Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 24
________________ ૧૧. વ્યક્તિના જીવનની દિશા બદલે તેવું દાન આપવું જોઇએ જ્ઞાનીઓએ ધર્મમય જીવનના ચાર પાયામાં દાન, શીલ તપ અને ભાવની વાત કરી છે આ ચારમાં દાનને પ્રથમ સ્થાન એટલા માટે આપ્યું છે કે, એક વ્યક્તિનું દાન અનેકોના જીવનને સુખદ સુંદર વળાંક આપી શકે. તત્ત્વાર્થ સૂત્રના સર્જક આચાર્ય ઉમાસ્વાતિએ દાન માટે અનુપ્રદાર્થ સ્વચાતિસTM વાનમ્ II કહ્યું અર્થ એ કે, ‘ઉપકારના આશયથી ધન આદિ પોતાની વસ્તુ આપવી તે દાન છે'. આચારાંગ સૂત્ર અનુસાર દાન દેનાર અને દાન લેનાર બન્ને ને જેનાથી પરોપકાર થાય તેનું નામ દાન છે, એટલે દાન દેનાર પણ પોતાનાં પરિગ્રહ ઓછો કરે એટલે લોભ કષાય અંશે ક્ષય પામે તો તેને અશુભમાંથી શુભમાં જવાનો માર્ગ મળે. - દાનમાં દાતાનો કરૂણાભાવ અને લોભની પક્કડમાંથી મુક્ત થવાનો શુભ અંતરગભાવ અભિપ્રેત છે. ૪૧ જ્ઞાનદાન, અભયદાન, ઔષધદાન કે આહારદાન દેતી વખતે દાતામાં ઉલ્લસિત ભાવો હોય તો જ દાનનું સાફલ્ય છે. शतेषु जायते शूरः सहस्त्रेषु च पंडिता । वक्ता दस सहस्त्रेषु दाता भवति वानवा || સેંકડો પુરુષોમાં કોઇ એક વ્યક્તિ જ શૂરવીર નિકળે છે, હજારોમાં એક સાચો પંડિત, વક્તા તો દસ હજાર વ્યક્તિમાં એક મુશ્કેલથી નીકળે પરંતુ સાચો દાનવીર તો લાખો વ્યક્તિઓમાં માંડ એક મળે. પાશ્ચાત્ય વિદ્વાન વિકટર હ્યુગોએ કહ્યું છે, ‘As the purse is emptied the heart is filled' જયારે ધનની થેલી દાનમાં ખાલી થાય છે ત્યારે હ્રદય સભર બની જાય છે. તિજોરીમાંથી આપેલા રૂપિયા-પૈસા તેજ ક્ષણે સંતોષ ધનના રૂપમાં અનેક ગણું બની હૃદયરૂપી ખજાનાને સભર બનાવે છે. અથર્વવેદમાં કહ્યું છે કે - શતતઃ સમાહર સહસ્ત્ર ત્ત્તઃ સંન્તિ । સેંકડો હાથોથી એકઠું કરેલું હજારો હાથોથી વહેંચી દો. એક કવિએ પોતાના શ્લોકમાં કહ્યું છે . - लक्ष्मी वायादाश्यत्वारः ધર્મ રાશિ - તાઃ I ज्येष्ठ पुत्रापमाने ने, त्रय कुटयंत बांधवा ॥ લક્ષ્મીના ચાર પુત્ર છે ધર્મ, રાજા, અગ્નિ અને ચોર જો લક્ષ્મીના જયેષ્ઠ પુત્રનું અપમાન કરો તો બાકીના ત્રણ પુત્રો ક્રોધાયમાન થાય છે. = ૪૨

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48