Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 39
________________ શકીએ તો પણ સારું. પોતાને માટે જ નહિ, અને પોતાનાને માટે જ નહિ. જે કોઈ હાજતમંદ હોય તેને માટે મદદનો હાથ જરૂર જ લંબાવી શકીએ ! આપણે દિલદાર અવશ્ય બની શકીએ ! સાચે જ એ શક્ય છે. સંઘરવો નહિં. ઝલની ફિસૂફી એવી છે કે - ઇશ્વરકૃપાથી આપણને કોઇ બાહ્ય સંપત્તિ એવી મળી હોય યા આંતરિક સંપદા વિપુલ પ્રમાણમાં મળી હોય તો તેમાંથી બને એટલી વધુમાં વધુ આપણે સાર્વજલિક લાભાર્થે - બહુજન હિતાય, બહુજન સુખાય, દાન કરવી જ જોઈએ. ઝલનો જાત અનુભવ પણ એવો રહ્યો છે કે જેમ જેમ એ સખાવત કરતો ગયો તેમ તેમ એને અંદરથી એક અદભુત શાંતિનો, હળવાશનો અનુભવ થતો રહ્યો. સાત વર્ષથી એ એક મધ્યમ કદનાં, દોઢ લાખ ડોલર્સમાં ખરીદેલા ઘરમાં જ રહે છે. અને ફકત પચાસ હજારની ડોલરની વાર્ષિક આવક પર કુલ છ જણાનાં કુટુંબનો નિર્વાહ થઇ રહ્યો છે. ઝેલને મન ધન પ્રાપ્તિનું કોઇ મહત્ત્વ જ નથી. એને મન તો દાન આપવાનું જ ખરૂં મહત્ત્વ છે. ઇતિહાસમાં એવા કોઇ પણ ધનપતિનો ઉલ્લેખ નથી જેણે પોતાની આર્થિક સંપદા તો સાર્વજનિક ભલા માટે દાન કરી દીધી. હોય, તદુપરાંત પોતાના શરીરના એક અતિ આવશ્યક અંગનું (કડનીનું) દાન જીવતાં જીવતે (મરણોત્તર નહિ) કોઇ ત્રાહિત વ્યક્તિ (સગા-સંબંધી નહિં) માટે કર્યું હોય ! ઝેલ જેવા. મહા દાની વિશે વાંચીને મધરટેરેસાના શબ્દોની યાદ આવી જાય છે. આપતા જ રહો ! બધું જ દાન કરતા રહો ! (દાન, શિયળ, તપ અને ભાવમાં દાનને પ્રથમ સ્થાન આપ્યું છે. લક્ષ્મીનું દાન વિધાદાન , ઝયણાપાળી અભયદાન, વૈયાવચ્ચ દ્વારા શ્રમદાન એમ દાનના વિવિધ પ્રકારોમાંથી કોઈ એક દાન તો પ્રત્યેક વ્યક્તિ દરરોજ કરી શકે.) તકલીફ વેઠીને પણ બસ આપો જ આપો ! ઝેલની જેમ આપણે દાનનો ધોધ વર્ષાવી શકીએ એટલી સંપત્તિ ભલે ન હોય, તો ય દાનનું એક નાનું ઝરણું વહેતું કરી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48