________________
છતાં સાધુઓના મુખ પર પ્રસન, શાંત અને સૌમ્ય ભાવો હતા. કઠિયારાએ સાધુઓને પોતાની પાસેથી ભિક્ષા ગ્રહણ કરવા વિનંતી કરી તે પોતાના ભાતની થાળી લઇ સંતવૃંદ તરફ આગળ વધે છે. એટલામાં સુગંધ ભંડારી ત્યાં આવે છે અને કહે છે કે આ તું શું કરે છે ? આતો પાગલપન કહેવાય, આ ભાત એટલે શું તે તને ખબર છે, તારી એક મહિનાની કાળી મજૂરી, લોહી પસીનાની કિંમત, આ એમને એમ કાંઇ દાનમાં આપી દેવાતા હશે ?
૭. દાનમાં ત્યાગ અને કર્તવ્યભાવો
‘શેઠ, મને આ ભાત ખાવા કરતાં સાધુઓને ખવરાવવામાં ખૂબજ આનંદ આવશે', એમ કહી કઠિયારાએ ભાતની થાળી સીધુઓના પાત્રમાં ઠાલવી દીધી.
સુગંધભંડારી આશ્ચર્યથી ચકિત થઇ ગયો, એકલપેટા થઇને એકલું ખાવું તે વિકૃતિ છે. સાથે મળીને વહેંચીને ખાવું તે પ્રકૃતિ છે. પોતે ખાવાનું ત્યાગી અને બીજાને ખવરાવ્યાનો આનંદ મેળવવો તે સંસ્કૃતિ છે. આ દ્રશ્ય જોઇને સુગંધભંડારીની વિચારધાર વધુ પ્રવાહિત થઇ તેના હૃદયનું પરિવર્તન થયું તેણે સ્વીકાર્યું કે મારા. ભાતની સુગંધની કિંમત કરતાં આ કઠિયારાના ત્યાગની સુગંધનું મૂલ્ય અનેક ગણું વધી ગયું. તે કઠિયારાને નમી પડયો. પોતાના કોઠારમાંથી અન્નદાન કરવા લાગ્યો. કઠિયારાનો ત્યાગ મૂલ્યવાન બની ગયો.
ઇતિહાસમાં અંકિત થયેલા આવા પ્રેરક પ્રસંગો પરનું ચિંતન, આપણા જીવનની દિશા બદલવા સક્ષમ થશે.
શુધ્ધ સાધનો દ્વારા મેળવેલ લક્ષ્મી, ન્યાયસંપન આજીવિકા કે વૈભવમાંથી પોતાની જરૂરિયાત પૂરતી લક્ષ્મી કે સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરી વધારાના પરિગ્રહનું સુપાત્ર દાન દ્વારા જો વિર્સજન કરવામાં આવે તો તે લક્ષ્મી, મહાલક્ષ્મી બને છે.
જાહેરસંસ્થાઓ, શૈક્ષણિક શાળા કોલેજો, તબીબી હૉસ્પિટલો, કે દવાખાનાઓ, ધર્મશાળા, મંદિરો, ધર્મસ્થાનકો, આશ્રમો, ગૌશાળા કે જીવદયાની સંસ્થાઓ, વિધવા, વૃધ્ધો, અનાથો અને રુણો માટેની સંસ્થાઓનું સખાવત દ્વારા જ પોષણ અને રક્ષણ થાય છે. આમ દાન, જાહેર સંસ્થાઓની જીવાદોરી સમાન છે.
સંસ્કૃતિ, કળા અને સાહિત્યના સંવર્ધન માટે પણ અનેક સંસ્થાઓને દાનની જરૂર પડે છે. વ્યક્તિ અને સમાજના વિકાસ માટે દાન આપવું એ આપણું કર્તવ્ય છે એમ સમજી દાન આપીએ તે આપણો સામાજિક ધર્મ છે.