________________
૯. પ્રસન્નતાપૂર્વકનું દાન
વિશ્વના તમામ ધર્મો અને સંસ્કૃતિની અંદર દાનનું મૂલ્ય આજ સુધી અકબંધ જળવાઇ રહ્યું છે. દાર્શનિકો, ધર્મચિંતકો કે સમાજચિંતકોએ હંમેશાં વિવેકપૂર્ણ અને ન્યાયસંપન્ન વૈભવમાંથી કરેલા દાનની સરાહના કરી છે. દરેક પરંપરાએ દાનવીરો પર પ્રશંસાનાં પુષ્પોની વૃષ્ટિ કરી છે.
કોઇપણ સંસ્થા માટે દાન ઉધરાવનારાઓના દાન સ્વીકારવા માટે પણ કેટલાક નિયમો હોય છે. દેનારની ભાવના પર દાન સાફલ્યનો આધાર છે.
એક દ્વીપસમૂહમાં એકવાર સમાન ધર્મ પાળતા લોકોનું સંમેલન યોજાયું. સંસ્થાના સંચાલકોએ ધાર્મિક કાર્યો માટે ફંડ ઉધરાવતાં પહેલાં તેમની પૂર્વભૂમિકા કહી. સમારંભના અધ્યક્ષે ફંડ ઉધરાવતાં પહેલાંની પૂર્વશરતો રૂપે ત્રણ પ્રસ્તાવ રજૂ કર્યા.
૩૫
•
અહીં આ સંમેલનમાં ઉપસ્થિત અમે તમામ લોકો ફાળો આપીશું.
અહીં ઉપસ્થિત આપણે સહુ આપણી શક્તિસંપન્નતા મુજબ ફાળો આપીશું.
અમે આનંદથી - ઉલ્લાસભાવે આ દાન કરીશું.
કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધા. કોઇ એક પણ વ્યક્તિનો આમાં વિરોધ ન હતો.
દરેક વ્યક્તિએ પોતપોતાની ક્ષમતા મુજબ ફંડ આપવાનું હતું એ માટે એક શ્રેષ્ઠી કે જેઓ આ સંમેલનના અધ્યક્ષસ્થાને હતા, તેમની બાજુમાં એક પેટી મૂકવામાં આવી હતી. દરેક વ્યકિએ પોતાની જગ્યાએથી ઊભા થઇ અધ્યક્ષ પાસે જઇ પોતાને જે દાન કરવું છે તે સઘળી વાત કરી સ્વહસ્તે દાન પેટીમાં નાખવાનું હતું. બધાં એ રીતે કરી રહ્યાં હતાં.
એક શ્રીમંત મહાનુભાવ આગળ આવવા માટે સંકોચતા હતા, પણ જેમ તેમ હિંમત કરીને તે અધ્યક્ષ સુધી પહોંચી ગયા. પોતાને જે દાન કરવું હતું તેની અધ્યક્ષને જાણ કરી.
અધ્યક્ષે કહ્યું ‘શ્રેષ્ઠીવર્ય, આ તો તમે આપણાં પહેલા પ્રસ્તાવ મુજબ કરી રહ્યા છો. બીજા પ્રસ્તાવ શરતનું આમાં પાલન થતું નથી, માટે આપનું દાન સ્વીકારી શકાય નહીં.
શ્રીમંત શ્રેષ્ઠીને થોડો ગુસ્સો આવ્યો પરંતુ તે પાછા પોતાની જગ્યાએ બેસી ગયા. તેણે પોતાની વિશાળ સંપત્તિના પોતાના મનઃચક્ષુથી દર્શન કર્યા, અન્ય લોકો દાન આપી રહ્યા હતા તેનું નિરીક્ષણ કર્યું. તેની દાન ભાવના પ્રબળ થતી જતી હતી.
૩૬