતા પ્રાપ્ત થઈ જાય. આધ્યાત્મિક કે વ્યાવહારિક
૮૦
Page #44
--------------------------------------------------------------------------
________________
બન્ને ક્ષેત્રોમાં પૂર્ણ ત્યાગ રંકને રાય બનાવી દે છે. અધ્યાત્મ ક્ષેત્રે ત્યાગ આપણામાં પાત્રતા પ્રગટાવી દે છે, જે આત્મોત્થાન કરાવવામાં સહાયક બને છે અને વ્યાવહારિક ક્ષેત્રે દાન-ત્યાગ એક ભિક્ષુક-રંકને રાયરાજા બનવાની ક્ષમતા પ્રગટાવી દે છે,
કદાચ આપણા જીવનમાં વાસનાઓ પૂર્ણ રીતે ત્યાગવાની ક્ષમતા ન હોય તો સાધુની પદવી ન મળે, પણ શ્રાવકની પદવી તો જરૂર મળે.
પૂર્ણ ત્યાગ સાધુની ભૂમિકા છે, પરંતુ ઇરછાઓને સીમિત કરવી આવશ્યકતા ઉપરાંત વધારાનો ત્યાગ કરવો તે શ્રાવક કે વૈષ્ણવજનની ભૂમિકા છે.
૨૨. દાનમાં અપાયેલા નીતિના ધનનો
સદુપયોગ જ થાય
સદ્ગુરુ શ્રી રાજસુંદરે ન્યાયસંપન્ન વૈભવ અને સાધનશુદ્ધિથી મેળવેલ ધનમાંથી કરેલા દાનનો ઉપયોગ જ થાય તેની આ લેખમાં સુંદર વાત કરી છે,
સંત કબીર દરરોજ ઉપદેશ આપે કે “સૌ કોઈએ યથાશક્તિ દાન આપવું જોઈએ.”
મહાત્મા પોતે પણ સાદડી વણીને પોતાનું ગુજરાન ચલાવે અને થોડીઘણી રકમ દાન આપવા માટે અલગ અલગ રાખે. યથાશક્યા પ્રતિદિન થોડું દાન કરે.
એક દિવસ ધર્મસભા સમાપ્ત થઈ. તેમની દાન આપવાની વાત એક શ્રીમંતને ગમી. તરત જ તેમણે એક સોનામહોર કબીર પાસે મૂકી. કહ્યું, “આપને જે વ્યક્તિ યોગ્ય લાગે તેને મારા તરફ્ટી આ સોનામહોર દાનમાં આપજો.
Page #45
--------------------------------------------------------------------------
________________
“ભાઈ ! આવા સુકૃતના કાર્યમાં વિલંબ ન કરાય. જા, અહીંથી જતાં તને જે યોગ્ય યાચક જણાય તેને દાનમાં આપજે."
સોનામહોર લઈને શ્રીમંત વ્યક્તિ ત્યાંથી નીકળ્યા. કંઈક ચાલ્યા પછી એક અપંગ યાચક મળ્યો. દયાદૃષ્ટિ-સહ શ્રીમંતે સોનામહોર એ યાચકને આપી. તે પોતે આગળ વધ્યા.
બીજા દિવસે ફરીને ઉપદેશનું શ્રવણ કરવા એ શ્રીમંત સંત કબીરની ધર્મસભામાં આવતા હતા ત્યાં જ વચ્ચે એ અપંગ યાચકને જોયો. તે બીજા યાચક વર્ગને કહી રહ્યો હતો : “યાર ! ગઈ કાલે કોઈ ધનાઢ્ય શેઠ મળી ગયો. દાનમાં સોનામહોર આપી. આ બંદાએ દારૂ પીધો, પછી જે વધ્યું તેમાંથી જુગાર રમ્યા, ખૂબ મજા આવી ગઈ.”
અપંગ યાચકની વાત સાંભળીને શ્રીમંતને ખૂબ દુઃખ થયું, ધર્મસભા પછી તેમણે કબીરજીને કહ્યું : “આપે દાન કરવાનું કહ્યું હતું. મેં દાન તો કર્યું, પણ એ સોનામહોરથી યાચકે દારૂ પીધો, જુગાર રમ્યો. શું આના માટે જ દાન કરવાનું ? આ તો દાનનો દુરુપયોગ જ કહેવાય ? આનાં કરતાં તો મેં દાન જ ન કર્યું હોત તો કમસે દારૂ ને જુગાર તો
ન રમાત.
