________________
પોતાની જગ્યાએથી ઊભા થઇ સડસડાટ એ પાછા અધ્યક્ષ પાસે જઇ પોતાનો ફાળો બમણો કરી દાન આપવાની અધ્યક્ષશ્રીને જાણ કરતાં બોલ્યા, ‘લ્યો આ છે મારા દાનની રકમ'.
અધ્યક્ષે એના ચહેરા પર દૃષ્ટિ કરી, પળ ભર અટકી ગંભીર વદને કહ્યું - ‘શ્રેષ્ઠીવર્ય આ તો બીજી શરતનું પાલન થયું...પરંતુ આપણા ત્રીજા પ્રસ્તાવની શરત હજી પૂર્ણ થઈ નથી, તમારું દાન કઇ રીતે સ્વીકારી શકાય ?
શ્રીમંત શ્રેષ્ઠી સ્તબ્ધ બની ગયા. ક્ષણમાં તેની વિચારધારા અંદર પ્રવાહિત થઈ શુભ ભાવનાનો મંગલસ્ત્રોત સપાટી પર આવ્યો...અચાનક તેમના ચહેરા પર સ્મિત...અને પછી હસતાં હસતાં, ઉલ્લાસિત ભાવે પોતાનો ફાળો ત્રણ ગણો કર્યો.
ત્રીજી શરત પૂર્ણ થતાં અધ્યક્ષે આનંદ અને પ્રસન્નતા સાથે તેના ફાળાને સ્વીકાર્યો. હૃદયના ઉમળકા સાથે પ્રસન્નતાપૂર્વક કરેલું દાન જ કલ્યાણનું કારણ બની શકે છે.
*
૩૦
૧૦. અન્નદાનં પરં દાનમ્
જ્ઞાનીઓએ અન્નદાનને પરમદાન કહ્યું છે એ સંદર્ભમાં કેટલાંક સમય પહેલા એક પ્રસંગ સાંભળેલો.
ઈ.સ. ૧૭૨૮ની વાત છે. ગોદાવરી નદીનો કિનારો ઘોડાઓની હણહણાટી, હથિયારોના ખણખણાટ અને માનવ ટોળાંની ચીસોથી ભરાઇ ઉઠ્યો હતો, પહેલો બાજીરાવ અને નિઝામ ઉલમુલ્ક વચ્ચે જબરી લડાઇ જામી હતી આ લડાઇ ઉપર બન્ને રાજયોની હસ્તીનો આધાર હતો બન્ને પક્ષો પૂરી તૈયારી કરીને મેદાનમાં આવ્યા હતા લડાઇનો રંગ બરાબર જામ્યો હતો. બરાબર
આ મોકાપર નિઝામની સેનામાં અન્ન ખૂટી ગયું. તેના સૈનિકો
વગર લડાઇએ મરણ પામે એવી હાલત આવી ઊભી થઈ. જયારે તેની સત્તા મરાઠાઓથી ચોમેર ઘેરાયેલી હતી. કયાંયથી અનાજનો કણ આવે તેમ ન હતું.
નિઝામે ચોમેર નજર ધૂમાવી જોઇ પરંતુ નિરાશ થયો. વિશાળ સૈન્યને તત્કાળ અનાજ મળી શકે એવું દેખાયું નહિ. એણે
૩૮