________________
કેસર અને કસ્તૂરી સાથે સાથે હોય પણ પોતાની વાત ન છોડે. કાંદો એક જ ક્યારામાં શેરડીની સાથે ઉગાડવાથી પણ કાંદો વાસ છોડતો નથી.
આ ઉપરથી આપણે સમજવાનું કે આપણું દાન સત્કાર્યમાં લગાવીએ, સુપાત્ર દાન દઇએ, કુપાત્રને દીધેલું દાન સારુ પરિણામ ન લાવી શકે.
એક આદર્શ સંસ્થાને દાન દેશો તો એ કેટલાયનું કલ્યાણ કરી શકશે. રૂણાલય હશે તો કેટલાયની પીડા ઓછી કરશે. વિદ્યાલય હશે તો વિદ્યાદાન આપી કેટલાયના જીવન સુધારશે. દેવાલય હશે તો કેટલાયના જીવનમાં ભકિત ભાવ ખીલાવી સાધના ભક્તિમાં સહાયક બનશે,
ગરીબ છતાં હિંસક પ્રવૃત્તિ કરનારને રોકડમાં દાન આપશો તો તેની હિંસક વૃત્તિ વધશે. પરંતુ તેના જીવનની દિશા બદલે તેવી રીતે જ દાન આપવું જોઇએ. માટે જ જ્ઞાનીઓએ વિવેકપૂર્વક સુપાત્ર દાન આપવાની વાત કહી છે.
૧૨. તરતદાન મહાપુણ્ય !
કાલ કરે સો આજ કર,
આજ કરે સો અબ, અવસર બીતો જાત હૈ
બહુરી કરેંગે કબ |
પાંચ પાંડવો પાસે ભિક્ષા માગવા જનાર કોઇ ખાલી હાથે પાછો ન જાય. એક વખત એક બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે દાના લેવા ગયો. યુધિષ્ઠિર કામમાં હોવાથી બ્રાહ્મણને કહ્યું આવતી કાલે આવજો!
બ્રાહ્મણ નિરાશ થઇ પાછો વળ્યો - રસ્તામાં ભીમ મળ્યો ભીમે બ્રાહ્મણ પાસેથી વાત જાણી તેને ખૂબ ખેદ થયો.
ભીમે આયુધશાળામાં જઇ ભંભા વગાડી રાજયના નિયમો પ્રમાણે વિજય થાય તો જ ભંભા વગાડી શકાય. નાગરિકોને આશ્ચય થયું. ભંભાના અવાજથી પશુની દોડાદોડી થઇ કે ભંભા કેમ વગાડી ?