સંત કબીરજીએ એક-બે પળ માટે આંખો બંધ કરી. આખો ખોલી ત્યારે તેમના મુખ પર સાહજિક સ્મિત આવી ગયું, “રહસ્ય તો પછી જ કહીશ...” એમ વિચારીને તેમણે દાન આપવાની પોતાની જે રૂપામહોર હતી તે શ્રીમંતને આપી અને કહ્યું : “કાલની જેમ જ આજે પણ તમને જે યોગ્ય લાગે તેને દાનમાં આ રૂપામહોરનું શું કરે છે તેની પાછળ જઈને ગુપ્ત રીતે જોજો.”
આશ્રમમાંથી નીકળીને શ્રીમંત રાજમાર્ગ પર આવ્યા ત્યાં જ
૮૩
તેમને એક યાચક દેખાયો. જોકે, શારીરિક દૃષ્ટિએ તે સશક્ત હતો, છતાં પણ ભૂખની રેખાઓ તેના મુખ પર ઊપસી આવી હતી. શ્રીમંતે તે યાચકને કબીરની રૂપામહોર દાનમાં આપી. તે યાચક ખુશ થઈ ગયો ને પોતાના ઘર તરફ જતો રહ્યો.
ગુપ્ત રીતે શ્રીમંત તેની પાછળ પાછળ તેના ઘર સુધી આવ્યા. તે યાચક તેના ઘરમાંથી જાળી જેવી કોઈ મોટી વસ્તુ બહાર લઈને આવ્યો ને તેને ફાડીને નાના નાના ટૂકડા કર્યા.
શ્રીમંતે પાસે આવીને પૂછ્યું, “ભાઈ ! આ તેં શું કર્યું ? આ શું છે ? શા માટે તેં આના ટુકડા કર્યા ?”
“શેઠજી ! આ જાળ છે... માછલી પકડવાની જાળ !! અમે બે દિવસથી ભૂખ્યા છીએ. પેટપૂર્તિ માટે કાંઈક તો કરવું પડે ને ? અમે માછલાં પકડવાનો વિચાર કર્યો હતો, પણ જ્યારે સામેથી રૂપામહોર મળી ગઈ છે તો શા માટે માછલાં ખાઈને પેટપૂર્તિ કરવી ? હવે અમે રોટલી-શાક ખાઈને પેટ ભરીશું ! તમે મને રૂપામહોર આપી જેથી હું માછલાં પકડવાના પાપમાંથી બચી ગયો !!
શ્રીમંત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેઓ તરત જ સંતકબીર પાસે આવ્યા. સર્વ હકીકત કહી. પછી પૂછ્યું, “મારી સોનામહોરનો દુરુપયોગ થયો ને આપની સોનામહોરનો સદુપયોગ... આવું શા માટે ???"
“તારા પ્રશ્નનો તને ઉત્તર આપીશ, પણ પહેલાં મને એ વાત કરો કે... “તેં જે સોનામહોર દાનમાં આપી હતી એ નીતિથી પ્રાપ્ત કરેલી હતી કે અનીતિથી ?"
શ્રીમંતને હવે તેના દાનના દુરુપયોગનું રહસ્ય સમજાયું ને તેનું મસ્તક શરમથી ઝૂકી ગયું.
૮૪
Page #46
--------------------------------------------------------------------------
________________
કબીરે કહ્યું, “મેં આંખ બંધ કરી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો, પણ મારે તમને સમજાવવા હતા એટલે મેં એ સમયે ન કહ્યું. એટલું ધ્યાનમાં રાખજે કે હંમેશાં ધર્મથી-નીતિથી મેળવેલા ધનનો સદુપયોગ જ થાય છે, તે ક્યારેય ઉન્માર્ગે વપરાતું નથી. આ ‘સંતવાણી.’ સત્ય છે.
छान भाटे प्रसुनो संदेश
હેરી થોર્નટન યોગ્ય સંસ્થાઓને ઉદારતાથી દાના આપતા. એક કાર્યકર્તાને પચ્ચીસ ડૉલરનો ચેક તેની સંસ્થા માટે આપ્યો.
હજી ચેકની સહી પણ સૂકાઇ ન હતી ત્યાં તો. નોકર એમને એક તાર આપી ગયો,
તાર વાંચતા જ એ ધ્રુજી ઉઠયા,
તરત જ સ્વસ્થ થઇ એમણે કાર્યકર્તાને કહ્યુંઃ
‘બહુ ખરાબ સમાચાર છે. મને હજારો ડૉલરનું નુકસાન થયું છે. પેલો ચેક પાછો આપો'..
કાર્યકર્તાને થયું કે એઓ હવે ચેક લઇને ફાડી નાખશે. થોર્નટને ચેક લઇ લીધો ને પચીસ ડૉલરનો ચેક બસો પચીસનો કરીને પાછો આપ્યો ને કહ્યું :
નખ વધે ત્યારે તેને આપણે કાપી નાખીએ છીએ. જો ન કાપીએ તો આપણે જ વાગે અને પીડા આપે તેમ સંપત્તિ વધતાં તેનું દાન કરવું હિતાવહ છે, નહિ તો એ પરિગ્રહ આપણને જ પીડા આપશે.
