________________
જયારે કોઈ મંદિર કે ધર્મસ્થાનકમાં કોઈ ક્રિયા કે નામ આપવા માટે દાનની બોલી, ઉછામણી કે ચડાવો કરવામાં આવે છે ત્યારે ક્યારેક કોઇને એમ પણ લાગે કે આવી સ્પર્ધા કે ચઢાવો. અહંકારને પોસે કે સંપત્તિના પ્રદર્શન જેવું લાગે પરંતુ, આમાં ત્યાગ અને દાન ભાવની સ્પર્ધાના દર્શન કરીશું તો જણાશે કે, આ ભૌતિક સુખ ભણી દોટ મૂકી રહેલા માનવો બીજાનું પડાવી લેવામાં કે ભૌતિક સુખો ભોગવી લેવામાં ગળાકાપ સ્પર્ધા કરી રહ્યાં છે, જયારે અહીં તો વધુમાં વધુ દાન દેવાની અને ત્યાગ કરી લેવાની સ્પર્ધા છે, જે જીવન માટે મંગળકારી છે.
૩. દાનવીરોની યાદીમાં ભીમાશાહનું નામ પ્રથમ લખાયું!
ભેગું કરી સંગ્રહ કરનાર કરતાં વાપરનાર સારો. માટે જ કવિ સરોવર કરતાં વરસી જતાં વાદળા અને ભરપૂર સંપત્તિના સ્વામી કરતાં દાનવીરની પ્રશસ્તિ કરે છે,
લાખો આતે, લાખો જાતે, દુનિયામેં ન નિશાની હૈ, | જિસને કુછ દે કે દિખલાયા, ઉસકી અમર કહાની હૈ.
મહાત્મા. ભર્તુહરિએ કહ્યું છે કે, લક્ષ્મીનું ઉપાર્જન જો પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જે લક્ષ્મી પિતા દ્વારા ઉપાર્જિત હોય અને વારસામાં મળી હોય તો બહેન સમાન ગણાયા અને જે લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તો તે પરસ્ત્રી સમાના છે, પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તો પણ લાંબો સમય પિયરઘરમાં રાખી શકાય નહીં. આથી આ ત્રણમાંથી કોઇ પણ સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. તેથી, ધર્મબુદ્ધિ ધરાવતાં આત્માઓ લક્ષ્મીનો પરિગ્રહ કરતાં તેના ત્યાગી કે દાનમાં જ સ્વપરનું કલ્યાણ સમજે છે.
( ૧૨
-