Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 23
________________ મુખ્ય સેનાનીઓને મંત્રણા માટે બોલાવ્યા, પણ કોઈ ઉકેલ નીકળી. ન શક્યો, એટલે નિઝામે કહ્યુ “એક રસ્તો છે’. ‘ક્યો ?’ ‘બાજીરાવ પાસેથી અનાજ મેળવવાનો' ‘પણ એતો દુશ્મન છે. આપણે તેની સામે લડાઇના મેદાનમાં ઊભા છીએ. એની પાસેથી અનની આશા કેમ રાખી શકીએ ? ને રાખીએ તો પણ દુશ્મન દુશ્મનને અનાજ આપે ખરો ? જયારે એક બીજાની હસ્તી મટી જવાની વેળા ઊભી હોય તેવે ટાંકણે ? ‘મને ખ્યાલ છે, ત્યાં સુધી બાજીરાવ ધર્મપરાયણ શાસક છે, માનવતાવાદી છે. એક વાર પૂછી તો જોવા દે'. હથિયારો વિરમી ગયા. હિંસા ઓસરી ગઇ ને બન્ને વચ્ચે પ્રેમના પૂર વહ્યા. | નિઝામ ખુદ પોતાની છાવણીમાંથી એકાકી વગર હથિયારે બાજીરાવની છાવણીમાં આવી બાજીરાવને બાથમાં લઇ ઉંચક્યો. બેઉ વચ્ચે એજ પળે સુખદ સેમ|ધાને થયું. માનવતા ધર્મમાં કેટલી તાકાત છે કે દુશ્મનોના હૃદયનું પણ પરિવર્તન થઇ જાય છે. ધર્મરાજ યુધિષ્ઠર જેવી આ સજજનતા ખરેખર દાદ માગી લે છે. આવાં નરરત્નોથી જ આ પૃથ્વી શોભે છે. આવા મહાપુરુષની મહાનતા જોઇને મસ્તક સદ્ભાવનાથી નમી પડે છે. આમાંથી સૌ કોઇ સારી પ્રેરણા લે તો જીવન ધન્યાતિધન્ય બની જાય. સેનાનીઓની આ વાત હાસ્યાસ્પદ જેવી લાગી, પણ નિઝામે એક દૂત બાજીરાવ પાસે મોકલી, પોતાના સૈન્ય માટે અનાજની યાચના કરી, ચોક્કસ માણસોના આંકડા સાથે દૂત બાજીરાવ પહેલી પાસે આવ્યો ને નિઝામની દરખાસ્ત રજૂ કરી. એ સાંભળી બાજીરાવે દૂતને પ્રશ્ન કર્યો, ‘કદાચ અનાજ ન મળે તો શું થાય ?” ‘તો મહારાજ લગભગ આખું સૈન્ય ભૂખે મરી જાય. બાજીરાવ ત્યાંથી. ઉઠયી મંત્રણા કાજે સૈન્યના આગલી હરોળના સેનાનીઓને અને મંત્રીઓને બોલાવ્યા ને તેમની સામે નિઝામની દરખાસ્ત મૂકી ‘એમ ન બની શકે, દુશ્મનને અનાજ આપી ન શકાય, શત્રુનો કોઇપણ સંજોગોમાં નાશ કરવો એવો લડાઇનો નિયમ છે. પછી ભલે તે ભુખે મરી જાય કે હથિયારથી માર્યા જાય'. પણ મંત્રીઓની બાજીરાવે એ વાત ન સ્વીકારી. ‘આપણા ધર્મમાં અજનદાનને શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે. ધર્મ આચરનારનું જ કલ્યાણ થાય છે. માટે ભલે તે દુશ્મન રહ્યો છતાં આપણા સંસ્કારો મુજબ તેને અન્નદાન કરીએ ને ધર્મ આચરીએ” બાજીરાવે આ પ્રમાણે કહ્યું ને તે જ ક્ષણે, નિઝામે જેટલું અનાજ માગ્યું હતું તેથી વધુ અનાજ પાંચ હજાર પોઠો પર લાદી મોકલ્યું. આની જાદુઇ અસર થઇ. બીજી જ પળે યુદ્ધનો શોરબકોર અને ૩૯

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48