‘ભગવાને મને સંદેશ મોકલ્યો છે કે મારી મિલકત બહુ ટકવાની નથી. હું જેટલું આપીશ તેટલું જ મારું રહેશે’.
Page #47
--------------------------------------------------------------------------
________________
ગુણવંત બરવાળિયા ‘ગુંજન’નાં પુસ્તકો
સર્જન તથા સંપાદન
* હૃદયસંદેશ
* પ્રીત-ગુંજન (૧૦૦ વર્ષના પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ) * કલાપીદર્શન
* શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન – અહિંસા મીમાંસા
* સમસેન વયરસેન કથા – ચંદ્રસેન કથા
* સંકલ્પ સિદ્ધિના સોપાન
Glimpsis of world Religion
* introduction to Jainisim
* Commentray on non-violence
* Kamdhenu (wish cow)
* Glorry of detechment
* કામધેનુ (હિન્દી)
* ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના
* જ્ઞાનધારા (ભાગ ૧થી ૪) –
(જ્ઞાનસત્રમાં રજૂ થયેલા વિવિધ લેખોનો સંગ્રહ)
* અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે)
* વિચારમંથન – અધ્યાત્મ આભા
દાર્શનિક દૃષ્ટા
* જૈનધર્મ (પરિચય પુસ્તિકા)
ર
અમરતાના આરાધકે
અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી * આપની સન્મુખ મર્મ સ્પર્શ વીતરાગ વૈભવ
* આગમ દર્શન (જિનાગમ પરિચય પુસ્તક)
* જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
* વિશ્વવાત્સલ્યનો સંકલ્પ
* વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યના વિવિધ સ્વરૂપો)
** સર્વધર્મદર્શન
અણગારનાં અજવાળાં
* ઉરનિર્ઝરા (કાવ્યસંગ્રહ)
* તપાધિરાજ વર્ષીતપ (જૈનદર્શનમાં તપ)
* દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા લેખોનો સંચય)
* ઉત્તમ શ્રાવકો
* ભગવાન મહાવીર અને સંયમજીવન
* મૃત્યુનું સ્મરણ (મૃત્યચિંતન)
Email : gunvant.barvalia@gmail.com * (M) 98202 15542
ટ
Page #48
--------------------------------------------------------------------------
________________ ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય શ્રી સૌરાષ્ટ્રદશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વિ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તથા ચેમ્બર જૈનસંઘના ટ્રસ્ટી છે, તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરેટ Ph. D, પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, ‘જૈનપ્રકાશ', ‘કાઠિયાવાડી જૈન’, ‘શાસનપ્રગતિ', ‘ધર્મધારા’, જૈનસૌરભ’, ‘વિનયધર્મ', ‘જનક્રાંતિ', ‘પ્રાણપુષ્ય” વગેરેમાં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૭ના મુંબઈ ‘જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ’નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ. બી, બરવાળિયા ફાઉન્ડેશન, ચેરિટેબલ ટ્રસ્ટ હોલિસ્ટિક હેલ્થ કેરને લગતા પ્રકલ્પો ચલાવે છે, તેના ટ્રસ્ટી છે. - યોગેશ બાવીશી અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડા વર્ષો પ્રેક્ટિસ કર્યા પછી હાલ ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર 40 જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, ઘાટકોપરના મુખપત્ર ‘કાઠિયાવાડી જૈન', જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ, મુંબઈના મુખપત્ર જાગૃતિ સંદેશ’ ફોરમ ઑફ જૈન ઇન્ટર એગ્યુએલ, એનલાઇટનમેન્ટ, ભારત જૈન મહામંડળના મુખપત્ર “જૈનજગત’ (ગુજરાતી વિભાગ) મુંબઈના મુખપત્રમાં સેવા આપેલ છે. મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈઅમદાવાદનો મુખપત્ર ‘વિશ્વ વાત્સલ્ય'માં માનદ્ તંત્રી તથા ટ્રસ્ટી છે. અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી છે. ‘જૈન પ્રકાશ'ના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વગેરેમાં જૈનધર્મ પર તેમનાં સફળ પ્રવચન યોજાયેલાં. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે. અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લિટરરી રીસર્ચ સેન્ટરના ગુણવંતભાઈ ઓનરરી કો-ઓર્ડિનેટર તથા ટ્રસ્ટી છે. જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધનનું કાર્ય ઉપરાંત ઇન્ટરનેટ પર જૈનદર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે. પ્રકાશન કાર્ય તથા જ્ઞાનસત્રોના આયોજન થાય છે.