Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 27
________________ તપાસ કરતાં યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું ભીમ કહે ! ભાઈ કાળ જિતાયો તેથી મેં ભંભા વગાડી, યુધિષ્ઠિરે ભીમને પૂછ્યું, ભાઇ કોણે કાળને જીત્યો ? ભીમે બ્રાહ્મણની વાત કરી ને કહ્યું ભાઇ આપે દાન માટે બ્રાહ્મણને ‘કાલે આવજો', કહ્યું તેથી મેં માન્યું કે આપે કાળને જીત્યો આપ તો સત્યવચની છો, યુધિષ્ઠિરે ભૂલસુધારવા બ્રાહ્મણને પાછો બોલાવી તુરતદાન આપ્યું. શ્રીકૃષ્ણે યોગશક્તિથી અર્જુનને બ્રાહ્મણનું રૂપ આપ્યું અને સ્વયં પણ બ્રાહ્મણના રૂપમાં પરિવર્તિત થઈને પહોંચ્યા મહારાજા યુધિષ્ઠિર પાસે. ત્યાં જઈને ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું : ‘અમને એક મણ ચંદનના સૂકાં લાકડાં જોઈએ છે. એ તમારા જેવા દાતા પાસેથી જ મળી શકે એમ છે. બીજે ક્યાંય નહિ, કારણ કે અત્યારે વરસાદ પડે છે.' યુધિષ્ઠિર, ‘અત્યારે ? અત્યારે સૂકાં લાકડાં ક્યાંથી લાવીશું આ વરસાદમાં ? અને તમને તો સૂકાં લાકડાં જોઈએ છે ને ?' શ્રીકૃષ્ણ : ‘હા, એકદમ સૂકાં જોઈએ. અમને યજ્ઞ માટે જરૂર છે.' યુધિષ્ઠિર : ‘જો એકાદ શેર જોઈતાં હોય તો આપી શકત પણ મણ લાકડાં માટે તો થોડી રાહ જોવી પડશે.' યુધિષ્ઠિરની પરીક્ષા લીધા બાદ બંને બ્રાહ્મણ વેશમાં કર્ણ પાસે પહોંચ્યા અને એને પણ એ જ કહ્યું : ‘અમને એક મણ ચંદનનાં સૂકાં લાકડાં જોઈએ છે.' કર્ણ : ‘અત્રે તો વરસાદ પડે છે, પરંતુ થોભો ભૂદેવ ! મારા ૪૦ મહેલના દરવાજાના લાકડાં ચંદનનાં છે અને સૂકાં છે. એ હું હમણાં તમને આપી દઉં છું.' આમ કહીને કર્ણે પોતાના મહેલના દરવાજા કાઢી આપ્યા. પલંગ વગેરે બીજું જે કંઈ ચદનમાંથી બનાવેલું રાચરચીલું હતું એ બધું પણ કાઢી આપ્યું અને બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણ અને અર્જુનની મનોવાંચ્છા પૂરી કરી. ત્યારે બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણે કહ્યું : ‘કર્ણ ! તમે અમારી આ તુચ્છ ઇચ્છા માટે મહેલના દરવાજા શા માટે કાઢી આપ્યા ?' કર્ણ કહે : ‘બ્રાહ્મણદેવતા ! કોને ખબર કાલે હું જીવતો હોઈશ કે નહિ. તેથી આજે જ આ હાથથી જેટલું સત્કર્મ થઈ જાય એટલું સારું છે. કોને ખબર કાલે મોત આવી જાય તો ?' મોત ક્યારેય પણ આવી શકે છે, ક્યાંય પણ આવી શકે છે, કોઈ પણ નિમિત્તે આવી શકે છે. આ વાત આપણે સદૈવ યાદ રાખવી જોઈએ. * ૪૮

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48