________________
શેઠ કહે આપેતો મારા પૂણ્ય પરિવારી જવાને કારણે મારા ગૃહનો ત્યાગ કર્યો હતો દેવી કહે એ ગઇકાલ, ભૂતકાળની ઘટના હતી. તમારા ત્યાગ અને દાનને કારણે આજેતો તમારા પૂણ્યનો પૂનઃઉદય થયો છે. કાલે મારા સ્વસ્થાને પહોચતા પહેલા તમારા ત્યાગ અને દાનની ભાવનાને એક ઉત્કૃષ્ઠ આશ્રમસ્થાન મળી ગયું તમારા ત્યાગ અને દાનના સમ્યક પુરુષાર્થના પરાક્રમે પ્રચંડ પૂણ્યનું ઉપાર્જન કર્યું છે જેથી હું અહીં પરત આવી છું.
દેવીના આ વચનો પર દાનાશેઠ વિચાર કરતાં હતાં તેટલી વારમાં રાજાનો એક અનુચરે આવી શેઠના હાથમાં રાજયનું તામ્રપત્ર, ફરમાન અને ચાવીનું ઝુમખુ મૂક્તાં કહ્યું કે રાજય તરફથી તમારા દાવાની પતાપર કરવામાં આવી છે જે વળતર રૂપે રાજયે એક હવેલી ત્થા ફરમાનમાં જણાવ્યા પ્રમાણે સોનુ રૂપુ ભરેલા આ
ગાડાઓ મોકલ્યા છે જેનો આપ સ્વીકાર કરો.
દાના શેઠ જીવનના પલટાતા પ્રવાહને નીરખી રહ્યાં. જયારે આકાશમાં સૂર્યનો ઉદય થતો હતો ત્યારે દાના શેઠના પૂણ્યનો સૂર્ય મધ્યાન્હ ઝગારા મારી રહ્યો હતો.
*
૬૦
૧૮. આલા ખાચરની દાન સરવાણી
વાત જસદણના આલા ખાચરની છે.
આલા ખાચરના હૃદયમાં દાનની પાતાળગંગા સમી સરવાણી સતત વહેતી રહેતી હતી. યાચક આવ્યો નથી અને દાન દીધું નથી !
સહજ રુચિવાળા જીવ જ્યારે દાન આપે ત્યારે લેનારને એનો ભાર લાગતો નથી અને દેનારનો હળવો થાય છે.
આલા ખાચરની દાન-સરવાણી નદીનું રૂપ ધારણ કરે, આગળ વધતાં એનો ધોધ રચાય ત્યારે રાજયના દીવાનને ચિંતા થાય જ થાય ! આમ ને આમ સતત દાનપ્રવાહ ચાલુ રહેશે તો તિજોરીનું તળિયું આવી જશે. રાજ કેમ ચાલશે ?
એકવાર એકાંત જોઇને દીવાને ઇશારો કર્યો : બાપુ ! હવે તો હાઉં કરો ! આ તો યાચકો છે. રોજ-રોજ આવ્યા કરશે. આપ આપો છો એટલે આવે છે.
૬૮