Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 28
________________ ૧૩, દિવ્ય...વૈશ્વિક બેંકનો ચેક જૈનશાસ્ત્રોમાં અમરાવતીના શ્રેષ્ઠી સુમેદની એક સરસ કથા આવે છે. તેનો સાર નીચે પ્રમાણે છે : અમરાવતી નગરીના સૌથી ધનાઢય શેઠનું અવસાન થયું, તેઓ સુમેદના પિતા હતા. અંત્યેષ્ટિની ક્રિયામાં ભેગા થયેલાં બધાં સગાંવહાલાંઓએ વિદાય લીધી. પછી શેઠના મુનિમે સુમેદ સમક્ષ આવીને બધો હિસાબ-કિતાબ રજૂ કર્યો. પિતાની ધન, દૌલત, સંપત્તિ કેટલી છે તે જણાવી. પિતાનો કારભાર ક્યાં અને કેટલો વિસ્તૃત ફેલાયેલો છે, દેશમાં ક્યાં કેટલી પેઢીઓ છે, વેપાર ધંધામાં કેટલું રોકાણ થયેલું છે તેની વિગતવાર સમજણ અને માહિતી આપી. ત્યાર પછી મુનિમ સુમેદને ભોંયરામાં લઇ ગયો. ભંડારો અને તિજોરીઓની ચાવીઓ સોંપતાં કહ્યું કે હવે તમે આ બધી જ સંપત્તિના મલિક છો. સુમેદે સઘળો હિસાબકિતાબ જોયો, ભંડારો અને તિજારીઓ જોઇ, મૂલ્યવાન હીરામાણેકો, ધન-દૌલત અને સંપત્તિ જોઇ જેનું ૪૯ મૂલ્ય અબજો અને ખર્ચો રૂપિયાનું હતું. (એક ખર્વ = ૧૦ અબજ) આટલી અઢળક સંપત્તિ જોયા બાદ સુમેદને કશામાં મોહ, મમતા કે લોલુપતા ન દેખાઇ. તે જાણીને મુનિમને ખૂબ જ આશ્ચર્ય થયું. સુમેદ સામે નજર કરી તો એની આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. એટલે મુનિમે પ્રશ્ન કર્યો ‘તમે આટલી અબજો રૂપિયાની સંપત્તિના માલિક છો, વારસદાર છો, આપના પૂર્વજોની સંપત્તિ છે પછી તમે કેમ રડો છો ?' સુમેદે મુનિમને કહ્યું ‘મારે તમારી પાસેથી એક વાત સમજવાની છે. મારા વડદાદા મૃત્યુ પામ્યા. તેઓ પણ આ સંપત્તિ સાથે ન લઈ ગયા. મારા દાદા પણ આ સંપત્તિ અહીં જ છોડી ગયા અને મારા પિતાજી પણ આ સંપત્તિ તેમની સાથે લઇ ન ગયા. તમે હવે કોઇ યુક્તિ બતાવો કે મારા મૃત્યુ પછી આ બધી સંપત્તિ મારી સાથે લઇ જવા માંગું છું, તેને અહીં છોડી જવા નથી માગતો. કાલ સવાર સુધી કોઇ ઉપાય શોધી મને બતાવજો. કદાચ મારું મૃત્યુ થાય પછી. આ સંપત્તિ મૃત્યુ પછી સાથે ન લઇ જઇશ કે ન મારા સંતાનો તેમના મૃત્યુ બાદ આ સંપત્તિ સાથે લઇ જઇ શકશે. હવે હું આ સંપત્તિનો નિકાલ કરી દેવા માંગું છું.' મુનિમે સુમેદને જવાબ આપ્યો ‘શેઠશ્રી, આવું તો કદી બન્યું જ નથી અને બનવાનું પણ નથી. કોઇ મૃત્યુ બાદ સાથે સંપત્તિ લઇને ગયું જ નથી !' ખાખરે સુમેÈ યુક્તિ શોધી લીધી, યુક્ત હતી સંપશ્ચિનું દાન કરી સંસાર ત્યાગવાની. તેણે મુનિમને યુક્તિ જણાવી યુક્તિ જણાવવાની ક્ષણે જ તેણે આ સધળી સંપત્તિનું દાન કરી દીધું અને સંયમના માર્ગે જવા સંધળું ત્યાગી દીધું પુણ્યનામની દિવ્ય વૈશ્વિક કોસ્મિક બેંકનો ટ્રાવેલર્સ ચેક ભવોભવ સાથે રહે છે. ** ૫૦

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48