SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ બાકીનો સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવંતથી પ્રવર્યો. એકસો આઠ ઘડા પ્રભુના કરપાત્ર દ્વારા મુખમાં સમાઇ ગયાં. એટએટલા ઘડા પ્રભુના કરપાત્રમાં સમાઈ શક્યા. શ્રેયાંસે ઘડો લઇ હર્ષનૃત્ય કર્યું. એ આનંદ એના ચિત્પાત્રમાં છલકાઈ ઉઠયો. એ રોમાંચિત થઇ ઉઠયો.. ભૂમિકા સર્જાઇ ગઇ હતી. વૈશાખનો મહિનો હતો, ખેતરોમાં શેરડીનો મબલખ પાક થયો હતો અને ખેતરે ખેતરે શેરડીની રસધારા વહી રહી હતી. કોઇ ખેડૂત આજ અવસરે ઇસુરસ રસથી ભરેલા કુંભોનું ભેટશું લઇને રાજમહેલ આવી પહોંચ્યો હતો. શ્રેયાંસકુમારનો મનમોર નાચી ઉઠ્યો. શેરડીનો રસ. નિરવદ્ય આહારને યોગ્ય, બેતાલીશ દોષથી મુક્ત, નિર્દોષ આહાર તરીકે વહોરાવી શકાય, એવું વિત્તા (દાન સામગ્રી) હતું. પ્રભુથી ચડિયાતું પાત્ર વળી બીજું ક્યું હોઇ શકે અને પોતાનું ચિત્તતો ભાવનાની ભરતીથી ભરપૂર હતું જ ! આમ, વિત-પાત્ર અને ચિત્તના ત્રિભેટે ઊભેલા શ્રેયાંસકુમારની નજર પ્રભુના દર્શને નાચી ઉઠી. એમણે પ્રભુને વિનવ્યા : દાદા આદિનાથ ! મારા ઘર આંગણે પધારો. હું આપને સુવર્ણ કે સમૃદ્ધિનું દાન નહિ કરું, આ શુદ્ધ દાનનો સ્વીકાર કરીને આપ મને પાવના બનાવો ! આજે એણે નિષ્પાપ જીવનનો આદર્શ અને નિરવદ્ય આહારનો મહિમા જગતમાં સ્થાપિત કર્યો હતો. આજના પવિત્ર દિવસ અક્ષય તૃતીયાને સુપાત્ર દાનનું સંદેશવાહક પર્વ બનાવ્યું હતું. જાણે શ્રેયાંસકુમારે સુકાતા કલ્પવૃક્ષને અમૃતપાન કરાવી નવપલ્લવિત કરી દીધું. અક્ષય તૃતીયા પર્વની પ્રતિષ્ઠા થઇ ! પ્રભુએ પારણું કરી શ્રેયાંસકુમારને તારી દીધા. ધન્ય હો દાના લેનારને ! ધન્ય છે દાન દેનારને ! હસ્તિનાપુરની જનતા માટે આજ નો પ્રસંગ ઘણા ઘણા આશ્ચર્યોને ખેંચી લાવનારા પ્રશ્નો પેદા કરી રહ્યો હતો. કોઇને સમજાતું નહોતું કે આ શ્રેયાંસકુમાર કઇ રીતે સમજી ગયાં અને પ્રભુનું પારણું એમનાં હાથે થયું ! આ દિવ્યધ્વનિ શાનો ? ધનની વૃષ્ટિ શાની ? વાતાવરણની પ્રસન્નતામાં દિવ્યતા કોણ ખેંચી લાવ્યું ? સુવર્ણ અને સમૃદ્ધિના ઢગ પર નજર પણ ન કરનારા પ્રભુએ, શ્રેયાંસકુમારની સામે બે હાથ લંબાવ્યા. સૌના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો, શ્રેયાંસકુમાર પ્રભુના અંજલિ જોડેલ કરપાત્રમાં એકપછી એક ઇક્ષરસના કુંભ ઠાલવવા માંડ્યા. પૂરા ૧૦૮ કુંભ ઠલવાયા અને દેવોએ કરેલા અહોદાન - અહોદાન ના દિવ્ય ધ્વનિથી આકાશ તેમજ પંચદિવ્યના પ્રભાવથી એ દાનભૂમિ ભરાઇ ગઇ. દેવતાઓએ આ પ્રથમદાન દ્વારા પ્રભુને થયેલી પરિણાથી પ્રસન્ન બની જઇને સીડાબીર ક્રોડ સોનૈયો અને કેટલાંય વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાં દુભિનો નાદ ફેલાવ્યો, તેમજ સુગંધથી ભરપૂર પાણી અને પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરી. વૈશાખમાસની શુક્લ તૃતીયાને દિવસે આપેલું તે દાન અક્ષય થયું તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી તે દિવસે આપેલું દાન અક્ષય થયું તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી. અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગત્ માં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્યો અને પ્રભુ તો ૪૦૦ દિવસના (ફાગણ વદ આઠમથી અક્ષય તૃતીયા) ઉપવાસનું પારણું કરી જળમાં જેમ મીન સરકે તેમ અન્યત્ર પધારી ગયાં. પછી નગરજનોએ શ્રેયાંસકુમારને કહ્યું, હે કુમાર ! જગતમાં તેમને ધન્ય છે, પ્રભુએ તમારા હાથે ઇક્ષરસનું પાન કર્યું. એ ઇક્ષરસની ઘારા ન હતી, પણ ઉજજડ ભૂમિને ફળદ્રુપ કરનારી, પુષ્કરાવર્તન મેધની ધારા હતી, જેણે તમારું તો શું, આપનારનું તો ૫૯ ૬૦
SR No.034397
Book TitleBharatiya Sanskritima Dan Bhavna
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy