________________
લક્ષ્મીનો પ્રથમ પુત્ર ધર્મનું ક્યારે અપમાન થાય ? મનુષ્ય નીતિનો ત્યાગ કરી અનીતિપૂર્ણ કાર્ય કરે ત્યારે, ધર્મ પુરુષના કહેવાયેલાં વચનોના અનાદર કરે ત્યારે, અધર્મને ધર્મ માને, કપટ હિંસા અસત્ય અને અનીતિથી ધન એકઠું કરે.
બીજા શબ્દોમાં કહીએ તો, પરોપકાર દાન પુણ્ય કરવું એ જ લક્ષ્મીના જ્યેષ્ઠપુત્ર ધર્મનું બીજું નામ છે. જે વ્યક્તિ લોભ-લાલચમાં આવી ફક્ત ધનનો સંગ્રહ કરે છે અને દીન, દુઃખી પીડિતો પ્રતિ અનુકંપા લાવતો નથી અને દાન કરતો નથી ત્યારે લક્ષ્મીના અન્ય ત્રણ પુત્રો ક્રોધાયમાન, કોપાયમાન થાય છે.
આવી સંપત્તિ રાજા ટેક્ષ દ્વારા, કરવેરા દ્વારા લઇ લે છે અથવા અગ્નિ દ્વારા સંપત્તિનો નાશ થાય છે થવા ચોર ચોરી કરી જાય છે.
માટે જ્ઞાનીઓએ ધનને શુભ કાર્યમાં વાપરવાની સલાહ આપી છે. બાકી લોભને થોભ નથી.
એક ઉર્દુ કવિએ સુંદર રીતે આ વાત કહી છે
-
मुँह से बस न करते हरगीज खुदा के बंदे |
इन हरीसा को खुदा गर सारी खुदाई देता ।।
લોભી લોકોને કદાચ પ્રભુ સમગ્ર જગતની સંપત્તિ સોંપી દે છતાં પણ એ વ્યક્તિ બસ ન કહી શકે. તમામ મળવા છતાં આવી વ્યક્તિ લોભ-લાલસાને કારણે કાંઈ ભોગવી પણ ન શકે. લોભ સાથે કામ ક્રોધ આવતાં તેના આત્મ ગુણોનો નાશ થાય છે અને દુર્ગતિ મળે છે.
૪૩
માટે જ જ્ઞાનીઓ કહે છે કે સુપાત્ર દાન દો, કુપાત્રને દીધેલું દાન નિરર્થક જાય છે.
દાન તો જળના પ્રવાહ જેવું છે જે બાજુ વહાવો તે દિશા તરફ વહેવા મંડે.
સંત તુકારામે આ વાત કાવ્યમાં સુંદર રીતે કહી છે -
उदका नेले तिकडे जावे
सहज केले तैसे व्हावे । मोहरी कांदा ऊस
एक वाफा भिन्न रस ॥
ઉદક એટલે પાણી આ પાણીનો આપણે જે તરફ વાળીએ ત્યાં વળી જાય. જેવા વૃક્ષના મૂળમાં સિંચીશું તેવાં ફળ મળશે.
એક ખેડૂત તેના ખેતરમાં ત્રણ પ્રકારના બીજ વાવે છે. જમીન એક છે, પાણી એક છે તેને સીંચવાવાળો એક છે, આકાશ એક છે, હવા એક છે છતાં અલગ અલગ બીજને પાયેલા પાણીથી ભિન ભિન્ન ફળ મળશે.
પ્રસ્તુત કાવ્યમાં સંત તુકારામે કહ્યું કે મોહરી એટલે કે રાઇનું બીજ વાવ્યું, એક કાંદાનું બીજ અને એક શેરડીનું બીજ વાવ્યું. રાઈમાં તીખાશ, કાંદામાં દુર્ગંધ અને શેરડીમાંથી મીઠાશ મળશે. એક પાણી પાયું છતાં શેરડી ઉત્તમ, રાય મધ્યમ અને કાંદા નિકૃષ્ઠ નીકળ્યાં. ગમે તેટલું ઇચ્છીએ કે પુરુષાર્થ કરીએ છતાં ત્રણે ઉત્તમ ન બની શકે કારણ કે જેવું વાવીએ તેવું લણીએ, જેવું બીજ તેવું ફળ. લાખ પ્રયત્ન કરવા છતાં કાંદાને સુંગધમય બનાવી ન શકાય.
**