________________
શું પણ એ પાવન, દ્રશ્ય નજરે નિહાળનારનું પણ કલ્યાણ કર્યું. પ્રભુએ તો ઇક્ષુરસથી પારણઉં કર્યું, પરંતુ અમે તેમના દર્શનરૂપી અમૃતથી પારણું કર્યું. હે શ્રેય કરનારા શ્રેયાંસ, અમારા સર્વસ્વ દાન સામે પ્રભુએ નજર સરખી પણ ન કરી ! અમ દુર્ભાગીઓને ધિક્કાર !
શ્રેયાંસકુમારે સહુને સાંત્વના આપતાં કહ્યું :
તમે એમ શા માટે બોલો છો ? પ્રભુ આજે પૂર્વની પેઠે પરિગ્રહધારી રાજા નથી. આપણાં દાદાતો કંચનકામિનીના ત્યાગી થયાં છે. એમણે ક્ષણભંગુર રાજયઋદ્ધિને છોડી અમર રાજયની શોધ આદરી છે, આપણા માટે જે વસ્તુ લાખેણી ગણાય, પ્રભુ માટે તો એની કિંમત કોડીની પણ ન ગણાય ! એથીજ આજ સુધી ગામેગામ વિચરતા પ્રભુ કશુંય ગ્રહણ કરતા નહોતા, આજે એમને શુદ્ધ ભિક્ષાની પ્રાપ્તિ થઇ, એથી ૪૦૦ ઉપવાસના અંતે પ્રભુએ શેરડીનો રસ ગ્રહણ કર્યો, જે અચેત હોય અને પોતાના માટે કરેલી, કરાવેલી કે અનુમોદાયેલી ન હોય એવી ભિક્ષા પ્રભુ ગ્રહણ કરી શકે. શેરડીનો રસ આવો હતો, માટે પ્રભુએ આજે એને ગ્રહણ કર્યો અને એની ખુશાલી રૂપે દેવોએ ધનવસ્ત્ર પુષ્પોની વૃષ્ટિ કરી.
પ્રજાજનોએ શ્રેયાંસકુમારને પ્રશ્ન કર્યો કે જે અમે ન જાણી શક્યા, તે દાનવિધિ આપને કોણે જણાવી. જવાબમાં શ્રેયાંસકુમારે કહ્યું કે :
આજ સુધી તો હું પણ દાનની આ રીત જાણતો નહોતો, પણ આજે પ્રભુનું દર્શન થયું અને મારી સ્મૃતિના કમાડ ખુલી જતાં મને પૂર્વ ભવનું જ્ઞાન થયું. એમાં મુનિ તરીકેના ભવમાં મેં જીવી જાણેલ મુનિચર્યા તાજી થઇ, એથી મને ખ્યાલ આવ્યો કે મુનિને કેવું દાન ખપી શકે ? સૂર્યના ઉદયથી જેમ સૂરજમૂખી વિકસે છે, એમ પ્રભુના દર્શન માત્રથી મારા અંતરના અંધારા ઉલેચાઇ ગયાં. જાતિસ્મરણ જ્ઞાનથી હું મુનિધર્મનો જ્ઞાતા બન્યો.
આ વાત સાંભળી સંતુષ્ટ થયેલા પ્રજાજનોએ શ્રેયાંસકુમારને
પ્રશ્ન કર્યો : ઓ ઋષભ કુલદીપક ! દયાળુ, માયાળુ, ત્રિલોકીનાથને પણ આટલો સમય ક્ષુધા-પિપાસા શા કારણે નડી ?
શ્રેયાંસકુમાર કહે, કરેલા કર્મ તીર્થંકરને પણ છોડતાં નથી ! એકવાર રાજાઋષભ કોઇ માર્ગેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે શંબલ આદિ ખેડૂતોએ રાજા ઋષભ પાસે ફરીયાદ કરી કે પ્રભુ આ બળદો અમારું ધાન્ય ખાઇ જાય છે તો અમારે શું કરવું ?ત્યારે પ્રભુએ સમજાવ્યું કે, જયારે બળદો ખેતરમાં કામ કરતાં હોય ત્યારે મોઢે મોસરીયું (શીકલી) બાંધવાથી તમારી વિટંબણા દૂર થશે. પ્રભુ ! મોસરીયું બનાવતા કે બળદને બાંધતા અમને આવડતું નથી ! મહેરબાની કરી આપ એ કરી બતાવો. ખેડૂતોએ કહ્યું.
રાજા ઋષભે પાતળી દોરી લીધી એને આંટા પાડીને બળદને મોંઢે ભરાવી શકાય એવું મોસરીયું ગૂંથી આપ્યું.
ખેડૂતે એ મોસરીયું બળદને મોઢે બાંધ્યું ! ભૂખ્યા બળદોનું મોં હવે બંધાઇ ગયું હતું. હવે એતો અનાજ ખાઈ શકતા ન હતાં. તેઓ સવારના ભૂખ્યા હતાં. તેમણે ભૂખના દુઃખે ને ત્રાસે દીર્ઘ નિઃશ્વાસ નાખ્યા.
ખેડૂતો ફરી પોતાના કામમાં મશગુલ હતાં - બળદોની ભૂખનું દુઃખ જોઇ ઋષભ રાજાએ બળદોના મોં એથી મોસરીયું છોડવાની સૂચના આપી - પરંતુ આમા રાજા ઋષભ થોડા વિલંબ ′′] || સરખા પ્રમાદને કારણે બળદોને જે ક્ષુધા-તુષાની પીડા સહન કરવી પડી તેનું ઋષભને કર્મબંધન થયું.
પરંતુ પ્રભુએ ઉપસર્ગ અને પરિષહ સહન કરીને કર્મનિર્જરા કરી વર્ષીતપનો મહીમા અને સુપાત્ર દાનની પ્રતીષ્ઠા કરી ભગવાન ઋષભદેવના વર્ષીતપની પાવન સ્મૃતિમાં આજે પણ અનેક લોકો આ તપ કરે છે.
અક્ષયતૃતીયાને દિવસે કરેલ સુપાત્ર દાનધર્મના પ્રથમ પ્રવર્તક શ્રેયાંસકુમારની ઉત્કૃષ્ઠ દાનભાવનાને વંદન.
*
દર